Vadodara: સરકારી યોજનાનો લાભ લઇને અનુસૂચિત જાતિની મહિલા બની કોમર્શિયલ પાઇલટ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ખુશ્બુનું પાઇલટ બનવાનું સ્વપ્ન પૂર્ણ થયુ છે. ગુજરાત સરકારની યોજના હેઠળ રૂપિયા ૨૪,૭૨,૦૦૦ ની લોન દ્વારા ખુશ્બુનું કોમર્શિયલ પાયલટ લાયસન્સ મેળવવાનું અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું સ્વપ્ન સફળ થયું.

Vadodara: સરકારી યોજનાનો લાભ લઇને અનુસૂચિત જાતિની મહિલા બની કોમર્શિયલ પાઇલટ
woman has become a commercial pilot
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Dec 23, 2021 | 3:27 PM

મહેનત, સંઘર્ષ અને સફળતા(Success) એ એક સીડીના પ્રથમ ત્રણ પગથિયા છે અને એક બીજાના પૂરક પણ છે. આ વાતની પ્રતીતિ ખુશ્બુ પરમાર નામની એક યુવતીએ કરાવી છે. બાલ્યાવસ્થામાં પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી આ યુવતીને તેમની માતાએ ભણાવી અને કોમર્શિયલ પાઇલટ(Commercial pilot) બનાવી છે. ગુજરાત સરકાર(Government of Gujarat)ની યોજના(Government scheme)નો લાભ લઇને ખુશ્બુ આજે સફળતાના આકાશમાં વિહરી રહી છે.

ગુજરાત સરકાર યુવાઓને કારકિર્દી ઘડવામાં દરેક સહાય પુરી પાડવાના ઉત્તમ પ્રયાસો કરી રહી છે. સરકારની વિવિધ યોજનાઓ યુવાનોનું ભાવિ ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓ, યુવાઓ અને વંચિત સમાજને મદદરૂપ થવા સરકારની વિશેષ યોજનાઓ સામાજિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે.

નાનપણથી આકાશમાં ઉડવાનું સ્વપ્ન હતુ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વડોદરાના મધ્યમવર્ગ પરિવારમાં ઉછરેલી ૨૮ વર્ષીય ખુશ્બુ અંબાલાલ પરમારનું બાળપણથી એકમાત્ર સ્વપ્ન આકાશમાં ઉડવાનું હતુ. ખુશ્બુએ નાનપણમાં જ પિતાની છત્ર છાયા ગુમાવતા તેમની નબળી આર્થિક પરસ્થિતિ ખુશ્બુના સપનાઓ વચ્ચે મુશ્કેલીના પહાડ સમાન હતી. જોકે તેની માતા એક છાત્રાલયમાં ગૃહમાતા તરીકે નોકરી કરતી હતી. તેથી તેમણે પોતાની દીકરીના સપનાના પુરા કરાવવામાં કચાશ રહેવા ન દીધી. ધોરણ ૧૨ સાયન્સ સુધી માતાએ ખુશ્બુને ખૂબ જ મહેનત કરીને અભ્યાસ કરાવ્યો. સાથે જ ખુશ્બુનું દૃઢ મનોબળ, પરિશ્રમ અને ગુજરાત સરકારની કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ યોજના તેનું સપનું સાકાર કરવામાં જોડાઈ ગયા.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ખુશ્બુનું પાઇલટ બનવાનું સ્વપ્ન પૂર્ણ થયુ છે. ગુજરાત સરકારની યોજના હેઠળ રૂપિયા ૨૪,૭૨,૦૦૦ ની લોન દ્વારા ખુશ્બુનું કોમર્શિયલ પાયલટ લાયસન્સ મેળવવાનું અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું સ્વપ્ન સફળ થયું. તદુપરાંત, ખુશ્બુની હાલમાં એક નામાંકિત એરલાઈન કંપનીમાં અસિસ્ટન્ટ પાયલટ તરીકે પસંદગી થઈ છે.

સરકારી યોજના બની મદદરૂપ

ગુજરાત સરકારની કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના યુવાઓની નબળી આર્થિક પરિસ્થિતિમાં મદદ કરી તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીને સમાન તક આપવાના પ્રયાસો કરે છે. કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ હાયર સેકન્ડરી અથવા તેના સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. ટ્રેનીંગ અર્થે ગુજરાત સરકાર દ્વારા રૂ. ૨૫ લાખની લોન ૪% વ્યાજના દરે આપવામાં આવે છે. લાભાર્થીએ તાલીમ પૂર્ણ કર્યા બાદ ભારતમાં પાંચ વર્ષ સુધી સેવાઓ આપવાની રહે છે. વધુમાં, લાભાર્થીને લોનની ચુકવણી થયાની તારીખથી એક વર્ષ પછી લોનની વસુલાત શરૂ કરવામાં આવે છે.

દેશના યુવાધનને સતત પ્રોત્સાહન અને નવી તકો આપવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ રહે છે. કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ મેળવીને ખુશ્બુએ પોતાના પરિવાર અને સમાજને ગર્વિત કર્યા છે. ખુશ્બુ હાલની યુવા પેઢી માટે ખરેખર પ્રેરણારૂપ છે.

આ પણ વાંચોઃ IPL 2022 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદનો ધમાકો, 22 હજાર રન બનાવનારા અને 1347 વિકેટ ઝડપનારા દિગ્ગજોને કર્યા સામેલ

આ પણ વાંચોઃ Phone Tapping : શું હોય છે ફોન ટેપિંગ ? સરકાર પાસે તમારા ફોન ટેપિંગ કરવાની સત્તા છે ? જાણો શું કહે છે નિયમ

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">