નોર્મલ કોલેસ્ટ્રોલ હશે તો પણ આવી શકે છે હાર્ટ એટેક, જાણો તેનાથી બચવાના ઉપાય

Heart Attack : છેલ્લા કેટલાક મહિનાઓમાં એવું જોવામાં આવ્યું છે કે જે લોકો તંદુરસ્ત દેખાતા હોય છે અને તેમના આહારનું ધ્યાન રાખે છે તેમને પણ હાર્ટ એટેક આવે છે પણ આવું કેમ થઈ રહ્યું છે?

નોર્મલ કોલેસ્ટ્રોલ હશે તો પણ આવી શકે છે હાર્ટ એટેક, જાણો તેનાથી બચવાના ઉપાય
Healthcare tips
Image Credit source: ફાઇલ ફોટો
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jul 01, 2022 | 11:42 PM

કોરોના મહામારી પછી હાર્ટ એટેકના (Heart Attack) કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. નાની ઉંમરે લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. ઘણા કિસ્સામાં મોત પણ થઈ રહ્યા છે. હૃદયની બીમારીઓનું કારણ ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાવાનું માનવામાં આવે છે. જો કે હવે લોકો આ વિશે જાગૃત થયા છે અને તેઓ તેમના ટેસ્ટ કરાવે છે. મોટાભાગના લોકો કોલેસ્ટ્રોલની તપાસ કરાવે છે. જો તેમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધારે હોય તો તે હૃદય રોગની નિશાની છે અને હાર્ટ એટેકનો ખતરો પણ છે. આવી સ્થિતિમાં લોકો સાવચેતી રાખવા લાગે છે. જો કોલેસ્ટ્રોલનું (Cholesterol) સ્તર સામાન્ય હોય તો લોકો માને છે કે તેમને હૃદય રોગ નથી, પરંતુ એવું નથી.

આ લક્ષણો પર આપો ધ્યાન

1.છાતીનો દુખાવો

2.ડાબા ખભા અને હાથમાં દુખાવો

3.અચાનક પરસેવો

4.જડબામાં દુખાવો

5.પીઠનો દુખાવો

6.બેચેન થવું

શા માટે તંદુરસ્ત લોકોને પણ હાર્ટ એટેક આવે છે?

છેલ્લા કેટલાક મહિનાઓમાં એવું જોવામાં આવ્યું છે કે જે લોકો તંદુરસ્ત દેખાતા હોય છે અને તેમના આહારનું ધ્યાન રાખે છે તેમને પણ હાર્ટ એટેક આવે છે પણ આવું કેમ થઈ રહ્યું છે? હાર્ટ એટેક આવવાના બીજા પણ ઘણા કારણો છે. ક્યારેક પરિવારના ઈતિહાસને કારણે પણ હાર્ટ એટેક આવી શકે છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિના પિતાને હૃદય રોગ છે, તો તે તેમાંથી બાળકમાં પણ પસાર થઈ શકે છે. જે લોકો ધૂમ્રપાન કરે છે અને આલ્કોહોલનું સેવન કરે છે તેમને પણ હૃદયની બીમારીઓ થાય છે. જે લોકો શરીર બનાવવા માટે સ્ટેરોઈડ લે છે. તેઓ હ્રદયના રોગોની પણ સંભાવના ધરાવે છે. તણાવને કારણે પણ હુમલા થઈ શકે છે. એટલા માટે એવું બને છે કે કેટલાક લોકો બહારથી આપણને ફિટ લાગે છે, પરંતુ કારણોને લીધે તેમને હાર્ટ એટેક આવે છે.

લક્ષણો વિશે જાગૃત રહેવાની જરૂર

દેશના 50 ટકા દર્દીઓ હાર્ટ એટેક પછી હોસ્પિટલ સુધી પહોંચી શકતા નથી અને રસ્તામાં જ મૃત્યુ પામે છે. હાર્ટ એટેકના લક્ષણો વિશે લોકોમાં જાગૃતિનો અભાવ હોવાનું પણ એક મોટું કારણ છે. આ માટે હાર્ટ એટેકના લક્ષણોની સાચી ઓળખ અને માહિતી હોવી જરૂરી છે. છાતીમાં થતા દુખાવાને લોકો ઘણીવાર એસિડિટી સમજવાની ભૂલ કરે છે. એસિડિટીમાં પરસેવો કે બેચેની નથી થતી. એસિડિટીથી ફકત બળતરા થાય છે. જેથી લક્ષણોની જાણકારી રાખવી જરુરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati