Health: મીઠો લીમડો માત્ર કઢી અને દાળનો સ્વાદ વધારતો નથી, ડાયાબિટીસ સહિત આ બીમારીઓથી પણ બચાવશે
મીઠો લીમડો (curry leaf) ખાવાની સુગંધ અને સ્વાદને બમણો તો કરે જ છે, તેની સાથે તેનું પોષણ મૂલ્ય પણ અદ્ભુત છે અને તેથી જ તેનું સેવન કરવાથી તમે ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો.
ખાવાનો સ્વાદ અને રસોઈની સુંગધ વધારનાર મીઠા લીમડાના પાંદડા (curry leaf) અનેક ગુણોનો ખજાનો છે. મીઠા લીમડાના પાંદડાને દાળમાં વઘાર દરમિયાન નાંખવાથી સુંગધ ફેલાઈ જાય છે. જેની ન્યુટ્રિશનલ વેલ્યુના કારણે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. મીઠા લમીડાના પાંદડા સ્વાદ વધારવાની સાથે સ્કિનથી લઈ ડિટોક્સ વોટર બનાવવા પણ ઉપયોગ કરી શકાય છે. ન્યુટ્રિશનની વાત કરીએ તો મીઠા લીમડાના પાંદડામાં ફાસ્ફોરસ, આયરન, કેલ્શિયમ, વિટામિન સી અને એ જેવા અનેક પોષક તત્વો હોય છે.
પહેલા સાઉથ ઈન્ડિયામાં મીઠા લીમડાના પાંદડાનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે ઉત્તર ભારતના લોકો પણ તેનો ખોરાકમાં ઘણો ઉપયોગ કરે છે. હાલમાં ડાયાબિટીસના દર્દીઓની શુગર કંટ્રોલ કરવા સહિત અનેક રોગોમાં આ પાંદડા ફાયદાકારક છે.
એનિમિયામાં ફાયદાકારક
એનિમિયા (હિમોગ્લોબિનની ઉણપ) ની સમસ્યા ઘણીવાર સ્ત્રીઓમાં જોવા મળે છે. મીઠા લીમડાના પાંદડામાં આયર્ન અને વિટામિન સી મળી આવે છે. આ ફક્ત એનિમિયામાં જ મદદ કરશે નહીં પરંતુ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરશે, જેથી તમે વારંવાર બીમાર પડવાથી બચી શકો.
પાચનતંત્ર રહેશે સ્વસ્થ
રોજ જો મીઠા લીમડાના પાંદડાનું સેવન કરવામાં આવે તે પાચનતંત્ર સ્વસ્થ રહે છે. જેમકે ગેસ, કબજીયાત, મરોડો જેવી પેટ સંબધિત સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે.
વજન કંટ્રોલ રાખો
મીઠા લીમડાના પાંદડાનું સેવન કરવાથી બ્લ્ડ શુગરતો નિયંત્રિત રહે છે. આ સિવાય તમારા વજનને પણ મેન્ટેન રાખેછે. મોટાપો અનેક બિમારીઓનું કારણ બની શકે છે, માટે તમે જો વોટલોસ કરવા માંગો છો તો મીઠા લીમડાના પાંદડાને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.
કેવી રીતે મીઠા લીમડાના પાંદડાનું સેવન કરવું
આમ તો મીઠા લીમડાના પાંદડાનો ઉપયોગ રસોઈમાં તડકા લગાવવા માટે કરવામાં આવે છે પરંતુ સ્વાસ્થ સંબંધિત સમસ્યાઓ દુર કરવા માટે પણ બેસ્ટ માનવામાં આવે છે. મીઠા લીમડાના કાચ પાંદડા ખાય શકો છો. તેમજ દરરોજ પાંચ થી છ મીઠા લીમડાના પાંદડાનું સેવન કરો.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.