વડોદરાના ચાની કીટલી ચલાવતા ધારકે એક ના ડબલ કરવાની લાલચમાં ₹23 લાખ ગુમાવ્યા

વડોદરામાં વેમાલીમાં ચાની કીટલી ચલાવતા એક વ્યક્તિને ડબલ પૈસા કમાવવાની લાલચ આપીને 23 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ઠગ ટોળકીએ દસ રૂપિયાની મોરછાપવાળી નોટનો ઉપયોગ કરીને પૈસા ડબલ કરવાનું વચન આપ્યું હતું. પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

વડોદરાના ચાની કીટલી ચલાવતા ધારકે એક ના ડબલ કરવાની લાલચમાં ₹23 લાખ ગુમાવ્યા
Follow Us:
Anjali oza
| Edited By: | Updated on: Dec 20, 2024 | 2:27 PM

વડોદરાના વેમાલીમાં ચાની કીટલી ચલાવનારને દસ રૂપિયાની મોરછાપ ચલણી નોટની પૂજા દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપી રૂપિયા 23 લાખ લઇ રફૂચક્કર થઇ જનાર ઠગ ત્રિપુટી સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ગુરૂજી બનીને આવેલા ઠગ સહિત ત્રણ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. વેમાલીમાં બનેલી આ ઘટનાએ ચકચાર જગાવી મૂકી છે.

મંજુસર પોલીસ મથકમાં અજયકુમાર પરમારે નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વેમાલીમાં મહાદેવ ફળિયામાં રહેતો 41 વર્ષિય અજયકુમાર પરમાર સમા-સાવલી રોડ ઉપર જય માતાજીના નામથી ટી-સ્ટોલ ચલાવે છે. તેમની સાથે તેમની માતા અને પત્ની પણ જોડાયેલા છે. એક માસ પહેલા અલગ-અલગ વાહન પર રાજુ, મહેશ તથા બે ઇસમો આવ્યા હતા. બાદમાં તેઓ સમાજના હોવાથી છોકરી માટે લગ્ન કરવાનું હોવાનું જણાવીને વાતચીત કરી હતી.

દરમિયાન ટોળકીએ ફરિયાદીને જણાવ્યું હતું કે, જો રૂપિયા 10ની નોટ જેના પર મોરની છાપ હોય તેવી નોટ હોય તો મને કહેજો, અમારે કામ છે. બાદમાં ઉત્સુકતાવશ તેનું કારણ પૂછતા જણાવ્યું કે, અમારી પાસે એક ગુરૂજી છે, તેઓ આ નોટ વડે રૂપિયા ડબલ કરી આપે છે. બાદમાં ચાની લારી ઉપર તમામે અવારનવાર આવવાનુ શરૂ કર્યું હતું.

જાણો તમારું આજનું રાશિફળ તારીખ : 20 ડિસેમ્બર, 2024
ગોવિંદાની દીકરી ફિલ્મોમાં કરી ચુકી છે ડેબ્યુ, જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ઘરે બેઠા ઓનલાઈન PPF એકાઉન્ટ કેવી રીતે ખોલવું, આ છે રીત
સારા તેંડુલકર અને મનુ ભાકરમાંથી કોણ વધુ અમીર છે?
વીજળીના મીટરમાં ઝબકતી લાઇટનો અર્થ શું છે, મોટાભાગના લોકો નથી જાણતા જવાબ
સપનામાં આ બે વસ્તુ દેખાશે તો જીવનભર કરશો પ્રગતિ

તે સમયે ગુરૂજીએ જણાવ્યું કે, રૂપિયા ડબલ કરવામાં વિધ્ન આવી રહ્યું છે. જેથી વિધી કરવી પડશે અને તેનું એડવાન્સ બુકિંગ કરવું પડશે. બાદમાં વિધિનો સામાન લાવવા રૂપિયા 18 લાખ માંગવામાં આવ્યા હતા. જે બાદ અજયકુમારે રૂપિયા 3 લાખની વ્યવસ્થા કરીને આપ્યા હતા. બાદમાં ગુરૂજી તથા તેમના સાગરીતો અવારનવાર પૂજાનો સામાન લાવવા માટે બાકી રકમ માટે અજયકુમારને ફોન કરતા હતા.

દરમિયાન એકના ડબલ કરવાની લાલચમાં અજયકુમારે બાકીના રૂપિયા 15 લાખ ઠગોને આપ્યા હતા. આ રકમ આપ્યા બાદ ઠગ ત્રિપુટીએ 11 દિવસની રાહ જુઓ તમારા રૂપિયા ડબલ થઇ જશે, તેમ જણાવ્યું હતું. થોડા દિવસ બાદ અજયકુમારને ખબર પડી કે, આ ઠગ ટોળકીએ અન્ય લોકોને પણ એકના ડબલ નાણાં કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

RSSના કાર્યક્રમને લઈને ગુજરાત વિદ્યાપીઠમાં વિવાદ !
RSSના કાર્યક્રમને લઈને ગુજરાત વિદ્યાપીઠમાં વિવાદ !
મોરબીના ટંકારા અને હળવદમાં વધુ 6 ડોકટર ઝડપાયા
મોરબીના ટંકારા અને હળવદમાં વધુ 6 ડોકટર ઝડપાયા
રખિયાલ અને બાપુનગર વિસ્તારોમાં હાથ ધર્યું કોમ્બિંગ
રખિયાલ અને બાપુનગર વિસ્તારોમાં હાથ ધર્યું કોમ્બિંગ
BZ ગ્રુપના કૌભાંડમાં CIDની કાર્યવાહી, શિક્ષક સહિત 2ની અટકાયત
BZ ગ્રુપના કૌભાંડમાં CIDની કાર્યવાહી, શિક્ષક સહિત 2ની અટકાયત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી
સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો
સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો
રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ
રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ
ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ
ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ
અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી
અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી
વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર
વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર
g clip-path="url(#clip0_868_265)">