Breaking News: કચ્છના તહેરા ગામ પાસે શંકાસ્પદ ડ્રોન મળ્યું, ચીની બનાવટ જેવા ડ્રોનની માહિતી મળતા પોલીસ દોડતી થઇ, જુઓ Video
કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી એકવાર શંકાસ્પદ વસ્તુ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. લખપત તાલુકાના તહેરા ગામ નજીક બાવળોની ઝાડીમાંથી એક શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે.
કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી એકવાર શંકાસ્પદ વસ્તુ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. લખપત તાલુકાના તહેરા ગામ નજીક બાવળોની ઝાડીમાંથી એક શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ કચ્છના નારણ સરોવર વિસ્તાર પાસે મળેલા આ ડ્રોનને લઈને સ્થાનિકોમાં પણ ચિંતા ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ડ્રોનનું કદ અંદાજે 8×8 હોવાનું જાણવા મળ્યું છે અને તેની સાથે ડ્રોનના ચાર પંખા પણ મળી આવ્યા હતા.
સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો
ઘટનાની જાણ થતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ ડ્રોન ચીની બનાવટનું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સરહદી વિસ્તાર હોવાના કારણે સુરક્ષા દૃષ્ટિએ આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
ડ્રોન અહીં કેવી રીતે પહોંચ્યુ તેની તપાસ તેજ
પોલીસે ડ્રોનને જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ આ ડ્રોન અહીં કેવી રીતે પહોંચ્યું અને તેના પાછળ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોડાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો- Breaking News : સુરતના વેસુમાં બિલ્ડિંગના 9માં માળે આગ લાગી, ફાયર વિભાગની 10થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી, જુઓ Video
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
