મહિલાઓ ચેતજો! શરીરમાં દેખાય આ લક્ષણ તો તરત જ પહોંચો ડોક્ટર પાસે, નહીં તો બનશો કેન્સરની બિમારીનો શિકાર

|

Dec 31, 2023 | 6:42 PM

ઓછી ઈમ્યૂનિટીવાળી મહિલાઓમાં આ કેન્સરનું જોખમ વધારે હોય છે. મહિલાઓને આ કેન્સરના પ્રાથમિક લક્ષણોની પણ જાણકારી નથી હોતી. આ કારણે બિમારી વધતી રહે છે અને કેટલાક વર્ષો બાદ કેન્સર બની જાય છે. આજે પણ ભારતમાં આ બિમારીના ઘણા કેસ છેલ્લા સ્ટેજમાં આવે છે.

મહિલાઓ ચેતજો! શરીરમાં દેખાય આ લક્ષણ તો તરત જ પહોંચો ડોક્ટર પાસે, નહીં તો બનશો કેન્સરની બિમારીનો શિકાર
File Image

Follow us on

સર્વાઈકલ કેન્સર ભારતમાં ઝડપથી વધતી બિમારી છે. આ કેન્સર મહિલાઓને થાય છે. આ કેન્સરથી દર 8 મિનિટમાં 1 મહિલા જીવ ગુમાવે છે. આ કેન્સર હ્યુમન પેપિલોમા વાયરસ (એચપીવી) નામના વાયરસના કારણે થાય છે. ઘણા કેસમાં આ વાયરસ પોતે જ ખત્મ થઈ જાય છે પણ કેટલાક કેસમાં આ વાયરસ સર્વાઈકલ કેન્સરનું કારણ બને છે. ઓછી ઈમ્યૂનિટીવાળી મહિલાઓમાં આ કેન્સરનું જોખમ વધારે હોય છે. મહિલાઓને આ કેન્સરના પ્રાથમિક લક્ષણોની પણ જાણકારી નથી હોતી. આ કારણે બિમારી વધતી રહે છે અને કેટલાક વર્ષો બાદ કેન્સર બની જાય છે. આજે પણ ભારતમાં આ બિમારીના ઘણા કેસ છેલ્લા સ્ટેજમાં આવે છે. જેના કારણે બિમારીની સારવાર કરવી પણ મુશ્કેલ થઈ જાય છે.

ત્યારે ડોક્ટર પાસે જાણો કેન્સર અને લક્ષણ, તેના કારણો વિશે

સફદરજંગ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ ડો. સલોની ચઠ્ઠાએ વાતચીતમાં જણાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં સેલ્સ અનિયંત્રિત રીતે વધવા લાગે છે તો કેન્સર હોય છે. કેન્સર શરીરના જે ભાગમાં હોય છે, તેને તે નામથી ઓળખવામાં આવે છે. જ્યારે કેન્સર કોઈ મહિલાના ગર્ભાશય ગ્રીવામાં હોય છે તો તેને સર્વાઈકલ કેન્સર કહે છે. એચપીવી વાયરસ, અસુરક્ષિત શારિરીક સંબંધ અને યૌન બિમારીઓ જેમ કે સિફલિસ, ગોનોરિયાના કારણે પણ સર્વાઈકલ કેન્સરનો જોખમ વધી જાય છે.

શું હોય છે શરૂઆતના લક્ષણ ?

ડો. સલોની જણાવે છે કે જે મહિલાઓમાં પિરિયડ્સ સમય પર ના આવે, પ્રાઈવેટ પાર્ટમાંથી દુર્ગંધયુક્ત પદાર્થ અને પેલ્વિક એરિયામાં સતત દુ:ખાવો રહે તો તેને કેન્સરની શરૂઆતનું લક્ષણ હોય શકે છે. આ લક્ષણોને ક્યારેય કોઈ મહિલાએ નજરઅંદાજ ના કરવા જોઈએ. જો કોઈ મહિલાને આ પરેશાની થઈ રહી હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જો શરૂઆતમાં જ બિમારીની ખબર પડી જાય તો તેની સારવાર સરળતાથી કરી શકાય છે.

એક્સ-રેમાં અભિનેત્રીને 1,2 નહિ પરંતુ 3 ફ્રેક્ચર આવ્યા, જુઓ ફોટો
Elon Musk અને Sundar Pichai કયો ફોન વાપરે છે? કિંમત અને મોડલ જાણી ચોંકી જશો
ખરાબ પાચનક્રિયાને ઠીક કરવા આ વસ્તુઓ ખાઓ
આજનું રાશિફળ તારીખ : 28-01-2025
પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?

ઓછી ઉંમરમાં પણ થઈ શકે છે કેન્સર

મોટાભાગના કેસમાં સર્વાઈકલ કેન્સરના કેસ 40થી વધારે ઉંમરની મહિલાઓમાં સામે આવે છે પણ આજના સમયમાં ઓછી ઉંમરની મહિલાને પણ આ કેન્સર થઈ શકે છે. ખરાબ લાઈફસ્ટાઈલ, ખાનપાનની ખોટી આદતો અને મેન્ટલ સ્ટ્રેસ કેન્સરનું એક મોટુ કારણ છે. ત્યારે જરૂરી છે કે લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.

શું છે બચવાના ઉપાય?

આ કેન્સરથી બચવા માટે એચપીવી રસી લાગે છે. 9-14 વર્ષની છોકરીઓને આ રસી મુકાવવી જોઈએ. આ કેન્સરને અટકાવી શકે છે. ફેડરેશન ઓફ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી સોસાયટી ઓફ ઈન્ડિયા 9-14 વર્ષની છોકરીઓ માટે 2 ડોઝ રસીની ભલામણ કરે છે.

સારી વાત છે કે ભારત સરકારે 9-26 વર્ષની ઉંમરના પુરૂષો અને મહિલાઓ બંને માટે CERVAVAC Vaccineને મંજૂરી આપી દીધી છે. આ સ્વદેશી રસી છે. સર્વાઈકલ કેન્સરના બચાવ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ તેને બનાવી છે.