AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Rain Alert : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર, જુઓ Video

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં સુરત, તાપી, નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.

Gujarat Rain Alert : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર, જુઓ Video
| Updated on: Jul 20, 2026 | 10:16 PM
Share

રાજ્યમાં વરસાદની રાહ જોવાઇ જ રહી છે તેવામાં દક્ષિણ ઝોનમાં વરસાદે નવા રાઉન્ડની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વરસી રહ્યાં છે ત્યારે હવે આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરતાં લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા છે, જેના પગલે હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગો માટે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે સૂચવે છે કે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, જેથી સંભવિત ખરાબ હવામાનને કારણે કોઈ જોખમ ઊભું ન થાય. દક્ષિણ ગુજરાત ઉપરાંત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે, જ્યારે અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે 21મી અને 22મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 25મી અને 26મી જુલાઈના રોજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓ વધવાની અપેક્ષા છે.

આ દિવસો દરમિયાન દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને મુસાફરોને સાવચેત રહેવા અને સત્તાવાર હવામાન સલાહનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

સુરતીઓએ આ જ જોવાનું બાકી હતું ! શહેરમાં કાદવ કિચડથી સાંસદ ગોવિંદ ધોળકિયા પરેશાન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">