Corona Update: ભારતીય વિદ્યાર્થીઓના પ્રદર્શન પર ચીન બોલ્યું: ‘કોવિડ-19 ને રોકવા માટે ટ્રાવેલ બેન સિવાય કોઈ વિકલ્પ નહીં

ચાઇનીઝ કોલેજોમાં અભ્યાસ કરતા 23,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ સિવાય સેંકડો ઉદ્યોગપતિઓ, કર્મચારીઓ અને તેમના પરિવારો ગયા વર્ષથી ભારતથી ચીન જઇ શક્યા નથી

Corona Update: ભારતીય વિદ્યાર્થીઓના પ્રદર્શન પર ચીન બોલ્યું: 'કોવિડ-19 ને રોકવા માટે ટ્રાવેલ બેન સિવાય કોઈ વિકલ્પ નહીં
Chinese Foreign Ministry Spokesperson Hua Chunying
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 7:29 AM

ચીને (China) મંગળવારે કહ્યું હતું કે તેની પાસે કોવિડ -19 (Covid-19) ને રોકવા માટે મુસાફરી પ્રતિબંધ (Travel Ban) જેવા પગલાં લેવા સિવાય “કોઈ વિકલ્પ નથી”. નવી દિલ્હીમાં ચીની દૂતાવાસ સામે ભારતીય વિદ્યાર્થીઓના પ્રદર્શન પર ચીને પ્રતિક્રિયા આપી હતી. આ વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે ચીન પરત ફરવા માંગે છે.

ચીનનો પ્રતિસાદ એવા સમયે આવ્યો છે જ્યારે મેડિકલ વિદ્યાર્થીઓએ (Medical Students) સોમવારે દિલ્હીમાં ચાઇનીઝ એમ્બેસી (Chinese Embassy in India ) સામે વિરોધ પ્રદર્શન (Protest) કર્યું હતું અને બેઇજિંગને અભ્યાસ માટે દેશમાં પરત ફરવાની પરવાનગીની માંગણી કરી હતી. જ્યારે દિલ્હીમાં ભારતીય વિદ્યાર્થીઓના પ્રદર્શન વિશે તેમની પ્રતિક્રિયા માટે પૂછવામાં આવ્યું ત્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનિંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “કોરોના વાયરસનું સંક્રમણ વિશ્વના ઘણા ભાગોમાં હજુ પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેથી, આ સંદર્ભમાં, ચીની સરકાર પાસે મુસાફરી પ્રતિબંધો લાદવા સિવાય કોઈ વિકલ્પ નથી.

તેમણે કહ્યું કે પરિસ્થિતિ અનુસાર, ચીન તેના નાગરિકો અને વિદેશી પ્રવાસીઓની સલામતી અને આરોગ્યને ધ્યાનમાં રાખીને કોઈપણ પગલા લઈ રહ્યું છે. ચુનિંગે કહ્યું, “હું એ વાત પર ભાર મૂકવા માંગુ છું કે ચીનમાં નિવારણ અને નિયંત્રણના પગલાં દેશના નાગરિકો સહિત તમામ આવતા પ્રવાસીઓને લાગુ પડે છે.”

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

23 હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત ગયા અઠવાડિયે, ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસરીએ ચીનની લાંબી કડક મુસાફરી પ્રતિબંધોની ટીકા કરતા કહ્યું હતું કે, “હાલમાં ભારતીય વિદ્યાર્થીઓ, વેપારીઓ, દરિયાઈ ક્રૂ અને નિકાસકારો દ્વારા સામનો કરવામાં આવી રહેલી ઘણી સમસ્યાઓથી અમે ચિંતિત છીએ.” આવૈજ્ઞાનિક અભિગમ જોઈને હું નિરાશ છું.

ચાઇનીઝ કોલેજોમાં અભ્યાસ કરતા 23,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ સિવાય સેંકડો ઉદ્યોગપતિઓ, કર્મચારીઓ અને તેમના પરિવારો ગયા વર્ષથી ભારતથી ચીન જઇ શક્યા નથી. પ્રતિબંધોના પરિણામે ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી હતી. કેટલાક લોકો તેમના પરિવારથી દૂર પણ ગયા.

એક દિવસ પહેલા ભારતીયો સામે વિઝા પ્રતિબંધોનો બચાવ કરતા, ચીને કહ્યું હતું કે કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે તે “વાજબી” છે અને તે એકલા ભારતને લાગુ પડતું નથી પરંતુ તે વિદેશથી પરત આવતા ચીની નાગરિકોને પણ લાગુ પડે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનીંગે નજીકના ભવિષ્યમાં પણ પ્રતિબંધ હળવો કરવાની સંભાવનાને નકારી કાઢી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં કૃષ્ણનગર પોલીસે દુષ્કર્મ કેસમાં એક આરોપીની ધરપકડ કરી

આ પણ વાંચો:  IPO : આ કંપની 3 દિવસ માટે આપી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">