Surat: મેડિકલ સ્ટોરના સંચાલક પાસે 50 હજારનો તોડ કરનાર હેડ કોન્સટેબલને પોલીસે ઝડપી પાડ્યો
સુરતના પૂણા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોર(Medical Store)ના માલિકને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પોલીસકર્મીએ 50 હજારનો તોડ કર્યો હોવાની પોલીસ કમિશનરમાં ફરિયાદ થઈ હતી. પોલીસ તપાસ કરતા પંકજ ડામોર નામનો હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે.
સુરતમાં વધુ એક વખત પોલીસ લાંચની હોય તેવી ઘટના સામે આવી છે. આ વખતે સુરતના પૂણા વિસ્તારમાં વેલનેસ મેડિકલ ચલાવતા શંકરભાઈ પાસેથી 50 હજારથી વધારેની લાંચ લેતાની ઘટનામાં એક હેડ કોન્સ્ટેબલ પંકજ ડામોરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કર્મી સહિત 5 સામે ખંડણીનો ગુનો પણ નોંધવામાં આવ્યા છે.
સુરતના પૂણા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરના માલિકને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પોલીસકર્મીએ 50 હજારનો તોડ કર્યો હોવાની પોલીસ કમિશનરમાં ફરિયાદ થઈ હતી. આ મામલે મેડીકલ સ્ટોરના વેપારીએ પુણા પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ આધારે પોલીસે પંકજ નામના પોલીસકર્મી સહિત 5 સામે ખંડણીનો ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રતિબંધીત ડ્રગ્સનું વેચાણ કરો છો તેમ કહી તોડ પાડ્યો
સુરતના પૂણામાં અર્ચના સ્કૂલ પાસે વેલનેસ મેડિકલ સ્ટોર ચલાવતા ભવાની શંકરે ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું કે, એક વ્યક્તિ માથાના દુ:ખાવાની દવા લેવા આવ્યો હતો. જેની ગણતરીની મિનિટોમાં પૂણા પોલીસના હેડ કોન્સ્ટેબલ પંકજ ડામોર ત્યાં પહોંચી પ્રતિબંધીત ડ્રગ્સનું વેચાણ કરો છો તેમ કહી, નાર્કોટિક્સ એક્ટ હેઠળ કેસ કરવાની ધમકી આપી હતી. ભવાની શંકરે આ દવા શિડ્યુલ ડ્રગ્સ ન હોવાનું જણાવ્યું હતું.
મેડિકલ માલિકે કમિશનરને ફરિયાદ કરી
પંકજે મેડિકલ માલિકને રિક્ષામાં બેસાડી પોલીસ કેસ કરવાની ધમકી આપી દોઢ લાખની માગણી કરી હતી. વેલનેસ મેડિકલ સ્ટોરના પુત્ર અને પત્નીને પોલીસ સ્ટેશને બોલાવી અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા. ત્યારબાદ મેડિકલ માલિકના પુત્રને લાંચીયા પોલીસકર્મીએ પોતાની મોપેડ પર લઈ ગયો. જ્યાં વરાછા પોદાર આર્કેડ પાસે મોપેડમાં પેટ્રોલ પુરાવ્યા પછી એટીએમમાંથી 50 હજાર કઢાવ્યા હતા. પોલીસકર્મીએ 50 હજારનો તોડ કરતા આખરે આ અંગે ભવાનીશંકરે પોલીસ કમિશનરમાં ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો : સુરતના યુવકની ‘ધ કેરલા સ્ટોરી’ મૂવી માટે રિક્ષા સેવા, સિનેમાઘર સુધી લોકોને ફ્રીમાં પહોંચાડે છે યુવક
લાંચીયા પોલીસકર્મીની પોલીસે ધરપકડ કરી
આ ફરિયાદને લઈ સમગ્ર મામલો ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચતા પોલીસકર્મીએ 50 હજાર પરત આપી દીધા હતા. સુરત પોલીસે પોલીસે પંકજ નામના તોડબાજ પોલીસકર્મી સહિત 5 સામે ખંડણીનો ગુનો નોંધ્યો હતો. સમગ્ર કેસની તપાસ એસીપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…