અમરેલીમાં કથિત દુષ્કર્મ અંગે કોંગ્રેસના જેની ઠુમ્મરે ભાજપના કાર્યકર્તા સામે કર્યા ગંભીર આક્ષેપ,જિલ્લા SPએ કહ્યુ- દુષ્કર્મ થયુ જ નથી

અમરેલીમાં કથિત દુષ્કર્મ અંગે રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસનાં મહિલા પ્રદેશ અધ્યક્ષ જેની બેન ઠુમ્મરે ભાજપના કાર્યકર્તા દ્વારા એક મહિલા સાથે કથિત દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ અંગે જિલલા એસપી હિમકરસિંહે આજે મીડિયા સમક્ષ આવી સ્પષ્ટતા કરી કે અમરેલી જિલ્લામાં આવી કોઈ જ ઘટના ઘટી નથી.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2024 | 1:17 PM

અમરેલી શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કથિત દુષ્કર્મ મામલે થઈ રહેલ નિવેદનબાજી અને અફવાઓ પર આજે અમરેલી જિલ્લા પોલીસ વડા એ પરદો પાડી દીધો છે. અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા શુક્રવારે સવારે આ મામલે એક પત્રકાર પરિષદ યોજી હતી અને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી. અમરેલી શહેરમાં કથિત દુષ્કર્મ થયું હોવાની વાત વાયુવેગે પ્રસરી હતી. આ મામલે રાજકીય ગરમાવો આવ્યો હતો અને કોંગ્રેસના જેની ઠુમમર એ આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી તપાસની માંગ કરી હતી.

ભાજપના પુર્વ સાંસદ નારણ કાછડીયા એ પણ આ જ મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને પત્ર લખીને તપાસ માગી હતી. જો કે ત્રણ દિવસના આ ઘટનાક્રમ પર અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રેસ કોંફરન્સ યોજી સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે જે મહિલા અને જે વ્યક્તિ પર આક્ષેપ થઈ રહ્યા છે તેમના નિવેદનો લેવામાં આવ્યા છે. જે સ્થળ પર આ ઘટના બની હોવાની આરોપ લાગી રહ્યા છે તે સ્થળ તપાસ કરવામાં આવી છે પરંતુ આ પ્રકારની કોઈ ઘટના બની હોવાનું સામે આવ્યું હોવાનું જીલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે કોંગ્રેસના મહિલા પ્રદેશ અધ્યક્ષ જેની ઠુમ્મરે ભાજપના કાર્યકર્તાએ દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ લગાવ્યો હતો. કથિત દુષ્કર્મની ઘટનાએ ચકચાર જગાવી હતી. રાજકીય પક્ષના યુવા આગેવાન દ્વારા કથિત રીતે દુષ્કર્મની કોશિષ થઈ હોવાની વાત સમગ્ર જિલ્લામાં વાયુવેગે પ્રસરી હતી. આ મુદ્દે રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ હતી. હવે હેવાનિયત પર રાજકારણ થઈ રહ્યુ હોવાનું સામને આવ્યુ છે.

Jaggery Benefits : રોજ થોડોક ગોળ ખાવાથી શું ફાયદો થાય છે?
ગિલોય અને હળદરનું પાણી પીવાથી થાય છે અનેક લાભ
શાહરૂખ ખાનના બર્થડે સેલિબ્રેશનની Inside તસવીર, જુઓ કોણ આવ્યું હતું પાર્ટીમાં?
કયા વિટામિનની ઉણપથી ગળામાં ચાંદા પડે છે?
મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને 'સિંઘમ અગેઇન'થી કરશે મોટી કમાણી, જાણો કેવી રીતે?
High Blood Pressure : કયા વિટામિનની કમી થી બ્લડ પ્રેશર વધે છે?

એકતરફ કોંગ્રેસના મહિલા પ્રમુખ જેની ઠુમમર એ યોજી પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપના આગેવાન, નગરપાલિકાના હોદ્દેદાર અને એક સહકારી બેંકના કર્મચારી સામે આક્ષેપ કર્યા હતા. આ મુદ્દે પોલીસ ગંભીરતાથી તપાસ કરે તેવી માગ કરાઈ હતી. આ અંગે નારણ કાછડિયા પણ મેદાનમાં ઉતર્યા હતા અને મુખ્યમંત્રી અને ગહરાજ્યમંત્રીને પત્ર લખી તપાસની માગ કરી હતી. જો કે આ મામલે છેક સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હતી અને જિલ્લા એસપીએ આજે પીસી કરી દુષ્કર્મ મુદ્દે થઈ રહેલી તમામ નિવેદનબાજી અને અફવા પર એવુ કહીને પૂર્ણવિરામ મુકી દીધુ કે જે પીડિતાની વાત થાય છે તેનુ નિવેદન લઈ તપાસ કરવામાં આવી છે અને જે સ્થળ બતાવવામાં આવી રહ્યુ છે ત્યા આવી કોઈ ઘટના ઘટી નથી. ત્યારે હવે શંકાની સોય વધુ ઘેરી બની છે. એકતરફ વિપક્ષ સત્તાધારી પાર્ટીના આગેવાન સામે ગંભીર આક્ષેપ કરી રહ્યો છે અને પોલીસ દ્વારા કહેવાઈ રહ્યુ છે કે કોઈ ઘટના જ ઘટી નથી.

Input Credit- Rahul Bagda- Amreli

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">