લંડન ન્યુઝ: બ્રિટનમાં દિવાળીની ઉજવણી, વડાપ્રધાન ઋષિ સુનકે દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
ઋષિ સુનકે કહ્યું કે દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશની જીત તરીકે ઉજ્જવળ આવતીકાલનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે પ્રથમ બ્રિટિશ એશિયન વડાપ્રધાન અને કટ્ટર હિંદુ તરીકે હું આશા રાખું છું કે દિવાળીનો તહેવાર વંશીય અને સાંસ્કૃતિક વિવિધતાનો તહેવાર છે, જે બ્રિટનને વિશેષ બનાવે છે.
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે શનિવારે દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન સુનકે શુભકામનાઓ આપી અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરી. વડાપ્રધાન ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ પરથી શુભેચ્છા સંદેશ જાહેર કર્યો હતો. ઋષિ સુનક પોતે હિંદુ છે અને તેઓ હિંદુ ધર્મને ઘણું મહત્વ આપે છે. તેમણે હિંદુઓને દિવાળી અને શીખોને બંદી છોડ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
બ્રિટિશ વડાપ્રધાને ભારતીય વારસાનો ઉલ્લેખ કર્યો
43 વર્ષીય વડાપ્રધાન સુનાકે 10 ડાઉનિંગ સ્ટ્રીટથી બ્રિટન અને વિશ્વભરના હિંદુઓ અને શીખો માટેના પરંપરાગત ઉજવણી સંદેશમાં તેમના ભારતીય વારસાનો ઉલ્લેખ કર્યો હતો. તેમની શુભકામનાઓમાં તેમણે ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરી હતી. સુનકે કહ્યું કે દુનિયાભરમાં અને સમગ્ર યુકેમાં ઉજવણી કરતા દરેકને દિવાળીની શુભકામનાઓ. સાથે શીખ સમુદાયના લોકોને બંદી છોડ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.
ઋષિ સુનકે કહ્યું કે દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશની જીત તરીકે ઉજ્જવળ આવતીકાલનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે પ્રથમ બ્રિટિશ એશિયન વડાપ્રધાન અને કટ્ટર હિંદુ તરીકે હું આશા રાખું છું કે દિવાળીનો તહેવાર વંશીય અને સાંસ્કૃતિક વિવિધતાનો તહેવાર છે, જે બ્રિટનને વિશેષ બનાવે છે.
મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
અગાઉ, પીએમ ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળી સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શનમાં ભારતના ઘણા પ્રખ્યાત લોકોએ હાજરી આપી હતી. તેમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના અને પ્રીતિ ઝિન્ટા સહિત અન્ય ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.
આ પણ વાંચો લંડનમાં મેયર પદને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર, ભારતીય મૂળના તરુણ ગુલાટીનું પલડું ભારે
વડાપ્રધાન કાર્યાલય રોશનીથી ઝળહળી ઉઠ્યું
દિવાળીને લઈને વડાપ્રધાન કાર્યાલયને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે. તેમજ ઋષિ સુનકે ચાર્જ સંભાળ્યાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. જેના કારણે અહીં પણ દિવાળીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો