Surat: સગીરા પર કિશોર દ્વારા દુષ્કર્મની સચિન જીઆઇડીસીમાં ફરિયાદ નોંધાઈ
સુરત શહેરના સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં 12 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.જો કે કિશોરી સાથે દુષ્કર્મ કરનાર આરોપી પણ 17 વર્ષનો કિશોર છે. મહત્વની વાત તો એ છે કે કિશોરીને ચાર મહિનાનો ગર્ભ રહી જતા આ આંખો મામલો સામે આવ્યો હતો અને પરિવારના પગ તળિયેની જમીન સરકી ગઈ હતી
સુરત શહેરના સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં 12 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.જો કે કિશોરી સાથે દુષ્કર્મ કરનાર આરોપી પણ 17 વર્ષનો કિશોર છે. મહત્વની વાત તો એ છે કે કિશોરીને ચાર મહિનાનો ગર્ભ રહી જતા આ આંખો મામલો સામે આવ્યો હતો અને પરિવારના પગ તળિયેની જમીન સરકી ગઈ હતી.જેને લઇ કિશોરીના પિતાએ સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરી છે.પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
17 વર્ષના કિશોર સામે બળાત્કારની ફરિયાદ
સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને ફેક્ટરીમાં મજૂરી કામ કરતા વ્યક્તિએ સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં તેમની 12 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ કરતા પિતાએ જણાવ્યું હતું કે તેમના પડોશમાં રહેતા 17 વર્ષના કિશોરે તેમની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. અને તેને કારણે તેમની દીકરીને ચાર માસનો ગર્ભ રહી ગયો છે. ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી 17 વર્ષના બાળ આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.
ડોકટરની તપાસ કરવા જતાં મામલો સામે આવ્યો
સચિન જીઆઇડીસીમાં નોંધાયેલી બળાત્કારની ફરિયાદ અને લઇ મળતી માહિતી મુજબ મજૂરી કામ કરતા યુવકની 12 વર્ષની સગીરાને અચાનક બે મહિનાથી માસિક આવતું બંધ થઈ ગયું હતું. જેને લઇ મહિલાની માતાએ આ અંગેની વાત તેમના પતિને કરી હતી. જેથી કિશોરીને માસિક ન આવતા તેમના પરિવાર દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.જ્યાં ડોક્ટર દ્વારા કિશોરીની સોનોગ્રાફી કરવામાં આવી હતી.ત્યારે સોનોગ્રાફી થકી તપાસ કરતા તે ગર્ભવતી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું આ સાંભળતા જ પરિવારના પગ તળિયેની જમીન સરકી ગઈ હતી.
ભાંડો ફૂટી જતાં કિશોરીએ સમગ્ર હકીકત જણાવી
પરિવારએ કિશોરીને આ અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે તેમના જ ઘર નજીક રહેતા યુવકે ચારથી પાંચ મહિના પહેલા અલગ અલગ જગ્યાએ તેની સાથે બે થી ત્રણ વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારે કિશોરીએ જણાવેલી હકીકતને આધારે કિશોરી ના પિતાએ 17 વર્ષના કિશોર સામે સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કિશોરીને ગર્ભવતી બનાવી દેવાના ગુનામાં પિતાએ આપેલી ફરિયાદને આધારે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ 17 વર્ષે કિશોરની ધરપકડ કરવા અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં ‘જ્ઞાન સંગમ’ પ્રોજેક્ટનો કરાવશે પ્રારંભ, કુલ 143 સરકારી પ્રાથમિક શાળાઓને આવરી લેવાશે