વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા સોમવાર તા 22 મે 2023 નાં રોજ ઇલેક્ટ્રિક લોકો શેડ વડોદરા યાર્ડ ખાતે સવારે મહત્વના મુદ્દાઓને લઇ ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મહત્વનું કે કે વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ વડોદરા મંડળ દ્વારા વિવિધ મહત્વના મુદ્દાઓને લઇ જંગી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જે વડોદરા ખાતે વિરોધ પ્રદર્શનમાં વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ વડોદરાના પ્રમુખ શરીફખાન પઠાણ મંડળ મંત્રી એસ.ડી. મીના મંડળ અધ્યક્ષ તપન ચોધરી અને દરેક મંડળ સભ્યો, કાર્યકર્તાઓ સહીત 200 થી વધુ કર્મચારીઓ હાજર રહી પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર કરી તેમનો વિરોધ નોંધાવ્યો હતો.
વર્ષોથી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા તેમની બાકી માંગને લઈ રજૂઆત કરવામાં આવી રહી છે. છતાં તેના પર ધ્યાન આપવામાં નહીં આવી રહયું હોવાને લઈ કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. ખાસ કરીને પેન્શન નીતિ, જૂની પેન્શન સ્કીમ, મોંઘવારી ભથ્થા સહિત કેટલાય એવા મુદ્દાઓ છે જેને લઈ મઝદૂર સંઘ દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો હતો.
વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા કેટલીક માગને લઈ મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે જેને વહેલી તકે ઉકેલવા વિરોધ સાથે રજૂઆત કરી છે