હોટલ હોઈ કે પછી ઓફિસ હોય તેમજ આજકાલ એવા ઘરો પણ બની રહ્યા છે જેમાં લિફ્ટ રાખવામાં આવે છે. તેમજ આજકાલ મોટી ઓફિસ બિલ્ડિંગમાં સીડી એવી જગ્યા પર બનાવવામાં આવે છે કે, જે કોઈના ઘ્યાનમાં પણ ન આવે, અને મોટા ભાગના લોકો સીડીની જગ્યાએ લિફ્ટને પસંદ કરે છે.
તેમાં પણ છો કોઈ લિફ્ટની રાહ જોઈ રહ્યું હોય અન્ય લોકો સીડી પર જઈ રહ્યા હોય તો તે જોઈ પરેશાન થઈ જાય છે. આજકાલ ભાગદોડ ભરી લાઈફમાં લોકો એક જ જગ્યા પર બેસી કામ કરે છે. ત્યારે જો કોઈ લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરે તો તેના સ્વાસ્થ માટે ખુબ સારું છે.
આ પણ વાંચો : Health: મીઠો લીમડો માત્ર કઢી અને દાળનો સ્વાદ વધારતો નથી, ડાયાબિટીસ સહિત આ બીમારીઓથી પણ બચાવશે
પરંતુ આજ કાલ સીડી પર જવું એ કોઈ ગુનો હોય તેવું જોવા મળી રહ્યું છે. 5 માળની બિલ્ડિંગમાં પણ પણ લોકો પહેલા માળે જવા માટે લિફ્ટનો ઉપયોગ કરે છે તે યોગ્ય બાબત તો ન જ કહી શકાય. પછી એજ લોકો ફિટ રહેવા માટે જીમનો સહારો લે છે પરંતુ સીડીની ઉપયોગ કરવાનું ટાળે છે.
આજકાલ લોકો પોતાના સ્વાસ્થને લઈ સજાગ થઈ ગયા છે. ફિટ રહેવા માટે આજુબાજુ પાર્ક કે ખુલ્લી જગ્યા પર રનિંગ કરતા જોવા મળે છે. ત્યારે સીડી પર જવું એ હેલ્થ માટે ખુબ સારી વાત છે.
આજના સમયમાં હૃદય સંબંધિત બીમારીઓ સામાન્ય બની ગઈ છે. ખરાબ લાઈફ સ્ટાઈલ, લાંબા કલાકો સુધી બેસીને કામ કરવું અને તેથી ઓછી શારીરિક પ્રવૃત્તિ કરવી જેવી બાબતો છે, જે હૃદય રોગનું જોખમ વધારે છે.
આવી સ્થિતિમાં જો તમે અઠવાડિયામાં એકવાર પણ સાયકલ ચલાવવા અથવા ચાલવા જેવી કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ માટે સમય આપી શકતા નથી, તો પછી સીડી ચડવું એ હૃદયની તંદુરસ્તી જાળવવાનો સારો માર્ગ છે. સીડી ચડવું એ હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે. જ્યારે તમે સીડીઓ ચઢો છો, ત્યારે શરીર વધુ મહેનત પડે છે અને તમે ઓછા સમયમાં સારા વર્કઆઉટનું પરિણામ મેળવી શકો છો.
ઓફિસમાં જમવા માટે બહાર જતા સમયે લિફ્ટ છોડીને સીડીનો ઉપયોગ કરી શકો છો. જે તમારા પચાનતંત્રને સારું રાખશે. સાથે તમને પેટ સંબંધિત સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળશે. સીડી ચઢવાથી મેટાબોલિઝમનો રેટ સુધરે છે, જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે
સીડી ઉપર અને નીચે જવું એ સારી પ્રેક્ટિસ છે. તેનાથી મસલ્સ મજબૂત થાય છે અને સ્ટેમિના પણ વધે છે. સીડી ચડતી વખતે, તમારા શરીરના નીચેના સ્નાયુઓ જેમ કે હેમસ્ટ્રિંગ, ગ્લુટ્સ અને ક્વૉડ્સ મજબૂત અને ટોન્ડ બને છે.
સીડી ચડતી વખતે તેમજ ઉતરતી વખતે વજન કંટ્રોલમાં રાખવાથી લઈને અનેક ફાયદા થાય છે. ખુબ સ્પીડમાં સીડી ચઢવી નહિ અને ઉતરવી નહિ.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.