વડોદરામાં વધુ એક દીકરી પીંખાણી, વિધર્મી યુવકે ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા પર 2 વાર આચર્યું દુષ્કર્મ
ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર વિધર્મીએ તેને મિત્રને ઘરે લઈ જઈને બે વાર દુષ્કર્મ આચર્યું હતું, ગરબા રમવા માટે પણ વિધર્મી યુવક ટોર્ચર કરતો હતો. પોલીસ સમક્ષ નિવેદન નોંધાવતા સમયે સગીરા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી લીધી છે.
વડોદરામાં બીજા નોરતે ભાયલી વિસ્તારમાં સગીરા પર વિધર્મીઓએ ગેંગરેપની ઘટના બની હતી. આ ઘટનાને હજુ અઠવાડિયા જેટલો સમય થયો છે, ત્યારે વધુ એક સગીરા વિધર્મીની હવસનો શિકાર બની હોવાનું સામે આવ્યું છે.
ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિનીને વિધર્મી 2 વખત તેના મિત્રના ઘરે લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું, તેમજ સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા ટોર્ચર કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. માંજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
બળજબરીથી દુષ્કર્મ આચર્યું
નિવેદન નોંધાવતા સમયે સગીરા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી, જ્યારે સગીરાની માતાએ મકરપુરા ગામના વાજીદશા દિવાન સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી વાજીદશાની ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે વાજીદશા દિવાન સગીરાને ગત મહિને 2 વખત મિત્રના ઘરે લઈ જઈને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.
સગીરા માંજલપુર વિસ્તારમાં ગરબા રમવા જાય છે. ત્યાં પણ આરોપી વાજીદશા દિવાન પહોંચી જતો હતો. તેમજ સગીરાને સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા ટોર્ચર કરતો હતો. પોલીસ સમક્ષ નિવેદન નોંધાવતા સમયે સગીરા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. પોલીસે આરોપી અને પીડીતાના મેડિકલની પણ કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી
એસીપી પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે, પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી દીકરીનો એક યુવાન સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક થયો હતો અને ત્યારબાદ બંને વચ્ચે અલગ અલગ જગ્યાએ મુલાકાત થઈ હતી. આરોપીએ મારી દીકરી સાથે એના મિત્રના ઘરે લઈ ગયો હતો અને એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
17 વર્ષની સગીરા સાથે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરી
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ગેંગરેપની ઘટનાની હજી તાજી છે, ત્યારે ફરી એકવાર વડોદરામાં દુષ્કર્મની ઘટના બની છે. જેમાં 18 વર્ષના વિધર્મીએ 17 વર્ષની સગીરા સાથે સોશિયલ માધ્યમથી છેલ્લા ચાર મહિનાથી મિત્રતા કરીને દુષ્કર્મ આચર્યું છે.