AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતમાં પાંચ વર્ષની બાળકી પર ફરી એક શ્વાનનો હુમલો, 40 દિવસમાં રખડતા શ્વાને બેના ભોગ લીધા

Surat News : અલથાણ ગામમાં બે શ્વાને પાંચ વર્ષની બાળકી પર હુમલો કર્યો છે. 40 દિવસમાં રખડતા શ્વાને બેના ભોગ લીધા છે.

Breaking News : સુરતમાં પાંચ વર્ષની બાળકી પર ફરી એક શ્વાનનો હુમલો, 40 દિવસમાં રખડતા શ્વાને બેના ભોગ લીધા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 12:25 PM
Share

સુરતમાં રખડતા શ્વાનનો આતંક બંધ થવાનું નામ નથી લઇ રહ્યુ. રખડતા શ્વાને ફરી એક બાળક પર હુમલો કર્યો છે. અલથાણ ગામમાં બે શ્વાને પાંચ વર્ષની બાળકી પર હુમલો કર્યો છે. 40 દિવસમાં રખડતા શ્વાને ત્રણ બાળકો પર હુમલો કર્યો છે. જે પૈકી બેના મોત થયા છે. બીજી તરફ પુખ્તવયના નાગરિકોને શ્વાન કરડી જવાના કેસોમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો- Breaking News : ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર, છ દેશના પ્રવાસીઓના નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી

ઓનલાઈન ફરિયાદ બાદ પણ મનપા તંત્ર ન આવ્યુ

રાજ્યમાં ભાગ્યે જ કોઈ શહેર કે ગામ હશે જ્યાં શ્વાનનો આતંક ન હોય. બાળકોને પોતાના જ ઘરની બહાર રમવા મોકલતા પણ ડર લાગે છે. વડીલો પણ નિરાંતે હરીફરી શકતા નથી. ત્યારે સુરતમાં રખડતા શ્વાનના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. અલથાણ ગામમાં રખડતાં બે કૂતરાંએ પાંચ વરસની બાળકી પર હુમલો કર્યો છે. કૂતરાંએ કરેલા જીવલેણ હુમલાથી બાળકીનો જીવ જોખમમાં આવી ગયો હતો. હદ તો ત્યાં છે કે આ ઘટના અંગે  28 તારીખના રોજ ઓનલાઈન ફરિયાદ થઈ હોવા છતાં મનપાનું તંત્ર અહીં ફરક્યું સુધ્ધાં નથી.

સુરત મહાનગરપાલિકા હજુ પણ નિંદ્રામાં

સુરત શહેરની અંદર છેલ્લા કેટલાક દિવસોની અંદર બે માસુમ બાળકોના સ્વાન કરડવાના કારણે જીવ ગુમાવ્યા છે અને એક 28 વર્ષે યુવકને પણ ફોન કાઢવાના કારણે તેનું શંકાસ્પદ મોત થયું છે છતાં પણ સુરત મહાનગરપાલિકા પોતાની નિંદ્રામાં પહોંચી રીતનું લાગી રહ્યું છે સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન ગોગા વાળા માત્ર મીડિયા સામે નર્વસથી વાત કરી અને જાણે મોટી કામગીરી કરી હોય તે રીતનો વર્તન કરી રહ્યા છે.

શ્વાનના બાળકો પર હુમલાના કેસ વધુ

‘અમે સામાન્ય પરિવાર છીએ, કામ કરતાં હોવાથી ઘરે રહેવું શક્ય નથી ત્યારે ઘરમાં રહેતા એકલા બાળકોની હવે સતત ચિંતા સતાવે છે. શેરીમાં અને મહોલ્લામાં રખડતાં કૂતરાંઓ ક્યારે રમતાં બાળકો પર હુમલો કરે તે કહેવું મુશ્કેલ છે. અમે મહેંકને ખાનગી હોસ્પિટલમાં લઈ જઈને ઈંજેક્શન મુકાવ્યા છે પરંતુ મારી દીકરીનો થાપાનો ભાગ જ કરડી ખાધો હોવાથી બાળકી કણસી રહી છે. સુરત પાલિકાનું તંત્ર આ કૂતરાંઓને અહીંથી પકડી જાય તો સારું. આ ઘટનાથી મારી બાળકી એટલી ડરી ગઈ છે કે હવે બહાર નીકળતાં પણ ડરે છે.’

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">