રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ જમીન પરનો સિગ્નેચર બ્રિજ, શહેરીજનોની ટ્રાફિક સમસ્યાનો આવશે અંત- Video
રાજકોટમાં ગુજરાતનો જમીન પરનો સૌપ્રથમ સિગ્નેચર બ્રિજ બનવા જઈ રહ્યો છે. આ બ્રિજ બનવાથી રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે. કાલાવડ રોડ પર કટારિયા ચોકડી પાસે 150 કરોડના ખર્ચ આ બ્રિજ તૈયાર થશે.
રાજકોટમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે હળવી થશે. રાજકોટમાં ગુજરાતનો સૌપ્રથમ જમીન પર સિગ્નેચર બ્રિજ બનશે. કાલાવાડ રોડથી કટારિયા ચોકડી પાસે આ બ્રિજ બનશે. RMC દ્વારા જાહેર કરાયેલા ટેન્ડર મુજબ 150 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરાશે. આ ઉપરાંત વેસ્ટઝોનમાં 8 અલગ અલગ બ્રિજ તૈયાર કરાશે. નવા 150 ફુટ રિંગરોડ પર 3 બ્રિજ બનશે. રૈયા ગામથી સ્માર્ટ સિટી જવાના રસ્તે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન નજીક એક બ્રિજ તૈયાર કરાશે.
કટારિયા ચોકડી ખાતે ગુજરાતનો સૌપ્રથમ કેબલ સિગ્નેચર બ્રિજ તૈયાર થશે. આ વિસ્તારમાં ભારે ટ્રાફિકની સમસ્યા રહે છે. ઓદ્યોગિક વિસ્તાર મેટોડાથી આવતા વાહનોનો ધસારો અહીં રહે છે ઉપરાંત 150 ફુટ રિંગ રોડ હોવાને કારણે કચ્છ મોરબી અને જામનગર તરફ પણ ભારે વાહનો પસાર થતા હોય છે. આથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવે તે માટે આઈકોનિક સિગ્નેચર બ્રિજ બનાવવાનો નિર્ણય કરાયો છે. હાલ મનપા દ્વારા બ્રિજનું ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવાયુ છે.
150 ફુટ નવા રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ત્રણ અલગ અલગ બ્રિજ તેનુ નિર્માણ હાથ ધરાશે. કૂલ 9 જેટલા નવા બ્રિજ રાજકોટમાં નિર્માણ થશે. હાલ ટ્રાફિકની સમસ્યા રાજકોટના પ્રાણ પ્રશ્ન સમાન બની ગઈ છે ત્યારે તેને નિવારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમા શહેરના હાર્દ સમા કાલાવડ રોડની સમસ્યા હળવી થશે .