વરસાદી વાતાવરણ વચ્ચે ભેજવાળું વાતાવરણ અકળાવી શકે છે, જાણો કેવું રહેશે તમારા શહેરનું હવામાન

નર્મદા, નવસારી, અમદાવાદ, વડોદરા, સુરત, પોરબંદર (Porbandar) ખાતે હળવાથી ભારે ઝાપટાં પડવાની શકયતા છે. ગુજરાતના વિવિધ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદમાં બફારાનું (Humidity) પ્રમાણ વધારે રહેશે.

વરસાદી વાતાવરણ વચ્ચે ભેજવાળું વાતાવરણ અકળાવી શકે છે, જાણો કેવું રહેશે તમારા શહેરનું હવામાન
Gujarat Weather Update
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 14, 2022 | 6:44 AM

રાજયમાં હાલમાં વરસાદનો  (Rain) બીજો રાઉન્ડ જામ્યો છે. ત્યારે આજે તમારા શહેરમાં વરસાદી માહોલ જામેલો રહેશે. હવામાન વિભાગ (IMD) દ્વારા આગાહી કરવામાં આવી હતી કે નર્મદા, નવસારી, અમદાવાદ, વડોદરા, સુરત, પોરબંદર (Porbandar) ખાતે હળવાથી ભારે ઝાપટાં પડવાની શકયતા છે. ગુજરાતના વિવિધ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદમાં બફારાનું (Humidity) પ્રમાણ વધારે રહેશે.

અમરેલી અને આણંદમાં પડી શકે છે ભારે ઝાપટા

અમદાવાદમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 85 ટકા હ્યુમિડિટી સાથે વરસાદની શકયતા 60 ટકા જેટલી છે. તો અમરેલીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે ભારે ઝાપટાની શક્યતા સાથે વરસાદની 70 ટકા શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તો આણંદમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી સાથે ભારે ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો અરવલ્લીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે વરસાદની શકયતા 60 ટકા જેટલી છે.

બનાસકાંઠામાં રહેશે ભારે બફારાનું વાતાવરણ

બનાસકાંઠામાં હળવાથી મધ્યમ ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે અહીં ભેજનું પ્રમાણ 90 ટકા જેટલું રહેવાની શકયતા છે તેથી શહેરીજનોને બફારો અકળાવી શકે છે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે હળવાથી ભારે ઝાપટા પડી શકે છે તો ભાવનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેવાનું અનુમાન છે.

ડાંગમાં હળવાથી મધ્યમ ભારે વરસાદની આગાહી

ડાંગમાં 92 ટકા ભેજ સાથે મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહેવાની શકયતા છે. અહીં વરસાદની શકયતા 70 ટ કા જેટલી વ્યક્ત કરવામાં આવી છે. તો દેવભૂમિ દ્વારકામાં 83 ટકા ભેજ સાથે મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. અને હવામાન વિભાગ દ્વારા 70 ટકા વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. અને વરસાદની શકયતા 60 ટકા જેટલી છે.

જૂનાગઢમાં રહેશે ભેજનું પ્રમાણ

જૂનાગઢ જિલ્લામાં હાલમાં વરસાદી વાતાવરણ રહેશે અને ભેજનું પ્રમાણ રહેતા બફારો અકળાવી શકે છે. અહીં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો વરસાદની શકયતા 70 ટકા જેટલી છે. તો પોરબંદરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો ભેજનું પ્રમાણ 86 ટકા જેટલું રહેશે. અને વરસાદી ઝાપટા પડવાની શકયતા 70 ટકા જેટલી રહેશે. તો રાજકોટમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે, જ્યારે વરસાદની શકયતા 70 ટકા જેટલી છે.

સુરતમાં છવાશે મેઘો, પડી શકે છે વરસાદી ઝાપટાં

સુરત શહેરમાં ભેજનું પ્રમાણ 88 ટકા જેલું રહેશે અને વરસાદની શકયતા 80 ટકા જેટલી વ્યક્ત કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગરમાં પણ વરસાદી ઝપટાં ભીંજવી શકે છે. સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે તો વડોદરામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો વરસાદ પડવાની શકયતા 70 ટ કા જેટલી છે વલસાડમાં પણ વરસાદ પડવાની શકયતા 70 ટકા જેટલી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે વલસાડનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 31 ડિગ્રી રહેશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati