સુરતના ઉધના (Udhna) રેલવે સ્ટેશન પર ઉતરતાની સાથે જ પેસેન્જરોને (Passengers) ચારેબાજુ હરિયાળું વાતાવરણ અને પક્ષીઓનો (Birds ) કલરવ સાંભળવા મળે છે. તો મુસાફરોએ તેમાં આશ્ચર્યમાં મુકવાની જરૂરી નથી. કારણ કે આખા દેશમાં આ એક જ એવું રેલવે સ્ટેશન છે જેને ગ્રીન રેલવે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં આવનારા હજારો પ્રવાસીઓને આ રેલવે સ્ટેશન પર ઉતર્યા પછી એક અલગ જ અનુભવ થાય છે. ઉધનાને ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાઈમેટ એક્શનની થીમ પર મોડલ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. સ્ટેશન ‘ટ્રિપલ-એ’ ના સિદ્ધાંત પર પર્યાવરણ સુરક્ષા કરે છે. એટલે કે અવેરનેસ,એટીટ્યુડ અને એક્શન. અહીં 50 કરતા વધુ ચિત્રોને ગ્રીન ગેલેરી સ્વરૂપે સુશોભિત ઉધના રેલવે સ્ટેશને મુસાફરોને નવો સંદેશ આપે છે.
ગ્રીનમેન તરીકે જાણીતા અને વેસ્ટર્ન રેલવે માટે સકારાત્મક વિઝન સાથે વિરલ દેસાઈએ અહીં 4500 થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. ગ્રીન ઉધના રેલવે સ્ટેશનને મોડલને કારણે ભારતમાં લુપ્ત થઈ રહેલા પક્ષીઓ ખાસ કરીને ચકલીઓને સહારો મળ્યો છે. ગ્રીન ઉધના સ્ટેશન ભારતનું પહેલું એવું રેલવે સ્ટેશન છે, જ્યાં સ્પેરો ઝોન તૈયાર કરવામાં આવી રહ્યું છે. સુરતના ઉધના સ્ટેશનના 19000 ચોરસ ફૂટમાં 1500 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફોરેસ્ટ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે.
વિશ્વનું આ પહેલું એવું રેલવે સ્ટેશન છે જે ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન અને જૈવ વિવિધતાના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. ભારતીય રેલવેનું પ્રથમ શહેરી જંગલ અહીં બનાવવામાં આવ્યું છે. તે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિમાં બનાવવામા આવ્યું છે. તેને શહીદ સ્મૃતિ વન નામ આપવામાં આવ્યું છે.
લીમડો, પીપળ, બદામ, જામફળ અને વડના વૃક્ષો 19000 ચોરસ ફૂટ વિસ્તારમાં ઉગાડવામાં આવ્યા છે. બે વર્ષથી ઓછા સમયમાં અહીં જંગલ તૈયાર થઈ ગયું છે. આ અહીં આવતા પ્રવાસીઓને એક અલગ જ અનુભવ આપે છે. દેશભરના અન્ય સ્ટેશનો પર જ્યાં ખૂબ ગંદકી હોય છે ત્યાં આ સ્ટેશન પર સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પક્ષીઓ અને અન્ય પ્રાણીઓની 30 થી વધુ પ્રજાતિઓ અહીં રહે છે.
આ પણ વાંચો :
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો