Kutch: એક તરફી પ્રેમમાં પાગલ અંજારના કુખ્યાત યુવકની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી

કચ્છ જિલ્લાના અંજારના નાગલપર ગામે રહેતા ધમેન્દ્ર ઉર્ફે ધમા રામજી ટાંકની અંજાર પોલીસે અંતે પાસા હેઠળ ધરપકડ કરી છે. અંજારની એક યુવતીને છેલ્લા કેટલાય વર્ષોથી તે એક તરફી પ્રેમમાં પરેશાન કરી રહ્યો છે અને તેના પર હુમલા સહિત ધાકધમકી આપી અનેક અત્યાચાર તેને ગુજાર્યા હતા. યુવતીએ અંજાર પોલીસમાં તેના વિરૂધ્ધ 10 થી વધુ ગુનાઓ અત્યાર સુધી નોંધાવ્યા છે.

Kutch: એક તરફી પ્રેમમાં પાગલ અંજારના કુખ્યાત યુવકની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી
Kutch youth Arrested Under PASA
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Feb 17, 2023 | 7:17 PM

કચ્છ જિલ્લાના અંજારના નાગલપર ગામે રહેતા ધમેન્દ્ર ઉર્ફે ધમા રામજી ટાંકની અંજાર પોલીસે અંતે પાસા હેઠળ ધરપકડ કરી છે. અંજારની એક યુવતીને છેલ્લા કેટલાય વર્ષોથી તે એક તરફી પ્રેમમાં પરેશાન કરી રહ્યો છે અને તેના પર હુમલા સહિત ધાકધમકી આપી અનેક અત્યાચાર તેને ગુજાર્યા હતા. યુવતીએ અંજાર પોલીસમાં તેના વિરૂધ્ધ 10 થી વધુ ગુનાઓ અત્યાર સુધી નોંધાવ્યા છે. પરંતુ છુટ્યા બાદ ફરી તે યુવતીને પરેશાન કરતો હતો. ધમા રામજી ટાંક અંજારના નિવૃત તાલુકા વિકાસ અધિકારીનો પુત્ર છે. 2022 માં ફેબ્રુઆરી માસમાં યુવતીએ તેના વિરૂધ્ધ છેડતીની ફરીયાદ નોંધાવી હતી જો કે છુટ્યા બાદ ફરી સપ્ટેમ્બર મહિનામાં યુવતી પર છરીથી હુમલો કર્યો હતો.

રાજકોટના બે પોલીસ મથકોએ પણ તેના વિરૂધ્ધ વિવિધ ગુના નોંધાયેલા

તો તાજેતરમાં થોડા દિવસો પહેલાજ ફરી ધમા રામજી ટાંકએ છરી બતાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. યુવતીએ અત્યાર સુધી તેની સામે 13 જેટલી ફરીયાદ અરજી આપી છે. પરંતુ છુટ્યા બાદ ફરી તે યુવતીને પરેશાન કરવા માટે પહોંચી જાય છે. જેમાં આરોપી રીઢો ગુનેગાર છે અને યુવતીને પરેશાન કરી હુમલો કરવા સહિતની ફરીયાદની સાથે તેના વિરૂધ્ધ અપહરણ,મારામારી,ઘરફોડ ચોરી અને દારૂબંધી સહિતના કેસ નોંધાયેલા છે. જેમાં કચ્છ જ નહી પરંતુ રાજકોટના બે પોલીસ મથકોએ પણ તેના વિરૂધ્ધ વિવિધ ગુના નોંધાયેલા છે.

અંજાર પોલીસે કલેકટરને પાસા હેઠળ કાર્યવાહી માટે દરખાસ્ત કરી હતી

ત્યારે આજે અંજાર પોલીસે તેની પાસા હેઠળ ધરપકડ કરી છે. ગુનાખોરીના રવાડે ચડી ગયેલો 31 વર્ષીય યુવાન છેલ્લા 10 વર્ષથી આ રીતે વિવિધ ગુનાઓ આચરી રહ્યો છે. જેમાં અંજારની એક યુવતીને પરેશાન કરવામાં તેને કોઇ કસર છોડી ન હતી અને પરિવારના સભ્યને મારી નાંખવાની ધમકી સહિત મારામારી,હુમલો છેડતી સહિતની અનેક ફરીયાદો તેના પર થયા બાદ અંજાર પોલીસે કલેકટરને પાસા હેઠળ કાર્યવાહી માટે દરખાસ્ત કરી હતી જે મંજુર થતા આજે તેની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવા કાર્યવાહી શરૂ કરી છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

આ પણ વાંચો : Gujarati Video : કેતન ઈનામદારનું બરોડા ડેરીને અલ્ટીમેટમ, 20 ફેબ્રુઆરી સુધીમાં પશુપાલકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચીમકી

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">