ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોને લઈને મોટા સમાચાર, 3 નવેમ્બરે ચૂંટણીની તારીખો થઈ શકે છે જાહેર

Gujarat Election 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો 3 નવેમ્બરે જાહેર થઈ શકે છે. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા ત્રીજી નવેમ્બરે બપોર બાદ ગુજરાતની ચૂંટણીની તારીખોની જાહેરાત કરે તેવી શક્યતા છે. જેમા સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોને લઈને મોટા સમાચાર, 3 નવેમ્બરે ચૂંટણીની તારીખો થઈ શકે છે જાહેર
ગુજરાત વિધાનસભા ચૂંટણી
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 01, 2022 | 9:46 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ત્રીજી નવેમ્બરે તારીખો જાહેર થઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. 3 નવેમ્બરે બપોરના સમયે ચૂંટણી પંચ ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે. જેમા પ્રથમ તબક્કાની ચૂંટણી ડિસેમ્બરની 1લી અથવા 2જી તારીખે યોજાઈ શકે છે. જ્યારે બીજા ફેઝની ચૂંટણી 5 ડિસેમ્બરે અથવા 6 ડિસેમ્બરે યોજાઈ શકે છે. જેમા 8 ડિસેમ્બરે હિમાચલના પરિણામો સાથે જ ગુજરાત ચૂંટણીના પણ પરિણામો જાહેર થઈ શકે છે.

ગુજરાતમાં બે તબક્કામાં યોજાઈ શકે છે ચૂંટણી

રાજ્યમાં હાલ વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. માત્ર તારીખો જાહેર થાય એટલી જ વાર છે. તમામ રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં આવી ગઈ છે અને જોરશોરથી પ્રચાર કરી રહી છે. સત્તાધારી પાર્ટી ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. આ વખતે ગુજરાતમાં ત્રીપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે. જેમા ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ મેદાને છે અને ગુજરાતમાં પુરી તાકાત લગાવી રહી છે. ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે કારણે કે ગુજરાતમાં ભાજપ 25થી વધુ વર્ષોથી શાસનમાં છે. જ્યારે કોંગ્રેસ 25 વર્ષથી ગુજરાતમાં સત્તાથી બહાર છે. ત્યારે કોંગ્રેસ માટે આ ચૂંટણી અસ્તિત્વ બચાવવાની લડાઈ છે. આ ટર્મની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં રાજકીય જમીન તલાશી રહી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ વખતેની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ ટક્કર આપી રહી છે. આ ઉપરાંત BTP અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ મેદાને છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં તેમના ઉમેદવારોની 8 યાદી પણ જાહેર કરી દીધી છે. જો કે હજુ સુધી સીએમનો ચહેરો જાહેર કરવામાં નથી આવ્યો. આ તરફ ભાજપે પણ સીએમના ચહેરાને લઈને હજુ સુધી કોઈ પત્તા ખોલ્યા નથી. ભાજપ દ્વારા ત્રણ દિવસ સુધી ઉમેદવાર પસંદગીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમા નિરીક્ષકોએ દાવેદારોની સેન્સ લઈ મોવડીમંડળને યાદી સોંપી છે.

g clip-path="url(#clip0_868_265)">