AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન આવતા જ નરમ પડ્યા નવાઝ શરીફ, કહ્યું – આપણે ભારત સાથે સારા સંબંધો રાખવા પડશે

પાકિસ્તાન પરત આવ્યા પછી નવાઝ શરીફે કહ્યું કે, આપણે આપણા પડોશી દેશ સાથે સારા સંબંધો જાળવી રાખવા પડશે. દુનિયા સાથે તાલમેલ બહેતર બનાવવો પડશે. પાડોશીઓ સાથે લડીને આપણે પ્રગતિ કરી શકવાના નથી. આપણે આપણા પગ પર ઊભા રહેવાનું છે. આપણે કોમી એકતા મજબૂત કરવી પડશે.

પાકિસ્તાન આવતા જ નરમ પડ્યા નવાઝ શરીફ, કહ્યું - આપણે ભારત સાથે સારા સંબંધો રાખવા પડશે
Nawaz Sharif
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2023 | 9:27 AM
Share

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લગભગ ચાર વર્ષ બાદ શનિવારે સ્વદેશ પરત ફર્યા છે. લંડનથી પાકિસ્તાન પરત ફર્યાના થોડા કલાકો બાદ નવાઝે લાહોરમાં એક વિશાળ રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે ભારત સાથે સારા સંબંધો જાળવવાનો સંકેત આપ્યો હતો. નવાઝ શરીફે કહ્યું કે, આપણે આપણા પડોશીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવાના છે.

નવાઝ શરીફે કહી આવી વાત

દુનિયા સાથે તાલમેલ બહેતર બનાવવો પડશે. પાડોશીઓ સાથે લડીને આપણે પ્રગતિ કરી શકતા નથી. દુનિયા સાથે ખરાબ સંબંધો જાળવીને આપણે આપણા દેશને પ્રગતિના પંથે લઈ જઈ શકતા નથી. તેથી આપણે દરેક સાથે સારા સંબંધો રાખવા પડશે, તો જ આપણે આગળ વધી શકીશું. આપણે આપણા પગ પર ઊભા રહેવાનું છે. આપણી કોમી એકતા મજબૂત કરવી પડશે.

આપણે સારી વિદેશ નીતિ બનાવવી પડશે

પાકિસ્તાનમાં બેરોજગારીનો અંત લાવવો પડશે. આપણે સારી વિદેશ નીતિ બનાવવી પડશે. તો જ વસ્તુઓ સારી થશે. તમને જણાવી દઈએ કે છેલ્લા ચાર વર્ષ લંડનમાં વિતાવ્યા હતા. ત્યાર બાદ નવાઝ શનિવારે બપોરે ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. નવાઝ વર્ષ 2019માં પોતાની સારવાર માટે લંડન ગયા હતા. તે દરમિયાન તેને જેલની સજા થઈ હતી. તબીબી આધાર પર જામીન લેવામાં આવ્યા હતા. ત્યારથી લઈને આજે તે પોતાના દેશ પરત ફર્યો છે.

ઘરે પરત ફરતા નવાઝે શું કહ્યું?

ઘરે પરત ફર્યા બાદ નવાઝે કહ્યું કે, અમને માત્ર ન્યાય જોઈએ છે. અમે પહેલા પણ કહ્યું છે કે મેં બધું અલ્લાહ પર છોડી દીધું છે અને આજે પણ હું એ જ કહું છું. કેટલાક ઘા એવા હોય છે જે ક્યારેય રૂઝાઈ શકતા નથી. હું એવી વ્યક્તિ છું જેણે જેલ પણ જોઈ છે. રાજકારણના કારણે મેં મારી માતા અને મારી પત્નીને ગુમાવી છે. તમને જણાવી દઈએ કે શરીફ ભ્રષ્ટાચારના મામલામાં પાકિસ્તાનમાં જેલમાં સજા કાપી રહ્યા હતા. પાકિસ્તાનની કોર્ટે તેને 2019માં વિદેશ જવાની પરવાનગી આપી હતી.

આ પણ વાંચો : Pakistan Breaking News: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ચાર વર્ષ બાદ સ્વદેશ પરત ફર્યા, ઈસ્લામાબાદ પહોંચતા જ કહી આ મોટી વાત

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">