AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : લિફ્ટના દરવાજામાં 22 વર્ષના યુવકનું માથુ ફસાયું, સારવાર દરમિયાન યુવકનું થયું મોત

સુરતના (Surat) વેસુ વિસ્તારમાં રઘુવીર સત્યની નવનિર્મિત બિલ્ડિંગ બનવાની સાઈટ ચાલી રહી છે. આ નવનિર્મિત બિલ્ડિંગની બાંધકામ સાઈટ પર જ 22 વર્ષીય શંભુ સુદર્શન બાબરી રહેતો હતો. શંભુ આ સાઈટમાં મજૂરી કામ કરી રહ્યો હતો.

Surat : લિફ્ટના દરવાજામાં 22 વર્ષના યુવકનું માથુ ફસાયું, સારવાર દરમિયાન યુવકનું થયું મોત
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 31, 2023 | 4:41 PM
Share

સુરતના વેસુ વિસ્તારમાં લિફ્ટમાં માથું ફસાઈ જતા 22 વર્ષીય યુવકનું મોત થયા હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. યુવકનું લિફ્ટના દરવાજામાં માથું ફસાઈ ગયા બાદ તેને ગંભીર ઈજાઓ થઇ હતી. બાદમાં યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઘટનાને લઇને વેસુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- Gujarati Video : સુરતમાં એસીબીએ સેન્ટ્રલ GSTના અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા

યુવકનું માથુ લિફ્ટના દરવાજામાં આવી ગયુ હતુ

સુરતના વેસુ વિસ્તારમાં રઘુવીર સત્યની નવનિર્મિત બિલ્ડિંગ બનવાની સાઈટ ચાલી રહી છે. આ નવનિર્મિત બિલ્ડિંગની બાંધકામ સાઈટ પર જ 22 વર્ષીય શંભુ સુદર્શન બાબરી રહેતો હતો. શંભુ આ સાઈટમાં મજૂરી કામ કરી રહ્યો હતો. 30 માર્ચના રોજ તે બિલ્ડિંગના કામ માટે કોઈ કારણોસર લિફ્ટમાં જતો હતો. જો કે લિફ્ટમાં નીચે ઉતરતી વખતે લિફ્ટ અચાનક બંધ થઇ ગઇ હતી. આ જ સમયે લિફ્ટના દરવાજામાં યુવક શંભુનું માથુ ફસાઇ ગયુ હતુ. જે પછી તેને હોસ્પિટલ લઇ જવાયો હતો.

યુવકને શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ

ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને યુવકને જેમતેમ કરી લિફ્ટમાંથી બહાર કાઢ્યો હતો. જો કે લિફ્ટના દરવાજામાં માથું ફસાઈ જતા તેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઇ તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જેથી 108ને બોલાવી તાત્કાલિક યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

22 વર્ષીય શંભુ સુદર્શન બાબરીને ગળામાં ગંભીર ઇજાઓ પહોંચતા શ્વાસ ન લઈ શકતા તે બેભાન થઈ ગયો હતો. સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર માટે ખસેડાયો હતો. ત્યારે ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોડી રાત્રે મોત થયું હતું. અચાનક જ યુવકનું આ રીતે મોત થઈ જતા પરિવાર અને સાઇટ પર કામ કરતા સાથી મિત્રો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. પોલીસને જાણ કરતા પોલીસે મરનાર યુવકનું પીએમ કરાવ્યું હતું. પોલીસે બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">