CM ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં ‘જ્ઞાન સંગમ’ પ્રોજેક્ટનો કરાવશે પ્રારંભ, કુલ 143 સરકારી પ્રાથમિક શાળાઓને આવરી લેવાશે

Vadodara News : આ પાયલોટ પ્રોજેક્ટનું 18 ફેબ્રુઆરી 2023ના રોજ સાંજે ચાર વાગ્યે લોન્ચિંગ થશે. CM ભૂપેન્દ્ર પટેલ વડોદરાની હરણી વારસિયા રિંગ ખાતેની કવિ દુલા ભાયા કાગ પ્રાથમિક શાળા, નં. 31થી લોન્ચિંગ કરશે.

CM ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં 'જ્ઞાન સંગમ' પ્રોજેક્ટનો કરાવશે પ્રારંભ, કુલ 143 સરકારી પ્રાથમિક શાળાઓને આવરી લેવાશે
CM ભુપેન્દ્ર પટેલ જ્ઞાન સંગમ પ્રોજેક્ટને લોન્ચ કરશેImage Credit source: FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 5:43 PM

વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી શાળાઓને ગુણવત્તાસભર બનાવવાના ઉદ્દાત હેતુંથી એક નવતર પહેલ કરવામાં આવી છે. વડોદરા શહેર અને જિલ્લાની ખાનગીઓ શાળાઓ સાથે તંતુસંધાન કરી સરકારી શાળામાં તેની બેસ્ટ પ્રેક્ટિસનું આદાનપ્રદાન કરવાની આ પહેલને ‘જ્ઞાન સંગમ’ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે. આ પાયલોટ પ્રોજેક્ટનું 18 ફેબ્રુઆરી 2023ના રોજ સાંજે ચાર વાગ્યે લોન્ચિંગ થશે. CM ભૂપેન્દ્ર પટેલ વડોદરાની હરણી વારસિયા રિંગ ખાતેની કવિ દુલા ભાયા કાગ પ્રાથમિક શાળા, નં. 31થી લોન્ચિંગ કરશે. આ પ્રોજેક્ટની સફળતા બાદ તેનો રાજ્યમાં તબક્કાવાર અમલ કરવામાં આવશે.

જ્ઞાન સંગમ પ્રોજેક્ટનો મૂળ વિચાર કલેક્ટર અતુલ ગોરનો છે. જિલ્લાની શાળાઓમાં તેમની મુલાકાત દરમિયાન ઘણી સરકારી શાળાઓમાં ખૂબ જ સારૂ શિક્ષણ કાર્ય થતું જોવા મળ્યું, તો આવી જ સારી શિક્ષણ પ્રથા ખાનગી શાળાઓમાં પણ જોવા મળે છે. જેમ એક રાજ્ય બીજા રાજ્યની પ્રજાકલ્યાણની યોજનાઓને યથાતત્ સ્વીકારવામાં આવે છે, એ જ રીતે જ્ઞાન સંગમ પ્રોજેક્ટમાં ખાનગી શાળા અને સરકારી શાળાઓ વચ્ચે શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે જ્ઞાનનું આદાનપ્રદાન કરવામાં આવશે.

જ્ઞાન સંગમ પ્રોજેક્ટ હેઠળ 300થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી વડોદરા શહેરની 60 અને જિલ્લાની 83 શાળાઓ મળીને કુલ 143 સરકારી પ્રાથમિક શાળાઓ લક્ષિત શાળાઓ તરીકે આવરી લેવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં વડોદરા શહેરની 29 અને ગ્રામ્યની 18 સહિત કુલ 47 ખાનગી શાળાઓ સહયોગ આપશે. જેમાં વડોદરા શહેરના 27,489 અને જિલ્લાના 33638 સહિત કુલ 61127 વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકોના જ્ઞાનનો લાભ મળશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પહેલમાં ખાનગી શાળાના શિક્ષકો લક્ષિત સરકારી શાળાની સમાયાંતરે મુલાકાત લેવા સાથે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ભાષા શિક્ષક સાથે સંવાદ સાધી શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ અંગે માર્ગદર્શન આપશે. આટલું જ નહીં, લક્ષિત શાળાના શિક્ષકો દ્વારા થતાં વર્ગ શિક્ષણ કાર્ય, સહઅભ્યાસિક અને સર્વાંગી વિકાસની પ્રવૃત્તિનું અવલોકન કરવા ઉપરાંત શાળા પરિવાર સાથે ચર્ચા પરામર્શ કરી માર્ગદર્શન આપશે. લક્ષિત શાળાના વિદ્યાર્થીઓ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સાથે તાદાત્મ્ય કેળવે, ભાવાવરણ અને સુવિધાઓથી પરિચીત થાય તે માટે વિદ્યાર્થીઓ દ્વારા જ્ઞાનનું આદાનપ્રદાન પણ કરવામાં આવશે.

લક્ષિત શાળાના વિદ્યાર્થીઓ માટે ફરતી બસ દ્વારા ગણિત, વિજ્ઞાનનું શિક્ષણ, લેન્ગવેજ લેબ અને લાયબ્રેરીનું શિક્ષણ કાર્ય કરવામાં કરવામાં આવશે. સમગ્ર જ્ઞાન સંગમ પ્રોજેક્ટનું સમયાંતરે નિરીક્ષણ, સમીક્ષા અને મૂલ્યાંકન નિયત ટીમ દ્વારા કરવામાં આવશે.

(વિથ ઇનપુટ-ધર્મેન્દ્ર કપાસી, વડોદરા)

g clip-path="url(#clip0_868_265)">