સુરત : સરકારી પોર્ટલે 16 વર્ષથી વિખુટા પડેલા પરિવારના સભ્યોનું મિલન કરાવ્યું, વાંચો રસપ્રદ કિસ્સો

|

Dec 29, 2023 | 12:25 PM

સુરત : જેલ સહાયક દ્વારા 16 વર્ષથી લાપતા ભાઈની વિગત  ઈ-જેલ પોર્ટલ પર નાખવામાં આવતા તેનો લાપતા ભાઈ મળી આવવાનો કિસ્સો સામે આવ્યો છે. દાયકાથી સંપર્કવિહોણા સભ્યને મળનાર પરિવારના ભાવુક દ્રશ્ય સર્જાયા હતા.

સુરત : સરકારી પોર્ટલે 16 વર્ષથી વિખુટા પડેલા પરિવારના સભ્યોનું મિલન કરાવ્યું, વાંચો રસપ્રદ કિસ્સો

Follow us on

સુરત : જેલ સહાયક દ્વારા 16 વર્ષથી લાપતા ભાઈની વિગત  ઈ-જેલ પોર્ટલ પર નાખવામાં આવતા તેનો લાપતા ભાઈ મળી આવવાનો કિસ્સો સામે આવ્યો છે. દાયકાથી સંપર્કવિહોણા સભ્યને મળનાર પરિવારના ભાવુક દ્રશ્ય સર્જાયા હતા.

કેદી ભરત હકમા ચૌધરીના નાના ભાઈ 27 વર્ષીય દશરથ હકમા ચૌધરી વર્ષ 2017માં ગુજરાત રાજ્ય જેલ વિભાગમાં જેલ સહાયકની નોકરીમાં જોડાયા હતા અને છેલ્લા એક વર્ષથી અમદાવાદ મધ્યસ્થ જેલના આઈ-પ્રેઝન્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા.દશરથે કુતૂહલવશ ઈ-જેલ પોર્ટલમાં મોટા ભાઈ ભરત હકમાનું નામ શોધ્યું ત્યારે તેને ખબર પડી કે તે લાજપોર સેન્ટ્રલ જેલમાં NDPS એક્ટના આરોપમાં સજા કાપી રહ્યો છે.

આ પછી કેદીના પિતા, ભાઈ અને અન્ય સંબંધીઓ તાત્કાલિક લાજપોર સેન્ટ્રલ જેલ પહોંચ્યા અને આરોપી ભરતને મળવા માટે જેલ અધિક્ષકનો સંપર્ક કર્યો જે ક્ષણે ભાવુક દ્રશ્ય સર્જાયા હતા.

બજારમાં આવી ગઈ છે નકલી બદામ, આ રીતે કરો અસલી નકલીની ઓળખ
Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?
રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?
Milk For Face : ચહેરા પર રોજ કાચું દૂધ લગાવવાથી શું થાય છે? જાણો અહીં
પીરિયડમાં નોર્મલ બ્લીડિંગ કેટલું થવું જોઈએ ?
Get Rid From Rat : ઉંદરોને ઘરમાંથી ઊભી પૂંછડીએ ભગાડવાની ટ્રિક

સૂત્રો અનુસાર વર્ષ 2021માં બસમાંથી ગાંજો ઝડપાવાના કેસમાં ભરતની ધરપકડ થઇ હતી. મહત્વનું એ છે કે આરોપી જેલમાં હીરા ઘસવામાં કુશળ કારીગર હતો. વર્ષ 2021 માં ભરત જે બસમાં હતો તે જ બસમાંથી ગાંજાનો કેશ મળી આવ્યો હતો. આ મામલો હાલ કોર્ટમાં છે પરંતુ ભરતે તેની સ્પષ્ટતામાં કહ્યું છે કે તેની બસમાંથી એક લાવારસ બેગ મળી આવી હતી. આ હેરાફેરીમાં તેનો કોઈ હાથ નહોતો.

આ પછી તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ આરોપો દાખલ કરવામાં આવ્યા હતા અને તેની ધરપકડ કરવામાં આવી હતી અને સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો હતો. સુરતની જેલમાં હીરા ઉદ્યોગમાં ડાયમંડ ગ્રાઇન્ડીંગની ટ્રેનિંગ ચાલી રહી હતી જેમાં ભરતે પણ ટ્રેનિંગ લીધી અને એક કુશળ હીરા કામદાર તરીકે કામ શરૂ કર્યું હતું.

પોર્ટલ કઈ રીતે કામ કરે છે?

ઇ-જેલ એપ્લિકેશન જેલ અને કેદી વ્યવસ્થાપન સંબંધિત તમામ પ્રવૃત્તિઓને એકીકૃત કરે છે. તે અદાલતો, જેલ સત્તાવાળાઓ અને ફોજદારી ન્યાય પ્રણાલી સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓને વાસ્તવિક સમયના વાતાવરણમાં જેલમાં બંધ કેદીઓ વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરે છે. તે ઓનલાઈન મુલાકાતની વિનંતીઓ અને ફરિયાદ નિવારણની સુવિધા પણ આપે છે.

આ એપ્લિકેશનમાં ત્રણ મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે

  • E-Prison MIS: જેલમાં તેમની રોજબરોજની પ્રવૃત્તિઓ માટે વપરાતી વ્યવસ્થાપન માહિતી પ્રણાલી.
  • NPIP: રાષ્ટ્રીય જેલ માહિતી પોર્ટલ એ નાગરિક-કેન્દ્રિત પોર્ટલ છે જે દેશની વિવિધ જેલોની આંકડાકીય માહિતી દર્શાવે છે.
  • દેશની વિવિધ જેલોમાં કેદીઓ દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટેનું પોર્ટલ.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article