Gujarati Video : હવે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકોની ખેર નહી ! સુરત પોલીસને મળી નવી 30 લેસર સ્પીડ ગન
સરકાર તરફથી સુરત પોલીસને 30 નવી લેસર સ્પીડ ગન ફાળવવામાં આવી છે. જેના દ્વારા ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરના અલગ અલગ પોઇન્ટ પર સ્પીડ ગન સાથે પોલીસ તૈનાત કરવામાં આવી છે.
સુરતમાં હવે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકોની ખેર નહી. સરકાર તરફથી સુરત પોલીસને 30 નવી લેસર સ્પીડ ગન ફાળવવામાં આવી છે. જેના દ્વારા ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરના અલગ અલગ પોઇન્ટ પર સ્પીડ ગન સાથે પોલીસ તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat : ટેકસટાઇલ માર્કેટની દુકાનમાં લાગેલી ભીષણ આગ કાબુમાં, 17 લાખ રુપિયા આગમાં ખાખ થતા બચાવાયા
સ્પીડ ગનથી ઇ-મેમો જનરેટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે કુલ પૈકી 45 ટકા અકસ્માત ઓવર સ્પીડિંગના કારણે થાય છે. જ્યારે 7 ટકા અકસ્માત ભયજનક ઓવર સ્પીડિંગને કારણે થાય છે. ત્યારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અકસ્માતમાં ઘટાડો કરવાનો પોલીસનો લક્ષ્યાંક છે. અત્યાર સુધી સુરત પોલીસ પાસે 1 સ્પીડ ગન હતી પરંતુ હવે 30 નવી ગન મળતા કુલ સ્પીડ ગનની સંખ્યા 31 થઇ ગઇ છે.
સ્પીડ ગન દ્વારા ઈ મેમો ઇસ્યૂ કરવાની કામગીરી
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાની નિવારવા સીસીટીવી નેટવર્કની મદદથી લાખોની સંખ્યામાં ઇ ચલણ ઇસ્યુ કરાયા હતા. આ સાથે એસ જી હાઇવે, એસ પી રીંગ રોડ, સિંધુ ભવન રોડ, રીવર ફ્રન્ટ સહિતના શહેરના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર નિયત મર્યાદા કરતા વધારે ગતિમાં જતા વાહનોને કારણે થતા માર્ગ અકસ્માતમાં વધારો થયો હતો. જેથી ઓવર સ્પીડ જતા વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે ગત ફેબ્રુઆરી 2022થી સ્પીડ ગનનો ઉપયોગ કરીને ઇ મેમો ઇસ્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો