Gujarat elections 2022: આજે બપોરે 12 વાગ્યે કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતની ચૂંટણીની તારીખોની કરશે જાહેરાત, તારીખોની જાહેરાત થતા જ આચારસંહિતાનું થશે અમલીકરણ
આજે બપોરે ગુજરાતની ચૂંટણીઓની તારીખોની જાહેરાત થઈ જશે. કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરશે. નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે ત્યારે આજે ચૂંટણીની તારીખો જાહેર થતા જ આચારસંહિતા અમલમાં આવી જશે.
Gujarat elections 2022: આજે બપોરે ગુજરાતની ચૂંટણીઓની જાહેરાત થઈ જશે. કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરશે. નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે ત્યારે આજે ચૂંટણીની તારીખો જાહેર થતા જ આચારસંહિતા અમલમાં આવી જશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે . આ ચૂંટણી નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં કે ડિસેમ્બર માસની શરૂઆતમાં યોજાઈ શકે છે. ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં બીજા તબક્કાનું મતદાન યોજાઈ શકે છે. આજે બપોરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવશે.
ગુજરાતમાં ભાજપ , કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ
આ વખતની ચૂંટણી રસાકસીભરી બની રહેશે. ગુજરાતમાં સત્તાપક્ષ ભાજપ, કોંગ્ર્સે તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કોંગ્રેસના સાવ જ વળતા પાણી છે ત્યારે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતનૂ મુલાકાતે આવી ચૂક્યા છે તેમજ ગુજરાતના લોકો માટે વિવિધ વચનોની લ્હાણી પણ કરી ચૂક્યા છે તો કોંગ્રેસે પણ યુવાનોથી માંડીને માછીમારો સુધીના વર્ગ માટે લોભામણી જાહેરાતો કરી છે અને સત્તા પક્ષ પણ પોત પોતાના વિકાસકાર્યો સાથે આગેકૂચ કરી રહ્યો છે ત્યારે હવે ચૂંટણીની તારીખો જાહેર થતા જ ગુજરાતમાં વિવિધ પક્ષોની રેલી, ચૂંટણી સભા, પક્ષાંતર અને આરોપ પ્રત્યારોપનો દૌર જોવા મળશે.
ચૂંટણીની તારીખોની સાથે સાથે પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારોના અરજીપત્રકો ભરવાની તારીખ તેમજ ઉમેદવારી પત્રો ચકાસવાની અને ઉમેદવારી પત્રો પરત લેવાની તારીખોની પણ જાહેરાત કરવામાં આવશે . કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ બાદ ભાજપ દ્વારા ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા પણ વેગીલી બની શકે છે. દરમિયાન આજે આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં ભાજપની સંકલનની બેઠક મળવાની છે.
આજે સંકલનની બેઠકમાં ઉમેદવારોના નામ પર મરાશે મહોર
આ સંકલનની બેઠકમાં રાષ્ટ્રીય અને પ્રદેશના તમામ નેતાઓ હાજર રહેશે. ભાજપને સેન્સ પ્રક્રિયામાં કુલ 4340 બાયોડેટા મળ્યા છે. સેન્સ પ્રક્રિયામાં સૌથી વધુ બાયોડેટા 1490 ઉત્તર ગુજરાતમાંથી મળ્યા છે. ભાજપને સૌરાષ્ટ્રમાંથી કુલ 1163 બાયોડેટા મળ્યા છે. મધ્ય ગુજરાતમાં મળ્યા 962 બાયોડેટા. તો બીજી તરફ સૌથી ઓછા બાયોડેટા 725 દક્ષિણ ગુજરાતમાંથી મળ્યા છે. 2017ની ચૂંટણી કરતા 1100 બાયોડેટા વધારે મળ્યા છે. સેન્સ પ્રક્રિયામાં મળેલા આ બાયોડેટા પર સંકલનની બેઠક પર ભાજપ મંથન કરશે. સંકલનની બેઠક બાદ પસંદ કરેલા નામો માર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રાખવામાં આવશે.
રાષ્ટ્રીય નેતાઓને સોંપાઈ છે 20 જિલ્લાની જવાબદારી
ભાજપ દ્વાર ગુજરાતના 20 જિલ્લાઓની જવાબદારી જુદા જુદા રાષ્ટ્રીય નેતાઓને સોંપવામાં આવી છે. તે પૈકી શહેરી વિસ્તાર સિવાય તમામ જિલ્લાઓમાં રાષ્ટ્રીય નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વિનોદ તાવડેને વડોદરાની જવાબદારી સોંપવામાં આવી છે તો સી.ટી. રવિને આણંદની જવાબદારી સોંપાઈ છે અને તરૂણ ચુગને જામનગર જિલ્લાની જવાબદારી તથા સ્વતંત્ર દેવ સિંહને કચ્છ માટે જવાબદારી સોંપવામાં આવી છે. ઈંદર પરમારને ખેડા જિલ્લો, અરવિંદ ભદોરીયાને ભરૂચ જિલ્લો સોંપાયો છે. નિતીન નવીનને સુરત જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ નેતાઓ જે તે જિલ્લામાં ચૂંટણી સુધી હાજર રહેશે અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.