AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : યુવાઓના સર્વાંગી વિકાસ માટે સુરતમાં “સરદારધામ” બનાવવાની વિચારણા

આર્થિક રીતે નબળા યુવક-યુવતીઓને સારું ઉચ્ચ શિક્ષણ અને તાલીમ મળી રહે તે માટે સુરતમાં સરદારધામ બનાવવાનો વિચાર ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં આ વિચારને અમલીકૃત કરવામાં આવશે.

Surat : યુવાઓના સર્વાંગી વિકાસ માટે સુરતમાં સરદારધામ બનાવવાની વિચારણા
Surat: Consideration to build "Sardardham" in Surat for all round development of youth
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 12:03 AM
Share

સુરત 21મી સદી જ્ઞાન વિજ્ઞાન(Science ) અને આધુનિકતાની સદી છે. તેવામાં શેરના પાટીદાર યુવાવર્ગ દ્વારા યુવાઓના સર્વાંગી વિકાસ માટે સરદારધામ ભવનનું(Sardar Dham ) નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિશન 2026 અંતર્ગત સુરતમાં અંદાજે  200 કરોડના ખર્ચે સરદારધામનું નિર્માણ કરવાની તૈયારી કરાઈ રહી છે. સરદારધામના પહેલા ચરણમાં એક હજાર દીકરીઓ અને એક હજાર દીકરાઓ માટે આવાસ ભોજન અને શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.

આ ક્ષમતા વધારીને 10 હજાર કરવાનો પણ લક્ષ્ય છે. સરદારધામમાં આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે બધી જ સુવિધાઓ મફત આપવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. તેની સાથે જ આર્થિક રીતે નબળા દીકરાઓના ખર્ચ પણ સંસ્થાના દાતાઓના સહયોગથી ઉઠાવવામાં આવશે.

સરદારધામ બનાવવા માટે જમીન શોધવા કમિટી બની :

સરદારધામના પદાધિકારીઓએ જણાવ્યું છે કે સુરતમાં આ સરદારધામ ક્યાં બનશે તેના માટે એક કમિટી બનાવવામાં આવી છે. જે આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારમાં જમીનના વિકલ્પો શોધશે. તે બાદ યોગ્ય જગ્યા પર સરદારધામનું નિર્માણ કરવામાં આવશે. સુરતના યુવાનોને આ વિચાર અમદાવાદમાં 200 કરોડના ખર્ચે બનીને તૈયાર થયેલ સરદારધામ ભવનની મુલાકાત લીધા પછી આવ્યો છે. સરદારધામમાં દીકરીઓને લાભ માટે એક રૂપિયાના ટોકન પર પ્રવેશ આપવામાં આવશે. જયારે સક્ષમ દીકરીઓની પાસેથી મામૂલી રકમ લઈને પ્રવેશ આપવામાં આવશે.

પહેલા તબક્કામાં બે હજાર બાળકોને આપવામાં આવશે સુવિધા : સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું છે કે સુરતમાં પાટીદાર સમાજની વસ્તી 18 લાખ નજીક છે. જેના પ્રમાણે સુરતમાં ઓછામાં ઓછા 10 હજારની ક્ષમતા ધરાવતા ભવનની જરૂરિયાત છે. પરંતુ પહેલા તબક્કામાં સરદારધામમાં એક હજાર દીકરીઓ અને 1 હજાર દીકરાઓ માટે રહેવા, ખાવા પીવા અને શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. સમાજના બાળકો સિવિલ સર્વિસ, એન્જીનીયરીંગ અને મેડિકલ સહિત અન્ય ક્ષેત્રોમાં કેરિયર બનાવી શકે તે માટે ભાર આપવામાં આવશે. અહીં મોટાભાગની સુવિધાઓ નિઃશુલ્ક આપવાનો પ્રયત્ન કરવામાં આવશે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">