News9 Global Summit : શાહરૂખ ખાન અને ભારતીય સિનેમા વિશે શું વિચારે છે જર્મન ? ગ્લોબલ સમિટમાં જણાવ્યું

|

Nov 22, 2024 | 1:02 PM

દેશના સૌથી મોટા ન્યુઝ નેટવર્ક TV9ના ન્યુઝ9 ગ્લોબલ સમિટમાં ઈન્ડિયા સિનેમા વિશે વાત થઈ હતી. આ દરમિયાન એલિવર માને શાહરુખ ખાનની વિશે વાત કરી હતી. આ સાથે સ્લમડોગ મિલેનિયરને એક બેસ્ટ ફિલ્મ બતાવી હતી.

News9 Global Summit : શાહરૂખ ખાન અને ભારતીય સિનેમા વિશે શું વિચારે છે જર્મન ? ગ્લોબલ સમિટમાં જણાવ્યું

Follow us on

21 નવેમ્બરથી જર્મનીમાં ભારતના નંબર-1 ન્યુઝ નેટવર્ક TV9ના ન્યુઝ9 ગ્લોબલ સમિટનું શરુઆત થઈ ચૂકી છે. આ ઈવેન્ટમાં સિનેમાને લઈને પણ એક સેશન રાખવામાં આવ્યું હતુ. જેમાં Wurttemberg Film Oceના બોર્ડ ચેરમેન ઓલિવર માન અને Constantin Film AGના મેનેજિંગ ડાયરેક્ટર ફરેડરિક રેડમેને ઈન્ડિયન સિનેમા પર વાત કરી હતી.

આ સેશનમાં શાહરુખ ખાન વિશે પણ વાત કરવામાં આવી હતી. ઓળિવરનું માનવું છે કે, જર્મનીમાં શાહરુખ ખાનને મોટા ભાગના લોકો જાણે છે. જર્મનીમાં તેના અનેક મિત્રો પણ છે. તેમણે એ પણ કહ્યું કે, હજુ પણ ઈન્ડિયન સ્ટાર્સને અહિ લાવવા પડશે અને તેમને જર્મનીના યુવાનો સાથે પરિચય કરાવવો પડશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

 

 

ઈરફાન ખાન અને તેના પુત્રનો ઉલ્લેખ

તેમણે ભારતીય ફિલ્મના વખાણ કરતા કહ્યું કે, ફિલ્મ જર્મનીમાં વધુ પસંદ કરવામાં આવે છે. ઓલિવરમાને ઈરફાન ખાન અને તેના પુત્રનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું જર્મન ફિલ્મ પ્રેમી ઈરફાન ખાનને જાણતા ન હતા પરંતુ તેમણે જર્મનીમાં બબલિ ખાનનું શાનદાર સ્વાગત કર્યું હતુ.

 

 

ઈન્ડિયન થિયેટર્સમાં તાળીઓનો ગળગળાટ થાય છે

આ દરમિયાન ફરેડપિક રેડમેને કહ્યું કે, જર્મનીના લોકો માટે ઈન્ડિયા એક ખાસ સ્થળ છે. મે ત્યાં જોયું છે કે, ફિલ્મ સ્ટાર જ્યારે મોટા પડદાં પર આવે છે તો લોકો તાળિયો પાડે છે પરંતુ જર્મનીમાં આવું થતું નથી. તેમણે એ પણ કહ્યું કે, સ્લમડોગ મિલેનિયર સહિત અનેક એવી ફિલ્મો છે. જે સીધી દિલને સ્પર્શી જાય છે.

 

 

તેમણે કહ્યું કે, ઈન્ડિયન ફિલ્મોમાં તે કલ્ચરની ઝલક જોવા મળે છે.ત્યાંની ફિલ્મોમાં ગીતો હોય છે. પરંતુ અમારી ફિલ્મોમાં ગીત હોતા નથી. બંન્ને દેશની સ્ટોરી ટેલિંગ અલગ છે. ઈન્ડિયન ફિલ્મોને હજુ પણ મોટા લેવલ પર લઈ જવા માટે વિચારવું જોઈએ.Tibetan બ્લુ એડવાઈઝરી સર્વિસેજના ફાઉન્ડર Jay Frankovichએ કહ્યું કે, ભારત કન્ટેટને પ્રોત્સાહન આપી રહ્યું છે. અને કન્ટેન પાછળ પૈસા લગાવી રહ્યા છે.

ન્યુઝ ગ્લોબલ સમિટમાં પહેલા દિવસે દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ સામેલ થયા હતા. તેમણે ભારત અને જર્મની સતત વિકાસ માટે રોડમેપ પર પોતાના વિચાર રાખ્યા હતા. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, VfB Stuttgartના ચીફ માર્કેટિંગ એન્ડ સેલ્સ ઓફિસ્ર rouven kasper સહિત અન્ય મોટી હસ્તિઓ આ સમિટમાં સામેલ થઈ હતી.

Next Article