ગુજરાતના દરિયાઇ ટાપુઓ પર હવે ગોવા-લક્ષદ્વીપ જેવી મોજ માણવા મળશે, જાણો

|

Apr 21, 2024 | 5:55 PM

ગુજરાતીઓ હરવા અને ફરવાના ખૂબ જ શોખીન છે. કશ્મીરથી લઈને કન્યાકુમારી અને આસપાસના ટાપુઓ પર પણ રજાઓને માણવા માટે ગુજ્જુઓ ખૂબ જ ફરતા રહેતા હોય છે. ગોવા અને લક્ષદ્વીપ તથા અંદમાન નિકોબાર ટાપુઓ પર પણ ગુજરાતી પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળતી હોય છે. હવે ગુજરાતના દરિયાકાંઠા નજીક આવેલા ટાપુઓને પણ પ્રવાસીઓ માટે વિકસાવવાનો પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે.

ગુજરાતના દરિયાઇ ટાપુઓ પર હવે ગોવા-લક્ષદ્વીપ જેવી મોજ માણવા મળશે, જાણો
ગુજરાતના ટાપુઓનો થશે વિકાસ

Follow us on

ગુજરાતીઓ હરવા અને ફરવા માટે ખૂબ જ શોખીન હોવાને લઈ જાણીતા છે. દેશ અને વિદેશના પર્યટન સ્થળ પર કોઇ ગુજરાતી હાજર જોવા ના મળે તો નવાઇ લાગે. કાશ્મીર હોય કે કેરળ કે પછી પૂર્વોત્તરના રાજ્યો હોય કે, ભારતીય દ્વીપ સમૂહો, ગુજરાતીઓની હાજરી અચૂક હોય છે. હવે ગુજરાતીઓના પ્રવાસની યાદીમાં દ્વીપોની મુલાકાતના સ્થળોને જોઈ ગુજરાતી દરિયાઈ કાંઠા નજીક આવેલા દ્વીપોનો વિકાસ હાથ ધરવામાં આવશે. ડેવલપમેન્ટ બાદ ગુજરાતના જ ટાપુઓ પર પ્રવાસીઓ વેકેશનની મોજ માણી શકશે.

ગુજરાતના સાગર કાંઠા વિસ્તારમાં દ્વીપ આવેલા છે. જેનો હવે વિકાસ હાથ ઘરવામાં આવનાર છે. જ્યાં હવે અંદમાન, નિકોબાર, ગોવા અને લક્ષદ્વીપ સહિતના વિસ્તારોમાં જે રીતે વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે એવો જ પર્યટન વિકાસ હાથ ધરવામાં આવનાર છે. ગુજરાત સરકાર છેલ્લા ચાર પાંચ વર્ષથી આ બાબતને રસ પૂર્વક હાથ પર લઈ ચૂકી છે. હવે આવા જ કેટલાક દ્વીપોને વિકાસાવવા માટે નક્કી કરી લેવામાં આવ્યા છે. જ્યાં કઇ સુવિધાઓની પ્રાથમિક્તા આપવામાં આવે એ માટે પણ કાર્યવાહી શરુ કરાઈ છે. હવે તમને આ સાંભળીને બધુ જાણી લેવાની ઉત્સુકતા થઈ હશે. એ વિશે જ અહીં જણાવીશું.

સૌથી લાંબો દરિયા કાંઠો

ટાપુઓ અંગેની વાત કરતા પહેલા એ વાત પણ જાણી લઈએ કે ગુજરાતનો દરિયા કાંઠો કેટલો વિશાળ છે. ગુજરાત પાસે દેશમાં અન્ય રાજ્ય કરતા સૌથી વધારે દરિયા કાંઠો આવેલો છે. ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કાંઠો આવેલ છે. જે કુદરતે આપેલી સૌથી મોટી ભેટ છે. ગુજરાત બાદ સૌથી વધુ દરિયા કાંઠો આંધ્રપ્રદેશ પાસે છે. જે બીજા ક્રમે છે. જ્યારે સૌથી ઓછો દરિયા કાંઠો ગોવા પાસે છે. છતાં ગોવા તેના દરિયા કાંઠાની સુંદરતા અને પર્યટન વિકાસને લઈ ટૂરિઝમ ખૂબ જ વિકાસ પામ્યુ છે. ગોવા પાસે માત્ર 101 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

ભારતનો દરિયાકાંઠો

ભારતના 9 રાજ્ય દરિયા કિનારો ઘરાવે છે. જ્યારે 4 કેન્દ્ર શાસિત પ્રદેશ દરિયા કિનારો ધરાવે છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર. ગોવા, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના રાજ્ય દરિયા કાંઠા ધરાવે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પાસે સમુદ્ર તટ હોવા અંગેની વાત કરવામાં આવે તો, દીવ-દમણ, પોંડીચેરી, લક્ષદ્વીપ, અંદમાન-નિકોબાર ટાપુઓ પાસે દરિયા કાંઠો છે.

વાત ટાપુઓની

કુદરતી સૌંદર્ય ભારત પાસે અખૂટ છે. કુદરતે ભેટ આપેલી સુંદરતાને માણવા માટે લાખો પ્રવાસીઓ મન ભરીને તેને માણે છે.અખૂટ કુદરતી સૌંદર્યથી ભરપૂર ટાપુઓ પણ ભારત પાસે ખૂબ જ છે. જેનો કેન્દ્ર સરકાર દ્વારા વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. લક્ષદ્વીપ હાલમાં વિકાસને લઈ ચર્ચામાં આવ્યુ છે અને માલદિવ્સને પોતાના ટૂરિઝમ સામે સ્પર્ધાનો ખતરો દેખાવા લાગ્યો છે.

1208 જેટલા દ્વીપ ભારતમાં આવેલા છે. અંદમાન અને નિકોબાર, લક્ષદ્વીપ, દીવ, ગુજરાત, કેરળ, ઓડિશા, તામિલનાડુ અને બંગાળના રાજ્યો પાસે પણ દ્વીપ આવેલા છે. જેમાં કેટલાક દ્વીપ દરિયાઇ નહીં પરંતુ સરોવરમાં પણ આવેલા છે. આ પૈકીના મોટા ભાગના દ્વીપ ખૂબ જ સુંદર છે અને પ્રવાસીઓના મન મોહી લેનારા છે.

ગુજરાતનો દરિયા કાંઠો

ગુજરાતના ટાપુઓ વિશે

હવે વાત ગુજરાતના ટાપુઓ વિશે વાત કરવામાં આવે તો, 144 નાના મોટા ટાપુઓ આવેલા છે. જેમાંથી 32 ટાપુઓ મહત્વના છે. જે વિસ્તારની રુપે થોડાક મોટા છે અને તેને ડેવલપ કરી શકાય એવા છે. આ ઉપરાંત, તેમાંથી 13 એવા દ્વીપ છે, જેનો વિસ્તાર પ્રમાણમાં વધારે મોટો અને પ્રવાસને લઈ મહત્વના પૂરવાર થાય એવા છે. જે ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારથી નજીક છે.

આમ ગુજરાત પાસે ટાપુઓની સંખ્યા વધારે હોવા સાથે મોટા વિસ્તાર ધરાવતા ટાપુઓની સંખ્યા વધારે હોવાને લઈ તેને પ્રવાસ માટે વિકાસ હાથ ધરવામાં આવે એ દિશામાં વિચારવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે આ માટે આયોજન પણ શરુ કરી દીધા હોવાનું અગાઉ કહ્યું છે.

આ ટાપુઓ પર પર્યટન વિકાસ થઈ શકશે

આગામી સમયમાં રાજ્યના દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર, આણંદ સહિતના જિલ્લાઓના દરિયા કાંઠા વિસ્તારના ટાપુઓનો વિકાસ પર્યટન માટે હાથ ધરવામાં આવી શકે છે. જેમાં જામનગરના પિરોટન ટાપુ, દેવભૂમિ દ્વારકાનો કાળુભર, અજાડ, ભાયદળ, અજાડ, રોઝી, ગાંધીયોકાડો અને નોરા ટાપુનો વિકાસ કરવામાં આવશે. તેમજ ખંભાતના અખાતમાં આવેલ ભાવનગરના પીરમ બેટ અને આણંદના વાવલોડ ટાપુઓનો પણ વિકાસ કરવામાં આવી શકે છે.

રાજ્ય સરકારની નજરમાં 13 જેટલા ટાપુઓ પર નજર છે, આ માટે કુલ 18 જેટલા ટાપુઓને અલગ તારવવામાં આવ્યા હતા. જેમાંથી 13 ટાપુઓ પર પર્યટન વિકાસ થઈ શકે છે, એ અંગેના તમામ પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ માટે કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ હવે ટૂંક સમયમાં આ ટાપુઓ પર તબક્કા વાર પ્રાથમિક સુવિધાઓના નિર્માણ માટેની વ્યવસ્થાઓ ઉભી કરવા માટેની શરુઆત થઈ શકે છે.

કેવા પ્રકારે ડેવલપમેન્ટની શરુઆત થશે

હાલમાં દરિયાઈ ટાપુઓ પર સુવિધાઓ શૂન્ય છે. ટાપુઓ પર પહોંચવું એટલે પ્રવાસી માટે અત્યંત મુશ્કેલ છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા જ ટાપુઓ સુધી પહોંચવા માટેની વ્યવસ્થા ઉભી કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ પીવાના પાણીથી લઈ નાસ્તા અને ભોજનની સગવડો ઉભી કરવા સાથે બેસવા અને હરવા ફરવા માટેના સ્થળો તૈયાર કરવામાં આવી શકે છે. પેડેસ્ટ્રલ બ્રિજ, ઝીપ લાઈન અને આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, મરીન પાર્ક સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી શકે છે.

આમ દરિયાઇ ટાપુઓ પર પ્રાથમિક સુવિધાઓ સાથે વિકાસની શરુઆત કરવામાં આવશે. આ ઉપરાંત ખાણી પીણીની વ્યવસ્થાઓ તેમજ બોટ દ્વારા આવન જાવનની વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવી શકે છે. ટાપુઓના દરિયા કાંઠે રેત વિસ્તારમાં સુંદર બેઠક સ્થાનો તૈયાર કરવામાં આવી શકે છે. ઉપરાંત વીજળી માટેની પણ સૌર ઉર્જા સહિતની વ્યવસ્થા કરવામાં આવી શકે છે.

ગુજરાતના ટાપુઓ

ટાપુઓ પર આ હશે આકર્ષણ

દરિયા કાંઠા પર મોજતો અનેકવાર માણી હશે. પરંતુ ટાપુ પર મોજ માણવી એટલે એ અલગ આનંદ આપે છે. એક છેડેથી બીજો છેડતો ચાલતા જ પહોંચી જવાય એવા ટાપુઓ પરની હવા અને કુદરતી માહોલની મજા જ અલગ છે. જયાં સહેલાણીઓની સંખ્યા પણ નિયંત્રિત હોય છે.

તો વળી, દરિયાઈ વનસ્પતિ અને દેશ વિદેશના પક્ષીઓ સહિત રંગબેરંગી પરવાળા અને દરિયાઈ જીવસૃષ્ટી મન મોહી લેતી હોય છે. દરિયા કાંઠા વિસ્તારનો કુદરતી નજારો પણ નયરમ્ય હોય છે. તો ટાપુ પર હરવા ફરવામાં પ્રાઈવસી પણ મળી રહેતી હોય છે. આમ દરિયાઈ ટાપુમાં રજા ગાળવાનો અનુભવ અદ્બભૂત થતા હોય છે. માટે જ અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ જેવા ટાપુઓ પર સહેલાણી ની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે.

પીરોટન ટાપુ છે ખૂબ જાણીતો

જામનગરનો પીરોટન ટાપુ ખૂબ જ જાણીતો છે. આ ટાપુ જામનગરના દરિયાકાંઠાના બેડી બંદરથી 12 નોટીકલ માઇલ દૂર છે. આ ટાપુને દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ ટાપુનો વિસ્તાર લગભગ ત્રણેક ચોરસ કિલોમીટર જેટલો છે. જ્યાં ટાપુનો કિનારો ખડકાળ, કાદવ અને રેતી સહિતનો છે. તો વળી ટાપુ પર મેન્ગ્રોવ જંગલ પણ આવેલ છે. જામનગરની આસપાસમાં 42 જેટલા ટાપુઓ આવેલા છે. જેમાં પીરોટન ખૂબ જ જાણીતો ટાપુ છે.

આ ટાપુ પર સીધું પહોંચી શકાતુ નથી. અહીં પહોંચવા માટે મંજૂરી મેળવવી જરુરી છે. આમ ટાપુ પરની અવર જવર ખૂબ જ નિયંત્રિત રાખવામા આવેલ છે. સલામતી અને સુરક્ષાને લઈ ટાપુ પર સરકારી એજન્સીઓ દ્વારા પણ બાજ નજર રાખવામાં આવે છે. તો જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ ટાપુની અવર જવર પર જાહેરનામું પણ ફરમાવેલ હોય છે.

પીરોટન દરિયાઈ ઉદ્યાનનું આકર્ષણ

અહીં કરચલાની વિવિધ જાતો જોવા મળતી હોય છે. જેમાં ખાસ કરીને નેપચ્યુન, વરુ, રાજા, હરમીટ અને ભૂત કરચલા જોવા મળતા હોય છે. દરિયાઈ વિંછી, ફુરસા સાપ, દરિયાઈ સાપ, દરિયાઈ ગોકળગાય, દરિયાઈ ઘોડો, સાંઢા, સ્ટાર ફીશ, ઓક્ટોપસ, ખૂંધવાળી ભારતીય ડોલ્ફીન, દરિયાઇ અર્ચિન, જિંગા અને કાળુ માછલી પણ જોવા મળતી હોય છે.

પેણ, અલગ અલગ જાતિના બતક, સર્પ ગ્રીવા, કરચલા ખાઉ, કાદવના પક્ષી, જળ કાગડા અને ધોમડા પક્ષીની વિવિધ જાતીઓ જોવા મળતી હોય છે. પીરોટન ટાપુ પર જેલી ફીશ, બિલાડીની ટોપ જેવા પરવાળા, માનવીય રંગીન અલગ અલગ પરવાળા, તેમજ પીરોટન ટાપુની દીવાદાંડી અહીં જોવા લાયક છે.

પીરોટન પહોંચવુ મુશ્કેલ

કચ્છના અખાતમાં આવેલ પીરોટન ટાપુ પર વર્તમાન સમયમાં હાલ પ્રવાસ ખેડવો એટલે મુશ્કેલ વાત છે. આ ટાપુ પર ભરતીના માત્ર ત્રણ જ દિવસ પહોંચી શકાય છે. અહીં સવારે અને સાંજે પાણી કાંઠા નજીક આવે ત્યારે બોટ કાંઠાથી તરી શકે છે. આ માટે ખૂબ જ લાંબો સમય રાહ જોવી પડે છે. તો વળી કાદવમાં ઘણીવાર ચાલવું પડી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં અમુલ બાદ વધુ એક શ્વેત ક્રાંતિની શરૂઆત ઔષધીય ગુણોનો ખજાનો એવા આ દૂધની 10 દેશમાં નિકાસ કરાઈ રહી છે

Next Article