AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: તેહરાનમાં ધડાકા અને ખામેનેઈ ગાયબ! ઈઝરાયેલ-અમેરિકાના સંયુક્ત હુમલાથી ઈરાનમાં મચ્યો હાહાકાર

ઈરાન પર હુમલાની સાથે જ ઇઝરાયેલ સંરક્ષણ દળે (IDF) પોતાના દેશની અંદર પણ યુદ્ધના ધોરણે સુરક્ષા વધારી દીધી છે. એવામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ તેહરાનમાંથી ગાયબ થઈ ગયા છે.

Breaking News: તેહરાનમાં ધડાકા અને ખામેનેઈ ગાયબ! ઈઝરાયેલ-અમેરિકાના સંયુક્ત હુમલાથી ઈરાનમાં મચ્યો હાહાકાર
| Updated on: Feb 28, 2026 | 12:55 PM
Share

ઈરાન પર હુમલાની સાથે જ ઇઝરાયેલ સંરક્ષણ દળે (IDF) પોતાના દેશની અંદર પણ યુદ્ધના ધોરણે સુરક્ષા વધારી દીધી છે. સમગ્ર ઇઝરાયેલમાં સાયરન વગાડીને જનતાને સતર્ક કરવામાં આવી છે.

તણાવ વધી ગયો

સેનાએ લોકોના મોબાઈલ ફોન પર સીધા એલર્ટ મોકલીને સૂચના આપી છે કે, તેઓ સુરક્ષિત સ્થળો અને બંકરોની નજીક રહે. IDF એ સ્પષ્ટ કર્યું છે કે, આ એક ‘પ્રોએક્ટિવ એલર્ટ’ છે, જેથી ઈરાન તરફથી સંભવિત મિસાઈલ હુમલાઓથી નાગરિકોને બચાવી શકાય.

ઇઝરાયેલી સેનાએ જનતાને અપીલ કરી છે કે, તેઓ કોઈપણ કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહે અને સુરક્ષા પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરે. આ વિસ્તારમાં સ્થિતિ બદલાઈ રહી છે અને તણાવ ઘણો વધી ગયો છે.

હુમલાઓ વચ્ચે સુરક્ષા એલર્ટ જારી

ઇઝરાયેલ પર વધતા હુમલાઓ વચ્ચે IDF અને હોમ ફ્રન્ટ કમાન્ડે દેશવાસીઓ માટે સુરક્ષા એલર્ટ જારી કરીને નવી માર્ગદર્શિકા (ગાઈડલાઈન્સ) લાગુ કરી છે. આજે સવારે 08:00 વાગ્યાથી અમલી બનેલા આ નિયમો હેઠળ સમગ્ર દેશને ‘ફુલ એક્ટિવિટી’ મોડમાંથી હટાવીને ‘એસેન્શિયલ એક્ટિવિટી’ મોડ પર મૂકવામાં આવ્યો છે, જેના પરિણામે શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાની સાથે જાહેર મેળાવડા અને સામાન્ય કાર્યસ્થળો પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

ખામેનેઈ ક્યાં છે?

હવે માત્ર અતિ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા ક્ષેત્રોને જ સંચાલનની મંજૂરી આપવામાં આવશે અને સરકારે સામાન્ય નાગરિકોને નેશનલ ઇમરજન્સી પોર્ટલ તેમજ સત્તાવાર એપ દ્વારા પળેપળની સૂચનાઓનું પાલન કરવા સખત નિર્દેશ આપ્યા છે. ઇઝરાયેલના અહેવાલો મુજબ, ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ હાલમાં તેહરાનમાં નથી અને તેમને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે.

Breaking News: ઈરાનના હવાઈ હુમલા બાદ ઈઝરાયલે ઈમરજન્સી કરી જાહેર, ગૂંજ્યા સાયરન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">