Surat : કાચા હીરાની કમીને પગલે સુરતના રત્નકલાકારોની આવકમાં ઘટાડો, ખેતી તરફ વળવા મજબુર

સૌરાષ્ટ્રમાં ગ્રામીણ (Rural )અર્થતંત્રમાં ખેતી બાદ હીરા ઉધોગ બીજા નંબરનો ઉધોગ છે જેના થકી લાખો યુવાનો રોજગારી મેળવી રહયા છે.સુરતમાં જ કાચા હીરાનો શોર્ટ સપ્લાય થઇ રહ્યો હોઇ, સૌરાષ્ટ્રમાં હાલ કામ મોકલી શકાતું નથી અને પરિણામે ત્યાંના રત્નકલાકારો હાલમાં કામ વગર બેસી રહેવાને બદલે ખેતી તરફ વળ્યા હોવાનું જણાય રહ્યું છે.

Surat : કાચા હીરાની કમીને પગલે સુરતના રત્નકલાકારોની આવકમાં ઘટાડો, ખેતી તરફ વળવા મજબુર
Diamond Workers in Surat (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 9:58 AM

યુક્રેન (Ukraine ) પર રશિયા(Russia ) દ્વારા થઇ રહેલા હુમલાઓને હવે 68થી વધુ દિવસો વીતી ગયા છે. સ્થાનિક ધંધા રોજગાર પૈકી હીરા ઉદ્યોગને(Diamond Industry ) યુક્રેન રશિયા યુદ્ધની ઘેરી અસર થઇ રહી છે. રશીયા પર મૂકાયેલા પ્રતિબંધને પગલે હીરા બજારમાં કાચા હીરાનો સપ્લાય 30 ટકા સુધી ઘટી ગયો છે, આવી સ્થિતિમાં સુરતના હીરા ઉધોગ સાથે સંકળાયેલા સૌરાષ્ટ્રનાં અમરેલી, જસદણ, બાબરા, ગઢડા, લાઠી વગેરેનાં નાના હીરાનાં કારખાનાઓમાં કામકાજ બિલકુલ ઘટી ગયું છે, અનેક કારખાનાઓ બંધ થઇ ગયા છે અને હજારો રત્નકલાકારોની રોજગારી ઘટી ગઇ છે કેમકે હીરાના કારખાનાઓમાં રત્નકલાકરોને કામ પ્રમાણે મહેનતાણું ચૂકવવામાં આવી રહ્યું છે. સુરતમાં જ અનેક કારખાનાઓએ દૈનિક કામનાં કલાકો ઘટાડી દીધા છે.

પરિસ્થિતિ એ આવીને ઉભી થઇ છે કે સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક સૌરાષ્ટ્રના રત્નકલાકારોએ હીરા કારખાનાઓમાં કામની તંગીને કારણે ખેતી કે અન્ય કામો તરફ વળવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. સુરતના ડાયમંડ એસોસીએશન પ્રમુખ નાનુભાઇ એ કહ્યું કે આમેય માર્ચ, એપ્રિલ, મે માસના સમયગાળામાં હીરા ઉદ્યોગ, બજારમાં કામકાજ પાંખા હોય છે. હા એ વાત ચોક્કસ છે કે કોરોનાકાળ કરતા આ વખતે આ સમયગાળામાં કાચા હીરાનો પર્યાપ્ત જથ્થો મળી શકતો ન હોઇ હીરા ઉદ્યોગમાં કલાકારોની રોજગારીને અસર વર્તાય રહી છે.સુરતનાં હીરા ઉદ્યોગ સાથે સંકલાયેલા સૌરાષ્ટ્રનાં હીરા કારખાનાઓમાં કામની તંગી, અનેક રત્ન કલાકારોએ ખેતી તરફ વળવું પડ્યું છે.

સૌરાષ્ટ્રવાસી અગ્રણી જણાવે કે રફ હીરાના જથ્થાનો સપ્લાય છે પરિણામે તેનાં ભાવ ઉંચા ગયા છે અને સામે તૈયાર હીરાની માંગ પણ ઘટી છે. સૌરાષ્ટ્રમાં ગ્રામીણ અર્થતંત્રમાં ખેતી બાદ હીરા ઉધોગ બીજા નંબરનો ઉધોગ છે જેના થકી લાખો યુવાનો રોજગારી મેળવી રહયા છે. અમરેલી, બાબરા, જસદણ, ભાવનગર, લાઠી, ગઢડા,બોટાદ, શિહોર, ભાવનગર સહિતનાં શહેરો હીરા ઉધોગનાં મહત્વનાં કેન્દ્રો છે. સુરતમાં જ કાચા હીરાનો શોર્ટ સપ્લાય થઇ રહ્યો હોઇ, સૌરાષ્ટ્રમાં હાલ કામ મોકલી શકાતું નથી અને પરિણામે ત્યાંના રત્નકલાકારો હાલમાં કામ વગર બેસી રહેવાને બદલે ખેતી તરફ વળ્યા હોવાનું જણાય રહ્યું છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આ પણ વાંચો :

જુઓ આ ગુંડાઓ ખુલ્લેઆમ મારામારી કરી રહ્યા છે, સુરતમાં AAP કાર્યકરોની મારપીટથી ગુસ્સે ભરાયેલા અરવિંદ કેજરીવાલે બળાપો ઠાલવ્યો

Surat: બેદરકારીએ શ્રમજીવી પરિવારના એકના એક બાળકનો ભોગ લીધો, ઘર પાસે ખોદેલા ખાડામાંથી વીજ વાયરને અડી જતા બાળકનું કરૂણ મોત

g clip-path="url(#clip0_868_265)">