Surat : બુલેટ ટ્રેન પર ભૂકંપ અને વાવાઝોડાની નહીં થશે અસર, 2026 સુધી પ્રથમ ટ્રાયલ રનનો લક્ષ્યાંક

|

Jun 10, 2022 | 9:55 AM

સુરતનું (Surat )બુલેટ ટ્રેન સ્ટેશન 2024 સુધીમાં કાર્યરત હાલતમાં હશે. આ પ્રોજેક્ટ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ હેઠળ પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. 48,000 ચોરસ મીટરમાં કન્સ્ટ્રક્શનના કામમાં 20,000 થી વધુ કામદારો સંકળાયેલા છે.

Surat : બુલેટ ટ્રેન પર ભૂકંપ અને વાવાઝોડાની નહીં થશે અસર, 2026 સુધી પ્રથમ ટ્રાયલ રનનો લક્ષ્યાંક
Bullet Train Project in progress (File Image )

Follow us on

દેશમાં બુલેટ ટ્રેન(bullet train ) દોડાવવાની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. બુલેટ ટ્રેનના ટ્રેક (Track ) પછી હવે બુલેટ ટ્રેનના સ્ટેશન (Station )પર પણ કામ શરૂ કરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનના રૂટ પર સુરત એ પહેલું સ્ટેશન હશે જે જાપાનની અદ્યતન અને મોર્ડન ટેકનોલોજીથી બનાવવામાં આવી રહ્યું છે. સંભવિત ભૂકંપ અને વાવાઝોડાના ખતરાનો સામનો કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિઝલિંગ સ્ટોપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આના કારણે 300 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધતા ભૂકંપ અને તોફાનની પણ કોઈ અસર નહીં થાય. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) પાસેથી મળતી માહિતી અનુસાર હાલમાં મુંબઈ-અમદાવાદ રૂટ પર ચાર સ્ટેશન વાપી, બીલીમોરા, સુરત અને ભરૂચ પર કામ ચાલી રહ્યું છે. જેમાં બુલેટ ટ્રેન આખા રૂટ પર સુરત પ્રથમ સ્ટેશન બનવા જઈ રહ્યું છે જ્યાં એપ્રિલ 2024 સુધીમાં પહેલું કામ પૂર્ણ કરવામાં આવશે.

ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે થોડા દિવસો પહેલા જ મંત્રી દર્શના જરદોશ સાથે નિર્માણાધીન સ્ટેશન સ્થળની મુલાકાત લીધી હતી અને સમયસર કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સુરતનું બુલેટ ટ્રેન સ્ટેશન 2024 સુધીમાં કાર્યરત હાલતમાં હશે. આ પ્રોજેક્ટ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ હેઠળ પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. 48,000 ચોરસ મીટરમાં કન્સ્ટ્રક્શનના કામમાં 20,000 થી વધુ કામદારો સંકળાયેલા છે. બુલેટ ટ્રેન સ્ટેશન બીજા સામાન્ય રેલવે સ્ટેશનો કરતા અલગ હશે.

જો તેના નિર્માણ પછી હાઈ સ્પીડ ટ્રેન દોડશે તો કોઈ સમસ્યા નહીં રહે. બુલેટ ટ્રેનના રેલવે ટ્રેક પર સેન્સર પણ લગાવવામાં આવશે જે કોઈપણ ખામીની અગાઉથી જાણ કરશે. ભૂકંપ અને વાવાઝોડાને પણ ધ્યાનમાં રાખીને, પ્રોજેક્ટમાં થાંભલાની નીચે અને પાયાની વચ્ચે સિઝલિંગ સ્ટોપરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે આંચકાને શોષી લેશે. જેના લીધે મોટા ધરતીકંપના આંચકા અથવા 300 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનની ગતિની પણ કોઈ અસર થશે નહીં.

જાપાનની બુલેટ ટ્રેન ટેક્નોલોજીથી બનેલ હાઈ-સ્પીડ સુરત રેલવે સ્ટેશનના પહેલા માળે કોન્સર્સ હશે. પ્લેટફોર્મ બીજા માળે બાંધવામાં આવશે. પ્લેટફોર્મની પહોળાઈ 11 મીટર અને લંબાઈ 450 મીટર રાખવામાં આવનાર છે. ફાઉન્ડેશન અને FFLનું કામ નવેમ્બર 2023 સુધીમાં કોન્કોર્સ અને ફ્લોર, સપ્ટેમ્બર 2023 સુધીમાં પ્લેટફોર્મ અને ફ્લોર તેમજ એપ્રિલ 2024 સુધીમાં અન્ય બાકી કામો પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે. એટલું જ નહીં 15 ઓગસ્ટ, 2026 સુધીમાં સુરતથી બીલીમોરા વચ્ચે ટ્રાયલ રન શરૂ થશે.

Next Article