AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, અમદાવાદ અને સુરતમાંથી ઝડપાયું નકલી ઘી, તો ગીરસોમનાથમાં અખાદ્ય તેલનો જથ્થો જપ્ત-Video

આવતીકાલે દશેરા છે અને આ દશેરામાં ફાફડા-જલેબીની મોજ માણવા માટે તમારો જીવ અને જીભ બન્ને તલપાપડ થઈ રહ્યા હશે. પરંતુ, કંઈ પણ ખરીદતા પહેલાં કે કંઈ પણ બહારનું ખાતાં પહેલાં અહીં આપેલો વીડિયો જોઈ લો.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2024 | 7:11 PM

તહેવારો વચ્ચે સૌથી ચોંકાવનારા દ્રશ્યો અમદાવાદના ઓશવાલમાંથી સામે આવ્યા છે. જેના ફરસાણ અને ખાસ તો ફાફડા-જલેબી લોકો વખાણી-વખાણીને ખાય છે. તે કેટલી ગંદકી વચ્ચે તૈયાર થઈ રહ્યા છે તે જુઓ. તો આ તરફ ઈન્દુબેન ખાખરાવાળાના ખાખરામાંથી નીકળી છે ઈયળ. ગ્રાહકનો દાવો છે કે તેણે સી જી રોડ ગિરિશ કોલ્ડડ્રીંક પાસેની બ્રાન્ચમાંથી ખાખરા ખરીદ્યા હતા.

ભરૂચમાં પણ લસ્સીમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ABC સર્કલ નજીક આવેલ. ગ્રીનરી હોટેલમાં લસ્સીમાંથી જીવાત નીકળતા. ગ્રાહક દ્વારા તંત્રને રજૂઆત કરાઈ હતી. અને તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ બોલાવતા હોટેલમાંથી એક્સપાયર થયેલી ફ્રૂટ સિરપ મળી આવી હતી અને આ બધાંની વચ્ચે નકલી ઘી ઝડપાવાનો સીલસીલો પણ યથાવત છે. સુરતમાં અડાજણમાંથી નકલી ઘી ઝડપાયા બાદ વરાછામાંથી પણ સુમુલનું ડુપ્લીકેટ ઘી મળી આવ્યું છે. ડુપ્લીકેટ ઘીના લગભગ 71 જેટલાં ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે. અહીં મુદ્દો એ છે કે ઊંચી કિંમત વસૂલ્યા બાદ પણ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં શા માટે કરાઈ રહ્યા છે ?

વાત કરીએ ઓશવાલની તો અહીં રેસ્ટોરન્ટના ભોંયરામાં આવેલા રસોડાને કોર્પોરેશન દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે અને તેને બંધ કરાવવાની જરૂર શા માટે પડી છે. તેની સાબિતી આ દ્રશ્યો જ આપી રહ્યા છે. જમીનથી લઈ દિવાલો પર ગંદકીના થર પર થર જામેલા છે અને એ જ ગંદકી વચ્ચે સામાન પણ વેર-વિખેર પડેલો છે.

આજનું રાશિફળ તારીખ : 29-04-2025
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓની તપાસ કોણ કરે છે?
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Hidden Gold : તમારા ઘરની કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે સોનું ? જાણો
AC Tips : સારી ઊંઘ માટે રાત્રે AC કેટલા પર રાખવું જોઈએ?
ચાખ્યા વગર કેવી રીતે ખબર પડે કે કાકડી કડવી છે કે નહીં ?

બ્રાન્ડના નામે દુકાનદારો દ્વારા ગ્રાહકો પાસેથી કિંમત તો ઊંચી વસૂલવામાં આવે છે. હાઈજીનના દાવા પણ કરવામાં આવે છે. તો સ્વચ્છતા જાળવવામાં આવી લાલિયાવાડી કેમ તે મોટો સવાલ છે. હાલ તો ઓશવાલમાંથી ફાફડા-જલેબીના સેમ્પલ લઈને તેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પણ, આ સેમ્પલના રિપોર્ટ ક્યારે આવશે. તે પણ મોટો સવાલ છે.

આ તરફ ઈન્દુબેન ખાખરાવાળા પણ અમદાવાદની સૌથી મોટી બ્રાન્ડમાંથી એક છે. અને તેના જ ખાખરામાંથી ઈયળ નીકળતા શુદ્ધતાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગ્રાહકનો દાવો છે કે તેણે સી. જી. રોડ ગિરિશ કોલ્ડડ્રીંક પાસેની બ્રાન્ચમાંથી ખાખરા ખરીદ્યા હતા અને નાના બાળકને ખાવા આપેલ ખાખરામાંથી ઈયળ નીકળી. ગ્રાહકે ફરિયાદ કરી તો દુકાનદારે તેને રૂપિયા પરત આપવાની વાત કરી. જેને પગલે ગ્રાહક રોષે ભરાયો હતો.

Input Credit- Sachin Patil, Harin Matravadia, Baldev Suthar, Ankit Modi, Yogesh Joshi

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">