AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet Train in India: સુરતમાં બનશે પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન, હીરા જેવો આકાર હશે, જેમાં મળશે આ ખાસ સુવિધાઓ

સુરત શહેરનું બુલેટ ટ્રેન (Bullet train) સ્ટેશન 48000 ચોરસ મીટરનું હશે. અહીં તમામ આધુનિક માળખાકીય સુવિધાઓ તૈયાર કરવામાં આવશે. જેમાં ફૂડથી લઈને બેબી કેર સુધીની સુવિધાઓ ઉપલબ્ધ થશે.

Bullet Train in India: સુરતમાં બનશે પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન, હીરા જેવો આકાર હશે, જેમાં મળશે આ ખાસ સુવિધાઓ
Bullet Train in India The first bullet train station to be built in Surat
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 11:48 AM
Share

દેશમાં મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન (Bullet train) યોજના પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi)ના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક બુલેટ ટ્રેન પર ખુબ ઝડપથી કામ ચાલી રહ્યું છે અને તેના માટે સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવશે અને આ માટેના કોરિડોર પ્રોજેક્ટનું વર્ષ 2017માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કન્સ્ટ્રક્શન એજન્સી નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના સીએમડી સતીશ અગ્નિહોત્રીએ TV9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના સુરત શહેરમાં પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર થશે. NHSRCL સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે આ ટ્રેક માટે ચાર સ્ટેશન (વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ) બનાવવામાં આવી રહ્યા છે અને તે 2025 સુધીમાં બને તેવી શક્યતા છે.

સતીશ અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં બુલેટ ટ્રેન સ્ટેશન હીરાના આકારમાં બનાવવામાં આવી રહ્યું છે. તેમાં બે માળ હશે, જેમાં સ્ટેશનની ડિઝાઈન ડાયમંડ શેપમાં બનાવવામાં આવી છે જેથી દિવસ દરમિયાન વીજળીની કે કોઈ ખાસ લાઇટિંગની જરૂર ન પડે. સ્ટેશનના બાહ્ય શેલમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ સૂર્યના કુદરતી પ્રકાશથી દેખાશે.

શું હશે સુરત સ્ટેશનની ખાસિયત

સુરત શહેરના બુલેટ ટ્રેન સ્ટેશનની વાત કરીએ તો આ સ્ટેશન 48000 ચોરસ મીટરનું હશે. અહીં તમામ આધુનિક માળખાકીય સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જેમાં ફૂડથી લઈને બેબી કેર સુધીની સુવિધાઓ ઉપલબ્ધ થશે. મુસાફરોની સુવિધા માટે વિવિધ પ્રકારના લોન્જ બનાવવામાં આવી રહ્યા છે.

સ્ટેશન પર મેટ્રોની જેમ એન્ટ્રી થશે

જે રીતે મેટ્રો સ્ટેશન પર ટિકિટ અને કાર્ડ દ્વારા એન્ટ્રી કરવામાં આવે છે તેવી જ રીતે બુલેટ ટ્રેન સ્ટેશનો પર પણ એન્ટ્રી કરવામાં આવશે. ટ્રેનના આગમનના થોડા સમય પહેલા જ મુસાફરોને સ્ટેશન પર આવવા દેવામાં આવશે. મુસાફરોને નિર્ધારિત સમય કરતાં વધુ વેઇટિંગ એરિયામાં બેસવા દેવામાં આવશે નહીં.

237 કિલોમીટર લાંબી વાયડક્ટ પણ બનાવવામાં આવશે

આ પહેલા પણ રેલવે મંત્રાલયના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન વચ્ચે ચાર સ્ટેશનના નિર્માણ ઉપરાંત 237 કિલોમીટર લાંબી વાયડક્ટ પણ બનાવવામાં આવશે. ગુજરાતમાં બનનારા ચાર સ્ટેશનોમાંથી સુરતમાં તૈયાર થનારું રાજ્યનું પ્રથમ સ્ટેશન હશે. જો કે, કેન્દ્ર સરકાર આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં જમીન સંપાદન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી છે અને તેના ઉકેલ માટેના પ્રયાસો પણ ચાલુ છે.

આ પણ વાંચોઃ Invisible Shield: બ્રિટનમાં બનેલા આ ક્વચથી અદૃશ્ય થઈ જાય છે મનુષ્ય, વાંચો તે કેવી રીતે શક્ય છે

આ પણ વાંચોઃ રાજય સરકાર દ્વારા આઠ કલાક વીજળીની વાતો વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને આજથી છ કલાક વીજ પુરવઠો મળશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">