વડોદરામાં સૂર્યકિરણ એરોબેટિક ટીમે 132 વિમાનો સાથે કર્યા દિલધડક કરતબો, ત્રિરંગાની થીમ રજૂ કરતા જ ગૂંજી હર્ષની ચીચીયારીઓ

|

Jan 23, 2025 | 4:02 PM

વડોદરામાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે 132 હોક એમકે વિમાનો સાથે અદ્ભુત એર શોનું આયોજન કર્યું હતું. 14 વર્ષ બાદ પ્રથમવાર ત્રિરંગા થીમ પર આધારિત પ્રદર્શન જોવા મળ્યું હતું. આ શો 40 મિનિટ ચાલ્યો અને શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, જો કે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. આ શો દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયો હતો.

વડોદરાના દરજીપુરા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશનમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા હોક MK 132 વિમાનો સાથે આજે એર શો યોજાયો હતો. ઇન્ડિયન એરફોર્સનાં 9 હોક વિમાનો દ્વારા હવામાં અદ્ભુત કરતબ બતાવવામાં આવ્યાં હતાં. એરફોર્સના જવાનોએ અદ્ભુત આકાશી દૃશ્યો સર્જી લોકોને અચંબિત કરી દીધા હતા. લોકોએ પણ બૂમો પાડી પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો. 14 વર્ષ બાદ પ્રથમવાર એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ટ્રાય કલર ડિસ્પ્લે રજૂ કર્યાં હતાં. તિરંગા કલર થીમ પર એરફોર્ટના MK 132 વિમાનોએ એન્ટ્રી કરી હતી.

ભારતીય વાયુસેનાના એર શૉ પૂર્વે લોકોની ભારે ભીડ શહેરના નેશનલ હાઇવે 48 સામે આવેલા પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે ઊમટી પડી હતી. એર શો શરૂ થાય એ પહેલાં જ શહેરના આજવાથી ગોલ્ડન ચોકડી તરફ ટ્રાફિકજામનાં દૃશ્યો પણ સામે આવ્યાં હતાં. બીજી તરફ એર શો નિહાળવા માટે ગ્રાઉન્ડમાં જગ્યા ન રહેતાં લોકો હાઈવેની પાસે પણ ઊભા રહી ગયા હતા, જેને લઇ ટ્રાફિક- પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ એર શો આસપાસના 20 કિમીના વિસ્તારમાં જોવા મળ્યો હતો, એને લઈને લોકોએ પોતાની અગાસીમાંથી પણ એર શોને નિહાળ્યો હતો અને વીડિયો-તસવીરો લીધાં હતાં.

1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા

ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમમાં 9 હોક વિમાનો અને 14 પાઇલટ હતા, જેમણે આજે પ્રદર્શન કર્યું હતું. દરજીપુરા-પાંજરાપોળ ગ્રાઉન્ડ, APMC માર્કેટ અને આસપાસની સોસાયટીઓ સહિત હાલોલ ટોલટેક્સ પાસેથી પણ લોકોએ આ એર શોને નિહાળ્યો હતો. અહીં મુખ્ય અતિથિ માટે એરફોર્સ સ્ટેશનની અંદર વ્યવસ્થા કરાઈ હતી. આ શો 40 મિનિટ સુધી ચાલ્યો હતો. વર્ષ-2025નો ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમનો આ પહેલો શો હતો.

 

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article