લો બોલો, નવાઝ શરીફ જે વિમાનમાં પાકિસ્તાન આવ્યા તે વિમાનમા થઈ ચોરી, એર હોસ્ટેસે આખુ વિમાન ખુંદી નાખ્યું, જુઓ Video

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ જે વિમાનમાં બેસીમાં પાકિસ્તાન આવ્યા તેમાં કેટલીક ઘટનાઓ ઘટી હતી. નવાઝ શરીફની સાથે લંડનથી પાકિસ્તાન આવેલા એક નેતા વિમાનમાં જ બિમાર પડી ગયા. તો બીજી બાજુ શરીફની પાર્ટીના એક નેતાનો સામાન ચોરાઈ ગયો હતો. આ બધી ધટનાઓને કારણે શરીફનુ વિમાન એક કલાક મોડુ પાકિસ્તાનના ઈસ્લામાબાદ પહોચ્યું હતું.

લો બોલો, નવાઝ શરીફ જે વિમાનમાં પાકિસ્તાન આવ્યા તે વિમાનમા થઈ ચોરી, એર હોસ્ટેસે આખુ વિમાન ખુંદી નાખ્યું, જુઓ Video
Nawaz Sharif
Image Credit source: PTI
| Edited By: | Updated on: Oct 22, 2023 | 11:39 PM

પાકિસ્તાનમાંથી એક ચોંકાવનારો કિસ્સાનો વીડિયો સામે આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ 4 વર્ષ બાદ, ગઈકાલ 21 ઓક્ટોબરે પોતાના દેશ પાકિસ્તાન પહોંચ્યા હતા. પરંતુ નવાઝ શરીફ જે ફ્લાઈટમાં લંડનથી દુબઈ થઈને પાકિસ્તાન પહોંચ્યા હતા. તે ફ્લાઈટમાં તેમના પક્ષના એક નેતાનો સામાન ચોરાઈ ગયો હતો. ફ્લાઈટમાં નેતાનો સામાન ગુમ થઈ ગયો હતો અને આખા વિમાનમાં એર હોસ્ટેસે શોધખોળ કરવા છતા ના મળતા આખરે સામાન ચોરાઈ ગયો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

સમગ્ર વિમાનની શોધખોળ કરવામાં આવી હતી

નવાઝ શરીફની પાર્ટીના નેતાનો સામાન ના મળતા, તેમણે એર હોસ્ટેસને આ અંગે જાણ કરી હતી. એર હોસ્ટેસે સમગ્ર ફ્લાઈટની ચકાસણી કરી હતી. આ દરમિયાન વિમાનમાં કેટલાક મુસાફરોએ એકબીજા સાથે ધક્કામૂક્કી પણ પણ કરી હતી. ચોરાઈ ગયેલા સામાની શોધખોળ કરતી એરહોસ્ટેસ અને ફ્લાઈટમાં ધક્કા મૂક્કી કરતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ ઈમરાન ખાનના સમર્થકો પણ ફ્લાઈટમાં બેઠા હતા અને નવાઝ શરીફને જોઈને ઈમરાન ખાનના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા.

જુઓ વીડિયો


નવાઝ શરીફ જે ફ્લાઈટ પાકિસ્તાન આવ્યા તેમાં એક પછી એક અનેક ઘટનાઓ બની હતી. નવાઝ શરીફની પાર્ટીના એક નેતા પણ ફ્લાઈટમાં બીમાર પડ્યા હતા. આ તમામ ઘટનાઓને કારણે ફ્લાઈટ 1 કલાકના વિલંબ બાદ ઈસ્લામાબાદ પહોંચી હતી. જે વ્યક્તિનો સામાન ચોરાયો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું તે નવાઝ શરીફની પાર્ટીના જ નેતા છે. તેઓ PMLN નેતા મલિક નૂર અવાન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમનો સામાન ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન ચોરાઈ ગયો હતો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો