Russia Ukraine War: માઈક્રોસોફ્ટના રિપોર્ટમાં ખુલાસો, રશિયાએ યુક્રેન પર કર્યો સાયબર એટેક, ડઝનેક સંસ્થાઓનો ડેટા ઉડાવ્યો
માઇક્રોસોફ્ટ કંપનીએ એક રિપોર્ટ જાહેર કરીને ખુલાસો કર્યો છે કે, રશિયાએ યુક્રેનમાં ડઝનબંધ સંસ્થાઓ પર સાયબર એટેક કર્યા છે. આમ કરવાથી તેમનો ડેટા નાશ પામ્યો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને (Russia Ukraine War) બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ લડાઈ હથિયાર સૈનિકો તેમજ હેકર્સ (Cyber Attack on Ukraine) વચ્ચે થઈ રહી છે. બુધવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં, માઇક્રોસોફ્ટ કંપનીએ ખુલાસો કર્યો છે કે, રશિયન સરકાર સમર્થિત હેકર્સે છેલ્લા કેટલાક વર્ષોમાં યુક્રેનમાં ડઝનેક સંસ્થાઓ પર એટેક કર્યો છે, તેમના ડેટાનો નાશ કર્યો છે અને “માહિતીનું અરાજક વાતાવરણ ઉભું કર્યું છે.” અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, લગભગ અડધા હુમલા મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરવામાં આવ્યા હતા અને બોમ્બ વિસ્ફોટો સાથે પણ ઘણી વખત આવા હુમલાઓ કરવામાં આવ્યા હતા.
માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે, રશિયા સાથે જોડાયેલા જૂથો માર્ચ 2021થી હુમલાની તૈયારી કરી રહ્યા હતા જેથી તેઓ વ્યૂહાત્મક અને યુદ્ધ ક્ષેત્રની ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે નેટવર્કને હેક કરી શકે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકે. અહેવાલ મુજબ, યુદ્ધ દરમિયાન, હેકર્સે નાગરિકોની વિશ્વસનીય માહિતી અને મહત્વપૂર્ણ સેવાઓ સુધી પહોંચવામાં અવરોધ લાવવાનો પ્રયાસ કર્યો હતો. સાયબર એટેક સંબંધિત આ પહેલો કેસ નથી. બલ્કે, યુદ્ધની શરૂઆત પહેલા જ રશિયાએ યુક્રેનની સત્તાવાર વેબસાઇટને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.
એન્ટોનિયો ગુટેરેસ ઝેલેન્સ્કી સાથે કરશે વાત
દરમિયાન, યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસો પણ તેજ થયા છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ બુધવારે રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે વાતચીત કરવા માટે યુક્રેન પહોંચ્યા હતા. અગાઉ મોસ્કોમાં, તેઓ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા, જેમણે યુનાઈટેડ નેશન્સને મેરીયુપોલમાં અવોસ્ટોલ પ્લાન્ટમાંથી નાગરિકોને બહાર કાઢવામાં સામેલ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. પુતિને આ વાતચીતમાં યુક્રેન સાથે શાંતિ સમજૂતીની શક્યતા વ્યક્ત કરી હતી.
માનવતાવાદી સહાય અંગે ચર્ચા કરવામાં આવશે
તે જ સમયે, ગુટેરેસે ટ્વિટ કર્યું છે કે, ‘મોસ્કોની મુલાકાત લીધા પછી, હું યુક્રેન પહોંચી ગયો છું. અમે માનવતાવાદી સહાયને વિસ્તૃત કરવા અને યુદ્ધના ક્ષેત્રમાંથી લોકોને બહાર કાઢવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું. આ યુદ્ધ જેટલું વહેલું સમાપ્ત થશે, તેટલું યુક્રેન, રશિયા અને વિશ્વ માટે સારું છે.’ ગુટેરેસ ગુરુવારે ઝેલેન્સકી અને વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબા સાથે મુલાકાત કરશે. તે સતત આ યુદ્ધનો અંત લાવવા અને તેનાથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે બોલાવે છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર પણ નિયમિત રીતે આંકડા જાહેર કરી રહ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં કેટલા લાખ લોકોએ દેશ છોડી દીધો છે અને કેટલાએ યુદ્ધને કારણે જીવ ગુમાવ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો