આદિવાસીઓના આશીર્વાદ જશવંતસિંહ ભાભોરને હેટ્રીક પાર કરાવવા નિવડશે કારગત કે પછી રચાશે નવા સમીકરણ?

દાહોદ લોકસભા બેઠક ભૂતકાળ માં કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. જેતે સમયે સતત પાંચ ટર્મ એટલે ત્રીસેક વર્ષ સુધી કોંગ્રેસના ઉમેદવાર સોમજીભાઈ ડામોર ભારે મતો થી વિજય થઈ સાંસદ બનતા હતા.જોકે હવે મતદારોનો ઝુકાવ બદલાયો છે. છેલ્લા બે ટમ ની વાત કરીએ તો ભાજપા સતત આ બેઠક પર પોતાનો વર્ચસ્વ બનાવી ચૂકી છે.

આદિવાસીઓના આશીર્વાદ જશવંતસિંહ ભાભોરને હેટ્રીક પાર કરાવવા નિવડશે કારગત કે પછી રચાશે નવા સમીકરણ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2024 | 8:14 AM

દાહોદ લોકસભા બેઠક ભૂતકાળ માં કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. જેતે સમયે સતત પાંચ ટર્મ એટલે ત્રીસેક વર્ષ સુધી કોંગ્રેસના ઉમેદવાર સોમજીભાઈ ડામોર ભારે મતો થી વિજય થઈ સાંસદ બનતા હતા.જોકે હવે મતદારોનો ઝુકાવ બદલાયો છે. છેલ્લા બે ટમ ની વાત કરીએ તો ભાજપા સતત આ બેઠક પર પોતાનો વર્ચસ્વ બનાવી ચૂકી છે.છેલ્લી બે ટર્મમાં ભાજપના જશવંત ભાભોર સાંસદ તરીકે અહીથી ચૂંટાયા હતા. આ બેઠક પર સીધું કોઈ પક્ષનું પ્રભુત્વ રહ્યું નથી. સમયાંતરે બેઠક પર સમીકરણો હવે બદલાતા થયા છે.

ભાજપાએ પહેલી યાદીમાં જશવંતસિંહ ભાભોરની ઉમેદવારી જાહેર કરી હતી

ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરાઈ ત્યારે પ્રથમ યાદીમાંજ 195 નામની જાહેરાત સાથે ગુજરાતના પણ 15 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી હતી. ગુજરાતમાં ઘોષિત 15 માંથી 10 ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા હતાં. આ યાદીમાં ગુજરાતની દિવાસી પેટ્ટી પર પ્રભુત્વ ધરાવતા પર જશવંતસિંહ ભાભોરની ઉમેદવારી પણ જાહેર કરાઈ હતી. ટ્રાયબલ બેલ્ટની અતિ મહત્વની મનાતી દાહોદ બેઠક પર પૂર્વ કેન્દ્રિય રાજ્ય મંત્રી એવા ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોરને ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં જ ઉમેદવારી માટે રીપીટ કરવામાં આવતા ભાભોરના સમર્થકોમાં આનંદની લહેર ફેલાઇ હતી. નોંધનીય છે કે ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર છેલ્લી બે ટર્મથી ભાજપના સાંસદ છે અને ત્રીજી વખત ભાજપ દ્વારા તેમને તક આપી વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

દાહોદ લોકસભા બેઠક પર ગત ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર વિજય થયા હતા. છેલ્લી બે ચૂંટણનીઓના પરિણામ આ મુજબ રહ્યા હતા

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

વર્ષ 2014 લોકસભા ચુંટણી

  • જસવંતસિંહ ભાભોર (ભાજપ) 5,11,111 મત
  • ડો. પ્રભાબેન કિશોરભાઈ તાવીયાડ (કોંગ્રેસ) 2,80,787 મત
  • સીગ્જીભાઈ કટારા ( CPI (M) ) 28,958 મત
  • નવલાભાઈ ભુરા ( અપક્ષ ) 11,244 મત
  • NOTA 32,305 મત
  • જસવંતસિંહ ભાભોર (બીજેપી) 2,30,354 મતથી વિજેતા બન્યા હતા

વર્ષ 2019 વર્ષના લોકસભા ચુંટણી

  • જસવંતસિંહ ભાભોર (ભાજપ) 5,61,760 મત
  • કટારા બાબુભાઈ ખીમા ભાઈ (કોંગ્રેસ) 4,34,164 મત
  • ધુળાભાઈ ભાભોર (BSP) 11,339 મત
  • સમસુભાઈ દેવધા ( અપક્ષ ) 11,142
  • NOTA 31,936 મત
  •  જસવંતસિંહ ભાભોર (બીજેપી) 1,27,597 મતથી વિજેતા બન્યા હતા.

દાહોદ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ

આદિવાસી બાહુલ્ય ધરાવતી દાહોદ લોકસભા બેઠક ST અનામત બેઠક છેજેમાં દાહોદ જિલ્લા ની 6 વિધાનસભા અને એક સંતરામપુર વિધાનસભા આમ સાત વિધાનસભા બેઠક નો સમાવેશ થાય છે.દાહોદ જિલ્લા ની 6 બેઠકો પૈકી એક દેવગઢ બારીયા સિવાય બધી જ બેઠકો ST અનામત બેઠકો છે. એટલે કે દાહોદ,લીમખેડા,ગરબાડા,, ઝાલોદ, ફતેપુરા બેઠકો ST બેઠકો છે અને દેવગઢ બારિયા નો સમાવેશ સામાન્ય બેઠક માં ગણાય છે. દાહોદ લોકસભા બેઠક પણ અનામત એટલે ST બેઠક માં થાય છે.

Input Credit : Pritesh Panchal- Dahod

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">