AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યું રાજીનામું,કહ્યુ, ‘અંતર-આત્માને માન આપીને રાજીનામું આપું છું’

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે.તમામ પક્ષ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. બીજી તરફ વિવિધ પક્ષોમાં આંતરિક વિખવાદો પણ સામે આવી રહ્યા છે. વડોદરા ભાજપમાં પણ આંતરિક વિવાદ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યુ છે.

Breaking News : ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યું રાજીનામું,કહ્યુ, 'અંતર-આત્માને માન આપીને રાજીનામું આપું છું'
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 19, 2024 | 8:43 AM
Share

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે.તમામ પક્ષ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. બીજી તરફ વિવિધ પક્ષોમાં આંતરિક વિખવાદો પણ સામે આવી રહ્યા છે. વડોદરા ભાજપમાં પણ આંતરિક વિવાદ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યુ છે.

વિધાનસભા અધ્યક્ષે હજુ સુધી નથી સ્વીકાર્યુ રાજીનામું

ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યુ છે, જો કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ હજુ સુધી આ રાજીનામું સ્વીકાર્યું નથી.રાજીનામામાં કેતન ઇનામદારે લખ્યુ છે કે અંતર-આત્માને માન આપીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું. એટલે કે સીધેસીધી રીતે પત્રમાં કોઇ આંતરિક વિખવાદ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

કેતન ઇનામદારની છાપ એક દબંગ નેતા તરીકેની

કેતન ઇનામદાર જ્યારે ગાંધીનગર આવતા હતા, ત્યારે અનેક મંત્રીઓને પોતાના વિસ્તારના કામની રજૂઆત કરતા હતા.જો કે જે કામ થવા જોઇએ તે થતા ન હોવાથી કેતન ઇનામદારમાં નારાજગી જોવા મળતી હતી.કેતન ઇનામદારની છાપ તેમના વિસ્તારમાં એક દબંગ નેતા તરીકેની છે, તેઓ પોતાના લોકો માટે કાર્યકર્તાઓ માટે કામ કરતા જોવા મળ્યા છે.

સાવલી વિસ્તારના પ્રશ્નો વારંવાર ઉચ્ચ કક્ષાએ ઉઠાવ્યા

સાવલી વિસ્તારના મોટા મોટા પ્રશ્નોને અત્યાર સુધી કેતન ઇનામદારે ઉપાડેલા છે. ખેડૂતોને લગતા મુદ્દાઓ, ખેડૂતોની વાત, તેમના વિસ્તારમાં વીજળીની વાત સહિતના મુદ્દાઓ તેમણે ઉઠાવેલા છે.જો કે આ વખતે તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતા પણ પરિણામ ન આવતા આંતરિક વિખવાદ થયો હોવાની માહિતી છે.

સાંજ સુધીમાં ગાંધીનગર આવે તેવી શક્યતા

જો કે હજુ સુધી કેતન ઇનામદારનું રાજીનામું સ્વીકારવામાં આવ્યુ નથી. આજે સાંજ સુધીમાં તેઓ ગાંધીનગર આવે તેવી શક્યતા છે. બીજી તરફ જે રીતે જ્યોતિ પંડ્યાએ પોતાના બાગી સૂર બતાવ્યા છે અને હવે કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે, જે એ જ બતાવી રહ્યુ છે કે ભાજપમાં અસંતોષ ચરમસીમાએ છે.જેના કારણે જ ભાજપના નેતાઓ એક પછી એક એક્શન લેતા જોવા મળી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">