T20 World Cup, Ind vs Pak: કોણ કપાયુ, કોણ સમાયુ ! તમે જ પસંદ કરો તમારી ટીમ, જો તમે કેપ્ટન હોય તો કેવી હોઇ શકે અંતિમ ઇલેવન ?
India vs Pakistan: કોને મૂકાયા પડતા અને કોનો કરાયો સમાવેશ, કોનો થયો યોગ્ય સમાવેશ અને કોનો થયો અયોગ્ય સમાવેશ. આ બધુ છોડો અને બનાવો પોતાની પ્લેયીંગ ઇલેવન અને મેચના રોમાંચને માણવાનો આનંદ વધારો.
રવિવારે વોલ્ટેજ હાઇ છે, એ દિવસે ક્રિકેટનો મહાસંગ્રામ છે. ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની મેચ રમાનારી છે. આ મેચ સાથે જ ભારતીય ટીમ ટી20 વિશ્વકપ (T20 World Cup 2021) માં પોતાનુ અભિયાન શરુ કરશે. ભારતીય ટીમે (Team India) આ માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. બાબરના પતન થી લઇને પાકિસ્તાનના આક્રમણનો સામનો કરવા સુધીની યોજનાઓ ઘડાઇ ચુકી છે. મેંટર ધોની (Dhoni), વિરાટ કોહલી (Virat Kohli) અને રવિ શાસ્ત્રીના મનમાં અંતિમ પ્લેયીંગ ઇલેવનમાં પણ નિશ્વિત મનાય છે.
પરંતુ હવે સવાલ એ છે કે, તમે પ્લેયીંગ ઇલેવન થી કેટલા સંતુષ્ટ હશો. જો તમે જ કેપ્ટન હોય તો તમારી પ્લેયીંગ ઇલેવન કેવી હોઇ શકે. તમે જાતે જ એક પ્લેયીંગ ઇલેવન નક્કિ કરો અને ભારતીય ટીમની સફળતાના મુદ્દાઓ બનાવો. સામાન્ય રીતે જ્યારે પણ મહત્વની મેચ હોય ત્યારે ક્રિકેટના અનેક ચાહકો કોને પડતો મૂક્યો અને કયા ખેલાડીનો સમાવેશ કરાયો તેની ચર્ચા સ્વભાવિક રીતે કરતા હોય છે.
ચર્ચમાં કયા ખેલાડીનો ખોટો સમાવેશ કરાયો તેની પણ ચર્ચા ખૂબ રહેતી હોય છે. એવી જ રીતે જ્યારે કોઇ ખેલાડી સફળ નિવડે તો, એ જ ખેલાડીની ટીમમાં પસંદગી થવી એ યોગ્ય જ હોવાના દાવા કરવામાં આવતા હોય છે. આવી સ્થિતીમાં મેચનો આનંદ વધારવા અને મેચમાં પોતાની ટીમનો રોમાંચ માણવા માટે પોતાના મનની પ્લેયીંગ ઇલેવન હોવી એ અલગ જ આનંદ આપતી હોય છે.
ભારતીય ટીમ કે જેની ટી20 વિશ્વકપ માટે પસંદગી કરવામાં આવી છે. જે ખેલાડીઓમાંથી અંતિમ પ્લેયીંગ ઇલેવન નક્કી થવાની છે. તમે પણ પસંદ કરો પોતાના અનુભવને આધારે ખેલાડીઓ અને ટીમ સિલેકશનનો તમે પણ સંતોષ માણો. અહી પાકિસ્તાનની ટીમ પણ દર્શાવીએ છીએ. હરીફ ટીમને પણ અંદાજશો કે પોતાની સામે કેવી ટીમ હોઇ શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી
સ્ટેન્ડ બાય પ્લેયરઃ શ્રેયસ ઐય્યર, દીપક ચાહર, અક્ષર પટેલ
#IndvsPak: Squads of #India and #Pakistan for #T20WorldCup #TV9News #INDvPAK #TeamIndia #Cricket pic.twitter.com/GpVYkqd2Xg
— tv9gujarati (@tv9gujarati) October 22, 2021
પાકિસ્તાન ક્રિકેટ ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), શાહદાબ ખાન, આસિફ અલી, હરીસ રઉફ, હસન અલી, ઇમાદ વાસીમ, મોહમ્મદ હાફિઝ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વાસિમ જૂનિયર, શાહિન શાહ આફ્રિદી, હૈદર અલી, સરફરાઝ અહેમદ, ફખર ઝમાન અને શોએબ મલિક.