AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7000 વર્ષ પહેલાં પણ પૃથ્વી પર આંટાફેરા મારતા હતા એલિયન્સ ! આ દેશમાં મળ્યા પુરાવા

આ દેશમાં પુરાતત્વ વિભાગે 7000 વર્ષ જૂની માટીની એક મૂર્તિ શોધી કાઢી છે, જે હાલના એલિયન્સના ચિત્રણ સાથે મળતી આવે છે. ત્યારે આ ઘટનાએ ફરી એકવાર એવી ચર્ચા જગાવી છે કે હજારો વર્ષો પહેલા એલિયન્સના પૃથ્વી પર આંટાફેરા હતા.

7000 વર્ષ પહેલાં પણ પૃથ્વી પર આંટાફેરા મારતા હતા એલિયન્સ ! આ દેશમાં મળ્યા પુરાવા
Aliens
| Updated on: Dec 19, 2024 | 8:52 PM
Share

એલિયન એક એવો કોયડો છે, જેને લઈને દાવા તો અનેક કરવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. ત્યારે હવે જે હકીકત સામે આવી છે, તેણે ફરી એકવાર એવી ચર્ચા જગાવી છે કે હજારો વર્ષો પહેલા એલિયન્સના પૃથ્વી પર આંટાફેરા હતા. હકીકતમાં, કુવૈતમાં પુરાતત્વ વિભાગે 7000 વર્ષ જૂની માટીની એક મૂર્તિ શોધી કાઢી છે, જે હાલના એલિયન્સના ચિત્રણ સાથે મળતી આવે છે.

પુરાતત્વવિદોનું માનવું છે કે, ભલે આ મૂર્તિ આશ્ચર્યજનક લાગે, પરંતુ આ શૈલી પ્રાચીન મેસોપોટેમીયામાં સામાન્ય હતી. જો કે, કુવૈત અને આરબની ખાડીમાં મળી આવેલી આ પ્રકારની આ પહેલી મૂર્તિ છે.

પુરાતત્વવિદોને શું મળ્યું ?

ઉત્તર કુવૈતના પ્રાગઐતિહાસિક સ્થળ એવા બાહરા-1માં કુવૈત અને પોલેન્ડના પુરાતત્વવિદોની એક સંયુક્ત ટીમ 2009થી ખોદકામ કરી રહી હતી. આ અરબી દ્વીપકલ્પની સૌથી જૂની વસાહતમાંની એક હતી, જે ઈ.સ.પૂર્વે 5000 કે 5500 વર્ષો જૂની છે. જ્યાં એક મૂર્તિ મળી છે, જેની ત્રાંસી આંખો, સપાટ નાક અને લાંબી ખોપડી છે.

પુરાતત્વવિદોના મતે બાહરા-1માં ઉબેદ લોકોએ વસવાટ શરૂ કર્યો હતો. આ સંસ્કૃતિ મેસોપોટામીયામાં ઉત્પન્ન થઈ હતી. આ સંસ્કૃતિ તેના વિશિષ્ટ માટીના વાસણો માટે જાણીતી છે, જેમાં એલિયન જેવી મૂર્તિઓ સમાવેશ થાય છે. ટીમ લીડર અગ્નિઝ્કા સ્ઝિમ્કઝેકે જણાવ્યું હતું કે છઠ્ઠી સહસ્ત્રાબ્દી પૂર્વે અરબી અખાતમાં ઉબેદ નિયોલિથિક લોકો સાથે ભળી ગયા હતા.

ટીમને મળી મોટી સફળતા

લાઇવ સાયન્સે એક અહેવાલમાં યુનિવર્સિટી ઓફ વોર્સોના પોલિશ મેડિટેરેનિયન આર્કિયોલોજિકલ સેન્ટરના પુરાતત્વવિદ્ સ્ઝિમ્કઝાકને ટાંકીને જણાવ્યું હતું કે, મૂર્તિની શોધ સમગ્ર ટીમ માટે એક મોટું આશ્ચર્ય હતું.

શિકાગો યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, ઉબેદ શિલ્પમાં કેટલીકવાર ગરોળી, સાપ અથવા પક્ષીઓ જેવા માથા જોવા મળે છે, આ નવું શિલ્પ ઘણી રીતે જુદા જુદા અર્થોથી ભરેલું છે. ઓરેલી ડેમ્સ, બેલ્જિયમની ઘેન્ટ યુનિવર્સિટીના પૂર્વીય પુરાતત્વવિદ્, જેમણે ઉબેદ સર્પની મૂર્તિઓ પર પુસ્તક લખ્યું છે, કહે છે કે આ શોધ સામાજિક પ્રથાઓ સંબંધિત સંશોધન પ્રશ્નોને સ્પષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.

g clip-path="url(#clip0_868_265)">