બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, આ વખતે વરસાદ નહીં પરંતુ સંગ્રહખોરીને કારણે ગયુ પારાવાર નુકસાન- Video

બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, આ વખતે વરસાદ નહીં પરંતુ સંગ્રહખોરીને કારણે ગયુ પારાવાર નુકસાન- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2024 | 6:00 PM

બનાસકાંઠામાં ફુલોની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાની સહન કરવી પડે છે. ખેડૂતોને આશા હોય છે શ્રાદ્ધ અને નવરાત્રીના પર્વે ફુલોના તેમને મોં માગ્યા દામ મળશે પરંતુ વેપારીઓને સંગ્રહખોરીને કારણે ખેડૂતોને યોગ્ય દામ ન મળ્યા અને ગ્રાહકોને પણ ઉંચા દામે ફુલો ખરીદવા પડી રહ્યા છે.

તહેવારો ટાણે ફૂલોની મોટી માગ વચ્ચે મહેકતા ફુલની સુંગધ ખેડૂતોને રડાવી રહી છે. હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને દિવાળીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે. ત્યારે આ તહેવારોમાં ફૂલોની માગ વધુ રહે છે અને ફૂલની ખેતી કરતા ખેડૂતોને તહેવારમાં ફૂલોની માગ વચ્ચે વધુ ભાવની આશા હોય છે. પરંતુ હાલ સ્થિતિ કાંઈક ઉલટી છે. પાલનપુરમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ઉગાડેલા ફૂલોનો બજારમાં ભાવ ન આવતા લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડૂતોને ફૂલોના ઓછા ભાવ મળવાનું કારણ છે. સંગ્રહખોરીને કારણે શ્રાદ્ધના દિવસોમાં ખેડૂતોએ 15 રુપિયે કિલો ફૂલ વેચ્યાં. ચાલાક વેપારીઓએ મોટા પાયે તેની ખરીદી કરી લીધી અને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી રાખ્યાં. હવે માર્કેટમાં માંગ નીકળતા તેઓ ગ્રાહકો પાસેથી ઉંચો ભાવ વસૂલી રહ્યાં છે.

ફૂલોની ખેતી કરનાર ખેડૂતોને જ માત્ર નુકસાન નથી. પરંતુ ગ્રાહકોની હાલત પણ કાંઈક એવી જ છે. ગ્રાહકોને તો આ ફૂલોના 4 ગણા ભાવ ચૂકવવા પડે છે. આમ વેપારીઓની ચાલાકીના કારણે ખેડૂતો અને ગ્રાહકો બંનેને નુકસાન પહોંચ્યું હોવાની ફરિયાદો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">