Tapi: ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી, તાપી નદીમાં પાણી ઓછુ છોડાતા સુરતને રાહત

ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક ઘટી છે. જેના પગલે પાણીની જાવક પણ ઘટાડાઇ છે. હાલ ઉકાઈ ડેમમાંથી 1.28 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 11:57 AM

ગુજરાતમાં ચોમાસાનો (monsoon 2022) સારો એવો વરસાદ વરસ્યો છે. ગુજરાત આસપાસના રાજ્યોમાં પણ વરસાદી (Rain) માહોલ છે. ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં (Ukai Dam) નવા નીરની આવક થવા લાગી હતી અને તેના પગલે ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હતુ. જો કે ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટતા જાવક ઘટાડાઈ છે. હાલ ઉકાઈ ડેમમાંથી 1.28 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તાપી નદીમાં (Tapi River) પાણી છોડવાનું ઓછું કરાતા સુરત મનપાને હવે રાહત મળી છે.

ઉકાઈ ડેમની હાલની સપાટી 335.28 ફૂટ

ચોમાસાની શરૂઆતથી ગુજરાત પર મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે.જેને કારણે રાજ્યના મોટાભાગના જળાશયોમાં નવા નીર આવ્યા છે. પાણીની ભારે આવકના પગલે ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હતુ. જો કે હવે ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી છે. જેના પગલે પાણીની જાવક પણ ઘટાડાઇ છે. હાલ ઉકાઈ ડેમમાંથી 1.28 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેના પગલે તાપીમાં પાણી છોડવાનું ઓછું કરાતા સુરત મનપાને મોટી રાહત મળી છે. કારણ કે ઉકાઇ ડેમમાં ગઈકાલ સુધી 1.84 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હતું. તાપી નદીમાં પાણીની સ્તર વધતા આસપાસના નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યાં હતા. જો કે હવે ઉકાઈ ડેમની હાલની સપાટી 335.28 ફૂટ છે અને સુરતનો વિયર કમ કોઝવે 9.13 મીટરની સપાટીએ વહી રહ્યો છે.

વન વિભાગની ટીમે ટાપુ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો

ઉપરાંત તાપીના ઉચ્છલ તાલુકાના સેલુડ ગામે આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi Amrit mahotsav) રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે. સેલુડ ગામે તાપી નદીમાં આવેલા ટાપુ પર તિરંગો લહેરાવાયો.વન વિભાગે હર ઘર તિરંગા (har ghar tiranga) અભિયાન અંતર્ગત ચાલી રહેલા કાર્યક્રમ અંતર્ગત ટાપુ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આ ટાપુ આવેલો છે. વન વિભાગની ટીમ અહીં પહોંચી હતી અને તિરંગો લહેરાવ્યો હતો. ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તાપી નદીમાં નૌકા તિરંગા યાત્રા યોજાઈ. જેમાં નૌકા હરીફાઈનું પણ આયોજન કરાયું હતું.

આ ત્રિરંગા યાત્રામાં જિલ્લાના અલગ અલગ ગામોના માછીમારોએ ભાગ લીધો હતો. નૌકા ત્રિરંગા યાત્રામાં (tiranga yatra) સાંસદ પ્રભુ વસાવા, કલેકટર સહિતના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. નૌકા તિરંગા યાત્રા જોવા મોટી સંખ્યાામાં લોકો ઉમટી પડયા હતા.

Follow Us:
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">