AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહ ના જોશો, અત્યારે જ ટિકિટ બૂક કરો… અક્ષય-પ્રિયદર્શનની ‘ભૂત બંગલા’ એ બોલિવૂડની ડૂબતી નૈયા બચાવી

17 એપ્રિલે એટલે કે આજ રોજ અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ હોરર-કોમેડી ફિલ્મ 'ભૂત બંગલા' મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. શરૂઆતી શો જોઈને નીકળેલા દર્શકો અને સમીક્ષકોનું માનીએ તો, આ ફિલ્મ મનોરંજનનું એક જબરદસ્ત પેકેજ સાબિત થઈ રહી છે.

રાહ ના જોશો, અત્યારે જ ટિકિટ બૂક કરો... અક્ષય-પ્રિયદર્શનની ‘ભૂત બંગલા’ એ બોલિવૂડની ડૂબતી નૈયા બચાવી
| Updated on: Apr 17, 2026 | 3:50 PM
Share

17 એપ્રિલે એટલે કે આજ રોજ અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’ મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. લગભગ 14 વર્ષ પછી પ્રિયદર્શન અને અક્ષયની જોડીને સાથે જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શરૂઆતી શો જોઈને નીકળેલા દર્શકો અને સમીક્ષકોનું માનીએ તો, આ ફિલ્મ મનોરંજનનું એક જબરદસ્ત પેકેજ સાબિત થઈ રહી છે. થિયેટરમાંથી આવી રહેલા પ્રતિભાવો સંકેત આપી રહ્યા છે કે, અક્ષય કુમાર પોતાના જૂના ‘વિન્ટેજ’ અંદાજમાં પાછો ફર્યો છે.

દર્શકોનો પ્રતિભાવ

દર્શકોનું કહેવું છે કે, ‘ભૂત બંગલા’ તેમને ‘ભૂલ ભુલૈયા’ના સોનેરી દિવસોની યાદ અપાવી રહી છે. સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને સકારાત્મક માહોલ બનેલો છે. મોટાભાગના દર્શકોએ તેને 5 માંથી 3.5 સ્ટાર આપ્યા છે. એક યુઝરના જણાવ્યા અનુસાર, ફિલ્મનો પહેલો ભાગ અત્યંત મનોરંજક અને નોન-સ્ટોપ જોક્સથી ભરેલો છે, જે દર્શકોને હસાવી હસાવીને લોથપોથ કરી દે છે.

ઈન્ટરવલ પર આવતો એક ટ્વિસ્ટ વાર્તાને સંપૂર્ણપણે બદલી નાખે છે. બીજા ભાગમાં ફિલ્મ થોડી ગંભીર અને ડાર્ક બની જાય છે, જ્યાં એક બેકસ્ટોરી સામે આવે છે. કેટલાક લોકોનું માનવું છે કે, સેકન્ડ હાફ થોડો લાંબો ખેંચાયો છે પરંતુ પ્રિયદર્શનની સિગ્નેચર હ્યુમરે ફિલ્મની પકડ નબળી પડવા દીધી નથી.

શું કહ્યું તરણ આદર્શ અને ટ્રેડ એક્સપર્ટ્સે?

ફિલ્મ સમીક્ષક (Film Critic) તરણ આદર્શે ‘ભૂત બંગલા’ને એક એન્ટરટેઈનર ગણાવીને તેને 3.5 રેટિંગ આપ્યું છે. તેમણે ફિલ્મની પ્રશંસા કરતા લખ્યું કે, અક્ષય-પ્રિયદર્શનની જોડી ફરી એકવાર આશા પર ખરી ઉતરી છે. તેમણે ખાસ કરીને ફિલ્મના ડરામણા વાતાવરણ અને શાનદાર VFXના વખાણ કર્યા.

તરણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ફિલ્મની શરૂઆત વર્ષ 1979ની સુપરહિટ ‘જાની દુશ્મન’ની યાદ અપાવે છે પરંતુ ‘વધુસુર’નું રહસ્ય અને નવી નવવધૂઓના ગાયબ થવાની વાર્તા તેને એક નવી દિશા આપે છે. બીજી તરફ, ટ્રેડ એનાલિસ્ટ જોગિન્દર ટુટેજાએ ફિલ્મને “બેંગર” ગણાવતા તેમાં આવતા વળાંકોની પ્રશંસા કરી છે.

વધુસુરનું રહસ્ય અને ટેકનિકલ પાસું

ફિલ્મની સૌથી મોટી તાકાત તેની પૌરાણિક કથા અને ‘વધુસુર’ નામના રાક્ષસની બેકસ્ટોરી હોવાનું કહેવાય છે. દર્શકોને વધુસુરનું પાત્ર અને તેને પડદા પર બતાવવા માટે વપરાયેલું VFX ઘણું પ્રભાવશાળી લાગ્યું છે. પ્રિયદર્શને જે રીતે લોકકથાઓ અને મોર્ડન થ્રિલરનું મિશ્રણ કર્યું છે, તે દર્શકોને અંત સુધી જકડી રાખે છે. કલાકારોના અભિનયની વાત કરીએ તો રાજપાલ યાદવ અને પરેશ રાવલની હાજરીએ ફિલ્મના હાસ્યના પાસાને વધુ મજબૂત બનાવી દીધું છે.

‘Box Office’ પર શાનદાર શરૂઆત

આંકડાઓની વાત કરીએ તો, ‘ભૂત બંગલા’એ બોક્સ ઓફિસ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ‘સેકનિલ્ક’ (Sacnilk) અનુસાર, ફિલ્મ ભારતભરમાં લગભગ 3,478 શોમાં ચાલી રહી છે. સવારના શરૂઆતી કલાકોમાં જ ફિલ્મે ₹1.00 કરોડનું નેટ કલેક્શન કરી લીધું છે, જેનાથી તેનું કુલ ગ્રોસ કલેક્શન ₹1.18 કરોડ સુધી પહોંચી ગયું છે.

નિષ્ણાતોનો અંદાજ છે કે, સકારાત્મક ‘વર્ડ ઓફ માઉથ’ને કારણે સાંજના શોમાં અને વીકેન્ડમાં ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. કુલ મળીને ‘ભૂત બંગલા’ અક્ષય કુમારની કારકિર્દી માટે સંજીવની સાબિત થતી દેખાઈ રહી છે.

Breaking News : કોણ છે રણબીર કપૂરનો સાઢુ ભાઈ, મહેશ ભટ્ટનો મોટો જમાઈ અને આલિયા ભટ્ટના જીજાજી, જુઓ ફોટો

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">