ભારત-ચીન 14માં તબક્કાની સૈન્ય વાતચીત માટે સહમત, હોટ સ્પ્રિંગથી પીછેહઠ કરવાનો મુદ્દો રહેશે અગ્રતાએ
પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલી સરહદની સમસ્યાને ઉકેલવા માટે ભારત અને ચીન સૈન્ય સ્તરની વાતચીતના વધુ એક રાઉન્ડ માટે સંમત થયા છે. જો કે 14માં તબક્કાની વાતચીતની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. પરંતુ ભારતનો પ્રયાસ એજન્ડા શરૂ કરવાનો છે જ્યાંથી 10 ઓક્ટોબરે 13માં તબક્કાની વાતચીત અધવચ્ચે જ છોડી દેવામાં આવી હતી.
આ વાતચીતમાં ભારતીય પક્ષ આ વખતેપણ ચીની પક્ષને કોન્કા લા નજીકના હોટ સ્પ્રિંગથી તેમના સૈનિકોને પરત ફરવા માટે તૈયાર કરવા પ્રયાસ કરશે. આ સાથે જ ગત વર્ષે એપ્રિલથી પહેલાની જેમ તેના બે વિસ્તારો ચાર્ડીંગ નુલ્લા જંક્શન અને ડેપસંગમાં ભારતીય સૈનિકોની પેટ્રોલિંગ શરૂ કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે. પરંતુ પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ અત્યાર સુધી આ બંને માંગણીઓ પર જડ વલણ અપનાવ્યું છે.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને પક્ષો 14 મી રાઉન્ડની સૈન્ય વાટાઘાટો માટે સંમત થયા છે. બંને પક્ષોનું લક્ષ્ય હાલના દ્વિપક્ષીય કરાર અને પ્રોટોકોલ મુજબ પશ્ચિમી ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર રહેલા તણાવ ઓછો કરવાનોઅને જવાનોને પીછે હટ કરવાનો છે. મંત્રાલયે જણાવ્યું કે, ભારત-ચીન બોર્ડર અફેર્સ પર પરામર્શ અને સમન્વય માટે કાર્યકારી મિકેનિઝમના માળખા હેઠળ રાજદ્વારી સંવાદ પણ થશે.
મડાગાંઠ ઘટાડવા માટે અત્યાર સુધી 13 રાઉન્ડની મંત્રણા યોજાઈ છે. આ વાટાઘાટો દરમિયાન પરસ્પર કરાર થયા પછી બંને પક્ષોએ ગયા વર્ષે ઓગસ્ટમાં ગોગરા વિસ્તારમાંથી અને ફેબ્રુઆરીમાં પેંગોંગ તળાવની ઉત્તરી અને દક્ષિણ કાંઠેથી સૈન્ય પાછું ખેંચી લીધું હતું.
10 ઓક્ટોબરે બેઠક બાદ ચીને તેના સત્તાવાર માધ્યમ દ્વારા ઉંધી ચોર કોટવાલને ઠપકો આપવાનું કામ કર્યું હતું. ચીની મીડિયા ગ્લોબલ ટાઇમ્સે પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાન્ડને ટાંકીને કહ્યું કે ભારત ગેરવાજબી માંગણીઓ દ્વારા વાતચીતમાં મુશ્કેલીઓ ઉભી કરી રહ્યું છે.
અખબાર અનુસાર 13 મી રાઉન્ડની બેઠકમાં પીએલએ હોટ સ્પ્રિંગ્સમાં વિસર્જનની સમસ્યાને ઉકેલવામાં અપૂરતા પગલાંનો આશરો લીધો હોવાનું માનવામાં આવે છે. ચીની સૈન્યએ એપ્રિલ 2020 સુધી તેના સ્થાયી આધાર પર પાછા ફરવા અથવા યથાવત્ સ્થિતિને પુનઃ સ્થાપિત કરવાનો ઇનકાર કર્યો હતો.
મે 2020 માં PLA એ પૂર્વ લદાખના પેંગોંગ ત્સો, ઉત્તરીય કિનારીઓ, ગલવાન, ગોગરા અને હોટ સ્પ્રિંગ્સમાં પરિસ્થિતિને એકતરફી બદલવા માટે મોટી સંખ્યામાં સૈનિકોનો ઉપયોગ કર્યો. લદ્દાખમાં 1597 કિમી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) સાથે 1959ની નકારીકાઢવામાં આવેલી લાઇનને લાગુ કરવાના પ્રયાસમાં ચીને આ પગલું ભર્યું હતું.