Surat: ઘરઘાટી બની ચોરી કરનાર દંપતીની ખટોદરા પોલીસે કરી ધરપકડ, બે ગુનાના ભેદ ઉકેલાયા

ACP ઝેડ આર દેસાઈએ જણાવ્યું હતું કે આ ઘટનામાં દંપતીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ સુનીલની માતા સુંદરી દેવી વોન્ટેડ છે. આરોપીઓ થોડો સમય ઘરઘાટી તરીકે કામ કરતા હતા અને થોડો સમય બાદ તક મળતા જ ઘરમાં હાથફેરો કરી લેતા હતા.

Surat: ઘરઘાટી બની ચોરી કરનાર દંપતીની ખટોદરા પોલીસે કરી ધરપકડ, બે ગુનાના ભેદ ઉકેલાયા
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 15, 2023 | 2:23 PM

Surat : સુરતમાં ઘરઘાટી તરીકે કામ કરીને ઘરમાં ચોરી કરનાર દંપતીને ખટોદરા પોલીસની (Khatodara Police) ટીમે ઝડપી પાડી છે. પોલીસે ફેરિયાનો વેશ ધારણ કરીને બિહારના ભાગલપુર જિલ્લાના કહલગાવ ખાતેથી આ દંપતીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને ખટોદરા અને વેસુ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે.

આ પણ વાંચો- Valsad : મોત પછી પણ મજબુરી તે આનું નામ ! કપરાડાના બારપુડામાં ઘૂંટણસમા પાણીની વચ્ચે ગ્રામજનો અંતિમયાત્રા કાઢવા મજબૂર, જુઓ Video

પોલીસે આરોપીઓને પકડવા માટે ફેરિયાનો વેશ ધારણ કર્યો

સુરતમાં ખટોદરા પોલીસની ટીમને માહિતી મળી હતી કે સુરતમાં ઘરઘાટી તરીકે કામ કરી ઘરમાં ચોરી કરનાર આરોપીઓ બિહારના ભાગલપુર જિલ્લાના કહલ ગાવ ખાતે રહે છે બાતમીના આધારે પોલીસને એક ટીમ બિહાર ગઈ હતી. જ્યાં તપાસ કરતા આરોપીઓ પહાડ ઉપર રહેતા હોય અને પોલીસ તરીકે તપાસ કરે તો આરોપીઓ પહાડી પાછળથી ભાગી જવાની સંભાવના હતી. જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે ફેરિયાનો વેશ ધારણ કર્યો હતો અને બે દિવસ રેકી કરીને આરોપીઓની ધરપકડ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024
કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા

બે ગુનાના ભેદ ઉકેલાયા

ખટોદરા પોલીસની ટીમે ફેરિયાનો વેશ ધારણ કરીને ઘરઘાટી તરીકે કામ કરી ચોરી કરનાર સુનિલ રામજી શાહ અને તેની પત્ની પૂજાબેનની ધરપકડ કરી હતી. ખટોદરા પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ખટોદરા અને વેસુ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે સુંદરી દેવી નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનામાં દંપતીની ધરપકડ

ACP ઝેડ આર દેસાઈએ જણાવ્યું હતું કે આ ઘટનામાં દંપતીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ સુનીલની માતા સુંદરી દેવી વોન્ટેડ છે. આરોપીઓ થોડો સમય ઘરઘાટી તરીકે કામ કરતા હતા અને થોડો સમય બાદ તક મળતા જ ઘરમાં હાથફેરો કરી લેતા હતા. આરોપીઓએ આવી રીતે વેસુ વિસ્તારમાં 9 લાખ તેમજ ખટોદરા વિસ્તારમાં 5 લાખની ચોરી કરી હતી. પોલીસે બિહાર જઈને ત્યાંના સ્થાનિક વિસ્તારના ફેરિયાઓનો વેશ ધારણ કરીને આરોપીઓને પકડ્યા છે.

પોલીસે ત્યાં જઈને આરોપીઓ વિશે માહિતી એકત્ર કરી હતી અને ત્યાં રેકી કર્યા બાદ આરોપી દંપતીની ધરપકડ કરી છે. આરોપીઓ ઘરઘાટી તરીકે કામ કરીને ઘર માલિકનો વિશ્વાસ કેળવીને તક મળતા જ ઘરમાં હાથફેરો કરીને ફરાર થઈ જતા હતા. આરોપીઓએ ચોરીનો મુદ્દામાલ પોતાના મોજશોખમાં ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત તેઓએ ચોરીનો મુદામાલ જ્યાં વહેંચ્યો છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
g clip-path="url(#clip0_868_265)">