નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે 18મી ફેબ્રુઆરીને રવિવારે સાંજે 4:50 વાગ્યાની આસપાસ અફઘાનિસ્તાનમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના પ્રાથમિક અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બિંદુ મઝાર-એ-શરીફ નજીક 36.68 અક્ષાંશ અને 66.75 રેખાંશ પર સ્થિત હતું, ભૂંકપનું ઉદગમ સ્થાન 15 કિમી ઊંડાઈએ હતુ. ભૂકંપના આચંકાના કારણે નુકસાન અથવા જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલો હજુ સુધી સામે આવ્યા નથી.
Earthquake of Magnitude:5.1, Occurred on 18-02-2024, 16:50:32 IST, Lat: 36.68 & Long: 66.75, Depth: 15 Km ,Location: Afghanistan, for more information Download the BhooKamp App https://t.co/3Xesd8rqXe @Indiametdept @ndmaindia @KirenRijiju @Dr_Mishra1966 @Ravi_MoES @moesgoi pic.twitter.com/7Ypyt5c1Dy
— National Center for Seismology (@NCS_Earthquake) February 18, 2024
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે, રવિવારે સાંજે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જો કે હજુ સુધી ભૂકંપના કારણે, લોકોની જાનમાલના નુકસાન અંગેના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી. અફધાનિસ્તાનના મજાર એ શરીફ નજીક ઉદગમબિંદુ ધરાવતા ભૂંકપની હળવી ધ્રુજારી પાકિસ્તાન સુધી અનુભવાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ પહેલા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ઈસ્લામાબાદ નજીક શનિવારે 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે શનિવારે સવારે ઇસ્લામાબાદ નજીક રિક્ટર સ્કેલ પર 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ 190 કિલોમીટર નોંધાઈ હતી. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી.
Published On - 7:45 pm, Sun, 18 February 24