Surat: શહેરના પ્રથમ મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજનું કામ 80 ટકા પૂર્ણ, ભયંકર ટ્રાફિકની સમસ્યા હવે થશે હલ

|

Aug 09, 2021 | 9:28 PM

બ્રિજ સીટી સુરતમાં હવે પહેલો મલ્ટીલેયર ફ્લાય ઓવર બ્રિજ બનવા જઈ રહ્યો છે. આ બ્રિજનું કામ 80 ટકા પૂર્ણ થઈ ગયું છે અને હવે માર્ચ 2022 સુધીમાં આ બ્રિજનું લોકો માટે ખુલ્લો મુકાય તેવી ગણતરી છે.

Surat: શહેરના પ્રથમ મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજનું કામ 80 ટકા પૂર્ણ,  ભયંકર ટ્રાફિકની સમસ્યા હવે થશે હલ
Surat: multilayer flyover bridge

Follow us on

Surat: સુરત શહેરને પૂર્વ તથા પશ્ચિમ ભાગને વિભાજીત કરતી વર્ષો જૂની રેલવે લાઈન ઉપર આવેલા રેલવે અંડર પાસ સહારા દરવાજા ગરનાળા તરીકે પ્રખ્યાત છે. 1980ના દાયકા સુધી સુરતનો વિકાસ રેલવે લાઈનની પશ્ચિમ સુધી મર્યાદિત હતો. આ દરમ્યાન ટેક્સ્ટાઈલ માર્કેટની સ્થાપના થઈ. જેથી પરપ્રાંતિયો સુરત રોજગારી માટે આવવા લાગ્યા પરિણામે સહારા દરવાજાથી પૂર્વ દિશામાં આશરે 10 કિલોમીટર સુધી વિકાસ વધ્યો અને ટેક્સ્ટાઈલ માર્કેટો બનતી રહી. જે બાદ ટ્રાફિકનું ભારણ પણ સતત વધી રહ્યું છે.

 

 

23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી

ત્યારે હવે સુરત મુંબઈ રેલવે લાઈન પર શહેરના પ્રથમ મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સુરતના પહેલા થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજનું કામ અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. સુરતના સહારા દરવાજા અને પુણા વિસ્તારમાં ટ્રાફિકની ભયંકર સમસ્યા જોવા મળે છે. માર્કેટ વિસ્તાર ઉપરાંત શહેરમાં પ્રવેશવાનો પણ આ એક રસ્તો હોય ટ્રાફિકથી આ રસ્તો જામ રહે છે. જેથી સુરત મનપા દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

 

 

સહારા દરવાજા પાસે હયાત ગરનાળા નીચેના ભાગે આઠ લેન ખુલશે. ગરનાળાના ઉપરના ભાગે બે લેનના મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજ છે. જંકશન પર નીચેના ભાગે ચાર લેન અને બ્રિજ પર બે-બે લેન એક સાથે હશે. બે લેન રિંગરોડ બ્રિજના નીચેના ભાગથી ઉધના દરવાજા જવા માટે અને બે લેન ઉધના દરવાજાથી દિલ્હીગેટ જવા માટે હશે.

 

આર.ઓ.બી માટે 41 મીટરના નવ જેટલા સ્પાન ટ્રેક ઉપર મૂકવા પડશે. તે માટે રેલવે પાસે બ્લોક માંગવામાં આવશે. રેલવેના ત્રણ સ્પાન બાકી છે અને 1 સ્પાનની મંજૂરી અંતિમ તબક્કામાં છે. આ મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજ 80 ટકા તૈયાર થઈ ગયો છે અને માર્ચ 2022 સુધી કામ પૂર્ણ કરવા માટેની ખાતરી કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી છે.

 

સહારા દરવાજા મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજ પ્રોજેકટ:

પ્રોજેકટ કોસ્ટ: રૂપિયા 138 કરોડ
કોન્ટ્રાકટર: રણજીત બિલ્ડકોન
કામગીરી શરૂ કર્યાનો સમય: નવેમ્બર 2017
કામગીરી પૂર્ણ કરવાનો સમય: 36 મહિના એટલે કે 5/11/2020માં આ બ્રિજનું જ પૂર્ણ કરવાનું હતું..
હાલમાં બ્રિજની કામગીરી 80% પૂર્ણ થઈ છે.

 

 

આ પણ વાંચો: Surat : યુવાઓના સર્વાંગી વિકાસ માટે સુરતમાં “સરદારધામ” બનાવવાની વિચારણા

Next Article