Breaking News : બાંદ્રા પૂર્વમાં અતિક્રમણ હટાવવાની કામગીરી દરમિયાન પોલીસ પર પથ્થરમારો, આરોપી સદ્દામ અંસારીની ધરપકડ! જુઓ Video
બાંદ્રા ટર્મિનસ નજીક આવેલા અનધિકૃત ઝૂંપડાઓને દૂર કરવાનું કામ સોથી પણ વધુ પોલીસ જવાનોની કડક સુરક્ષા હેઠળ ચાલી રહ્યું છે. આ કાર્યવાહીના બીજા દિવસે વિસ્તારની ઇમારતોમાંથી કેટલાક પુરુષો અને મહિલાઓએ અચાનક પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ સમગ્ર ચોંકાવનારી ઘટનાનો વિડીયો કેમેરામાં કેદ થયો છે.
મુંબઈના બાંદ્રા ટર્મિનસ નજીક ગરીબનગર વિસ્તારમાં ચાલી રહેલા અતિક્રમણ વિરોધી અભિયાનમાં હિંસક વળાંક આવ્યો હતો. પશ્ચિમ રેલવે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનધિકૃત ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર કાર્યવાહીના બીજા દિવસે, કેટલાક બદમાશોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ મામલે કડક કાર્યવાહી કરતા પોલીસે પથ્થર મારનારા લોકોની ધરપકડ કરી હતી. આ હિંસક ઘટનામાં પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા.
Maharashtra: In the stone-pelting incident in Garib Nagar, located in the Bandra area of Mumbai, the police have arrested a total of 16 people and have detained two people so far. One of the two detained, Saddam Ansari, is the same person who allegedly attacked police officers… pic.twitter.com/rasELvOKAv
— ANI (@ANI) May 21, 2026
પથ્થરમાર આરોપી સદ્દામ અંસારીની ધરપકડ
બાંદ્રા ટર્મિનસ નજીક અતિક્રમણ હટાવવાની કામગીરી દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવાના આરોપમાં સદ્દામ અંસારીની ધરપકડ કરવામાં આવી છે. લાલ કુર્તા પહેરેલા સદ્દામ અંસારીએ ડિમોલિશન કામગીરી દરમિયાન આશરે 30 કિલોગ્રામ વજનનો પેવર બ્લોક ઉપાડ્યો હતો અને તે એક પોલીસકર્મી પર ફેંક્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સદ્દામ અંસારીએ તોફાનીઓ પર લાઠીચાર્જ દરમિયાન પોલીસકર્મીઓ પર પેવર બ્લોક ફેંક્યો હતો.
આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ સર્જાયો હતો. જેના કારણે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની અટકાયત કરી હતી. પોલીસ અન્ય આરોપીઓની તપાસ પણ કરી રહી છે. આજે ગરીબ નગર વિસ્તાર નજીકની એક મસ્જિદમાં શુક્રવારની નમાજ પણ યોજાશે, જેના કારણે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. શુક્રવારની નમાજ પછી ભીડ એકઠી ન થાય, મસ્જિદની બહાર કોઈ વાંધાજનક નિવેદનો ન થાય અને કોઈ ભીડ ઉશ્કેરાય નહીં તે માટે મુંબઈ પોલીસ કડક નજર રાખી રહી છે.
આ પણ વાંચો, કચ્છના માંડવીમાં સ્વામિનારાયણ સંતના નિવેદનથી બ્રહ્મ સમાજમાં ભારે રોષ, ભાજપના ધારાસભ્યે મંચ પરથી જ આપ્યો જડબાતોડ જવાબ !
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
Breaking News : ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે
